________________
શ્રમણભગવત-૨
પ૪૧ વિમલશાખામાં પં. શ્રી હિંમતવિમલજી મહારાજ થયા. તેઓ જૈનશાસનના મહાન પ્રભાવક અને અનેક સિદ્ધિઓના સ્વામી હતા. તેમણે ૨૨ વર્ષની ભરયુવાવસ્થામાં સંયમજીવન અંગીકાર કર્યું હતું અને શાસનપ્રભાવક પં. શ્રી અમૃતવિમલજી મહારાજનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું. આગળ જતાં એમની ગ્યતા જોઈને તેમને ક્રમશઃ ગણિ અને પંન્યાસ પદ આપવામાં આવ્યું હતું. શાસનની મહાન પ્રભાવનાઓ કરતાં આ મહાપુરુષ ઈતિહાસના પાને અમર બની ગયા છે. એમના ચરણે દીક્ષિત થયા પછી મુનિશ્રી શાન્તિવિમલજી આગમિક અધ્યયનમાં પ્રવૃત્ત બન્યા અને સમયની સરિતાના વહેવા સાથે મુનિશ્રીએ ઘણું જ્ઞાન સંપાદન કર્યું. તેમની જ્ઞાનપ્રાપ્તિથી અને અનેકવિધ ગ્યતાઓથી આકર્ષાઈને તેમના ગુરુદેવ પં. શ્રી હિંમતવિમલજી મહારાજે રાજસ્થાનના ચાંદરાઈ મુકામે સં. ૧૯૯૭ના મહા સુદ ૬, ગુરુવારના પાવન દિવસે ગણિપદથી અને તે જ વર્ષના મહા સુદ ૧૦, રવિવારના શુભ દિવસે પંન્યાસપદના પ્રદાનથી શ્રી શાતિવિમલજી મહારાજને અલંકૃત કર્યા.
ગુરવિરહની વ્યથાઃ પં. શ્રી શાન્તિવિમલજી મહારાજની ગુરુસેવા અદ્દભુત હતી. તેઓ ગુનિશ્રાએ જ કાયમ માટે રહેતા, ગુરુશ્રીને પડ્યો બોલ ઝીલી લેતા. તેઓ ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવ્યા મુજબ “ઈગિયાકાર-સંપને” જ હતા. ગુરુનિશ્રાએ તેઓ ભારતભરમાં વિચર્યા. અનેક તીર્થોની યાત્રાઓ કરી. ગુરુશ્રીનાં તમામ કાર્યોમાં તેઓ પૂરક બની રહ્યા. સં. ૨૦૧૦માં તેઓ રામાનુગ્રામ વિહાર કરતા અમદાવાદ પધાર્યા. આ સમયે પં. શ્રી હિંમતવિમલજી મહારાજની વય ૧૦૭ વર્ષની થઈ હતી. આટલું દીર્ઘ આયુ ભેગવવાનું સૌભાગ્ય ઘણુ ઓછા મુનિવરેને મળ્યું છે. તેઓ આટલી જૈફ વયે પણ અપૂર્વ સમતાના ધારક હતા. છેવટ સુધી અપ્રમત્તપણે બધી ક્રિયાઓ કરતા. આવા મહાન પ્રભાવશાળી પંન્યાસપ્રવર શ્રી હિંમતવિમલજી મહારાજને સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૧૦ના દિવસે અમદાવાદના દેવાસાના પાડામાં આવેલા વિમલગચ્છના ઉપાશ્રયમાં સ્વર્ગવાસ થે. સકલ સંઘ આ પ્રસંગે શેકાતુર બને.
આચાર્યપદનો ભાર : ૫. શ્રી શાંતિવિમલજી મહારાજને આચાર્ય પદ ગ્રહણ કરવા માટે વારંવાર ભક્ત તરફથી વિનંતીએ થયા કરતી. સમુદાયના મુનિવરે, સાધ્વીજીએ પણ આ આગ્રહને બેવડાવતાં કિન્તુ તેઓ આચાર્યપદને ભાર સ્વીકારવા હંમેશાં ના જ પાડતા. પરંતુ છેવટે તેમણે આચાર્યપદ સ્વીકારવા માનવું પડ્યું. અને સં. ૨૦૨૦માં મહા માસની ૪ ને શનિવારે શ્રી ઉપરિયાળા તીર્થમાં હજારો માણસોની મેદની સમક્ષ પૂ. આ. શ્રી વિજ્યન્યાયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે તેમને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. અને આચાર્યપદ પ્રાપ્ત થતાં તેઓ આચાર્યશ્રી શાંતિવિમલસૂરીશ્વરજી નામે પ્રસિદ્ધિ પામ્યા.
વિહારનાં ક્ષેત્રે અને પરિવાર : પૂ. આચાર્યશ્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રાંતમાં વિહાર કર્યો છે. અનેક તીર્થોની યાત્રાઓ, અનેક પ્રતિષ્ઠાએ, સંઘયાત્રાઓ, તપ-ઉત્સવ આદિ શાસનહિતકારી અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. તેમના ઉપદેશથી પ્રતિબદ્ધ થઈને અનેક પુણ્યાત્માઓ એમનાં ચરણે દીક્ષિત થયા છે, જેમાં શ્રી દેવવિમલજી, શ્રી નરેન્દ્રવિમલજી,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org