________________
શ્રમણભગવંતો-ર
૫૪૫ મહામહત્સવ પૂર્વક દીક્ષા પ્રદાન કરવામાં આવી, પૂ. ગુરુદેવે શ્રી પ્રદ્યુમ્નવિમલજી નામે ઘેષિત કર્યા. નવદીક્ષિત મુનિરાજની વડી દીક્ષા શત્રુંજય મહાતીર્થમાં જ સં. ૨૦૩ર ના વૈશાખ સુદ ૬ ને દિવસે થઈ
મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજે દીક્ષા પછી પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં જૈનદર્શનનાં વિવિધ ગ્રંથ અને શાને વિધિવત્ અભ્યાસ કર્યો. તેઓશ્રીએ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત ભાષાને અભ્યાસ કર્યો. સંસ્કૃત ભાષાની પ્રશિષ્ટ કૃતિઓ મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલ, કાદમ્બરી આદિનું અધ્યયન કર્યું. વ્યાકરણ અને તિષ જેવાં શામાં પારંગતતા પ્રાપ્ત કરી. તદુપરાંત, વસ્તૃત્વકળા અને લેખનકળામાં પણ કૌશલ પ્રાપ્ત કર્યું. આમ, નાની ઉંમરમાં સંયમજીવનને ભાવે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી. વર્તમાનમાં વિમલશાખાના શ્રમણભગવંતોમાં નાયકપદ પૂજ્ય મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ શોભાવી રહ્યા છે. માત્ર ૧૧ વર્ષની ઉંમરે સંયમ સ્વીકારી, ૧૮ વર્ષની વયે ગચ્છાધિપતિ બની, ૨૬ વર્ષની વયે પંન્યાસપદથી અલંકૃત થયેલા આ તેજસ્વી સાધુવર દાદાગુરુશ્રી શાંતિવિમલસૂરિજી મહારાજ, અને ગુરુદેવશ્રી દેવવિમલજી મહારાજની છત્રછાયામાં રહીને, જ્ઞાને પાસનામાં અત્યંત વિકાસમાન રહીને, વિવિધ શાસનપ્રભાવનામાં સંલગ્ન રહ્યા છે. પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા, ઉદ્યાન, વિવિધ અનુષ્કાને આદિ અનેક કાર્યો સુસમ્પન્ન થયાં છે. પૂજયશ્રીની નિશ્રામાં મહાન ધર્મકાર્યો સુસમ્પન્ન બનતાં રહે એવી મનેકામના સાથે. પૂજ્યશ્રી એ મહાન કાર્યો સમ્પન્ન કરવા નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરે એવી શાસનદેવને હાદિક અભ્યર્થના સાથે, પૂજ્યશ્રીના ચરણારવિંદમાં કેટિ કેટિ વંદના !
I
S SS
slull
PM
1 NR
રા
A૨૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org