________________
શ્રમણભગવત-૨
૫૭
એકંદર, આ ગચ્છને સાત ક્ષેત્રના રક્ષણ-સંવર્ધનમાં ઘણું જ મોટો ફાળો રહ્યો છે. વર્તમાનમાં આ સમુદાય (ગચ્છ)ને ગણાધીશ તરીકે પૂજ્ય આર્યપુત્ર આચાર્ય શ્રી જિનદિયસાગરસૂરીશ્વરજી મહારાજ બિરાજે છે અને તેઓશ્રીની આજ્ઞામાં ૨૨ સાધુ મહારાજે અને ૧૫૬ સાધ્વીમહારાજે વિચરી રહ્યાં છે.
(સંકલન : આ અને “ખરતરગચ્છ ઈતિહાસની રૂપરેખા” શીર્ષક નીચે આપેલ વિસ્તૃત માહિતી મુંબઈની અનેક જૈન ધાર્મિક સંસ્થાઓના અગ્રણી શ્રી જીવનચંદ ઝવેરચંદ ઝવેરી પાસેથી પ્રાપ્ત થયેલ છે, જેમને આ સહગ બદલ આભાર માનીએ છીએ. )
ખરતરગચ્છના ઇતિહાસની
પાટપરંપરાની વિસ્તૃત રૂપરેખા
ખરતરગચ્છ જૈન સમાજને પ્રાચીન ગછ છે. આ. શ્રી જિનેશ્વરસૂરિજી અને શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ ક્રિયાનિષ્ઠ અને આચારપાલન સહિત ચૈત્યવાસીઓની સાથે દુર્લભરાજની સભામાં પાટણમાં સં. ૧૮૮૦માં વિવાદ કર્યો અને તેમાં જીતી ગયા અને તેમને “ખરતર ” બિરુદ આપવામાં આવ્યું ત્યારથી આ ગચ્છ ખ્યાતિમાં આવ્યું. આ ખરતરગચ્છમાં શ્રી જિનેશ્વર સૂરિજીના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજી, જેમણે “સંવેગ રંગશાલા' નામના મહત્ત્વપૂર્ણ ગ્રંથની રચના કરી. નવ-અંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી, જેમણે યતિહણ સ્તોત્રની રચના કરતાં, ૧૭મી ગાથાની રચના કરતી વખતે ભૂગર્ભમાં રહેલી શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થઈ. એમની પાટ પરંપરામાં કમશઃ શ્રી જિનવલભસૂરિજી, દાદા ગુરુદેવ યુગપ્રધાનશ્રી જિનદત્તસૂરિજી, મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી, ૧૪મી શતાબ્દીમાં શ્રી જિનકુશલસૂરિજી અને ૧૬મી શતાબ્દીમાં અકબર બાદશાહ પતિબોધક શ્રી જિનચંદ્રસૂરિજી થઈ ગયા. આ ચારે મહાપુરુષે “દાદાજીના નામથી ખરતરગચ્છમાં પ્રસિદ્ધ છે. ખરતરગચ્છના મહાન આધ્યાત્મિક સંત શ્રીમદ્દ દેવચંદ્રજીએ પાલીતાણામાં શ્રી શત્રુંજય ગિરિરાજ આદિ તીર્થોની વ્યવસ્થા માટે એક સંસ્થા સ્થાપી હતી.
આચાર્યશ્રી જિનેશ્વરસૂરિજીના પટ્ટધર આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી થયા. સં. ૧૧૨૫માં ૧૮ હજાર કલેકપ્રમાણ “સંવેગ રંગશાળા” ગ્રંથની રચના તેમણે કરી. જાહેરમાં આ ગ્રંથના ચિવંદણમાવસ્ય” આદિ લેકનું વિવરણ કરતાં એમના શિષ્ય ૩૦૦ લેકપ્રમાણ દિનચર્યા નામના ગ્રંથની રચના કરી. આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીની પાટ પર શ્રી અભયદેવસૂરીશ્વરજી આવ્યા. આચાર્યશ્રી જિનેશ્વરસૂરિજી સં. ૧૦૮૦માં વિહાર કરતાં માલવદેશની રાજધાની ધારાનગરીમાં પધાર્યા. તે વખતે મહીધર શેઠ તથા ધર્મપત્ની ધનદેવી અને પુત્ર અભયકુમાર વ્યાખ્યાન સાંભળવા આવ્યા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org