________________
શ્રમણભગવંતો-૨
૫૪૩
મહારાજશ્રી ઉપર નવકારસીની રજા આપતે પત્ર લખીને પિતાના સચિવ સાથે મોકલ્યો. તેમણે પિતાને બંધનમાંથી મુક્ત કરવા મહારાજશ્રીને વિનંતી કરી. મહારાજશ્રીએ તેમને તુરત મુક્ત કર્યા.
આ ઘટનાની દીવાન પર એટલી અસર પડી કે એણે પિતાના તરફથી મહોત્સવમાં એક નવકારસી રાખવાની પ્રાર્થના કરી. મહારાજશ્રીના કહેવાથી સંઘે તેમની વિનંતી માન્ય રાખી. પ્રતિષ્ઠાને પ્રસંગ એટલે ઠાઠથી ઊજવાય કે જ્યાં એક નવકારસી થવાની હતી ત્યાં એકને બદલે સાત-સાત નવકારસી થઈ અને આખા ગામમાં આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું. આજે પણ વાડાસિનેરના વૃદ્ધ પુરુષે આ ઘટનાને યાદ કરીને મહારાજશ્રી વિષે ગૌરવ અનુભવે છે. મહાપુરુષે પોતાની સિદ્ધિઓનાં યશગાન કરતા-કરાવતા નથી, પરંતુ શાસન માટે જ તેને ઉપયોગ કરે છે એનું જીવંત દૃષ્ટાંત આ છે.
- પૂજ્યશ્રીની માંત્રિક વ્યક્તિ તરીકે ઘણી ખ્યાતિ હોવાથી એમની પાસે અવારનવાર અનેક લકો પિતાના પ્રશ્નો લઈને આવતા. પરંતુ તેઓશ્રી દરેકને વાત્સલ્યભાવથી “પૂર્વકૃત અશુભ કર્મોના ઉદયથી જ જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધિ આવે છે.” એવું સમજાવતા અને છેલ્લે તેના નિવારણ માટે નમસ્કાર મહામંત્ર ગણવાનું સૂચન કરતા. તેઓ કહેતા કે શ્રી નમસ્કાર મહામંત્ર જે શ્રદ્ધાપૂર્વક ગણવામાં આવે અને મનને પવિત્રતાના પંથે દોરવામાં આવે તે જીવનમાં વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે અને વ્યક્તિ આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ સંતાપથી મુક્ત થઈ શકે છે. જરૂર માત્ર સાચી શ્રદ્ધાની છે. તેઓશ્રીએ આત્મકલ્યાણને જ સર્વદા અગ્રતાક્રમ આપ્યો છે. આત્મકલ્યાણને સાધ્યા વગર કહેવાતી પર કલ્યાણની વાતમાં ખરી રીતે કંઈ થ્ય હોતું જ નથી. શુભની શરૂઆત હંમેશાં પિતાથી જ થાય. ઉપદેશને કમ પછીથી આવે. પૂજ્યશ્રી હંમેશાં પોતે આચરણમાં મૂકતા, પછી જ બીજાને ઉપદેશ આપવાનું વિચારતા. આવી વ્યક્તિ આત્માની મહાનતાને પામે એમાં કાંઈ આશ્ચર્ય નથી. એવા મહામના મહાત્માનાં ચરણોમાં શતશત વંદનાવલિ........!!!
( સંકલનઃ પૂજ્યશ્રીની “જીવનસૌરભ ” પુસ્તિકામાંથી સાભાર. )
પૂ. મુનિવરશ્રી દેવવિમલજી મહારાજ વિમલ સમુદાયમાં વયેવૃદ્ધ પૂ. પં. શ્રી હિંમતવિમલજી મહારાજશ્રીના શિષ્યરત્ન મહાન ગવેત્તા પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી દેવવિમલજી મહારાજ એક આત્માથી સાધક હતા, સેવાપ્રિય સત હતા. ગરીબ સાધમિકે પરત્વેની તેમની કરુણા અપાર હતી. સાદડી (રાજસ્થાન)માં સં. ૧૯૫૦માં જન્મેલા દીપચંદજીના પિતાનું નામ ભગાજી તથા માતાનું નામ ચુનીબાઈ હતું. યોગ્ય ઉંમરે દીપચંદજીના લગ્ન ફૂલીબાઈ સાથે થયા અને તેઓને શાન્તા નામની એક પુત્રી હતી. પરંતુ સંસારના એક દુઃખદ અને કરુણ પ્રસંગથી દીપચંદજીને આત્મા જાગી ગયું અને સં. ૧૯૮૭માં જેઠ સુદા ૧રના દિવસે પૂજ્ય ગુરુદેવશ્રી શાંતિવિમલજી મહારાજના શિષ્ય બની સંયમધર્મને સ્વીકાર કર્યો.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org