________________
૫૩૮
શાસનપ્રભાવક
અદ્ભુત સ્વપ્ન જોયું : પિતે એક સ્થળે કંઈક પ્રવૃત્તિ કરી રહ્યા હતા, એવામાં કોઈ વેત વસ્ત્રધારી વ્યક્તિએ ત્યાં આવીને એક દીપક પ્રગટાવ્યું અને થોડા જ સમયમાં તે દીપક સ્વયં તે સ્થળેથી અલેપ થઈ ગયે. આવું સ્વપ્ન જોઈને તેઓ જાગી ગયા અને તેનું રહસ્ય વિચારવા લાગ્યા. તે જ દિવસે તેમના જૂના મિત્ર યતિવર્ય શ્રી વિવેકવર્ધન ત્યાં પધાર્યા. તેઓ મંત્રવિદ્યાના ઊંડા અભ્યાસી હતા. તેમને શ્રી લક્ષ્મીવિજ્યજીએ પિતાને આવેલ સ્વપ્નની વાત કરી. બાળક ક્ષેમચંદ્ર પણ બાજુમાં જ બેઠે હતે. તેની સામું જોતાં યતિશ્રી વિવેકવર્ધાને કહ્યું કે, “આ બાળક સાથે સ્વપ્નને કંઈક સંદર્ભ હોય એવું મારું માનવું થાય છે. છતાં કંઈ સ્પષ્ટ અર્થ નિત થઈ શકતો નથી.” શ્રી વિવેકવર્ધન થે સમય ત્યાં રહ્યા પછી વિદાય થયા ત્યારે શ્રી લક્ષ્મીવિજયજીએ ખાસ આગ્રહ કરીને બાળક ક્ષેમચંદ્રને તેમની સાથે વધુ વિદ્યાભ્યાસ માટે મક. શ્રી વિવેકવર્ધન પાસે મંડાર ગામમાં રહીને હેમચંદ્ર વધુ અભ્યાસ કર્યો.
યતિસંપ્રદાયમાં : પૂનામાં શ્રી ચારિત્રવિજયજી નામના યતિવર્યા હતા. તેઓ પ્રકાંડ વિદ્વાન અને મંત્રવિદ્યાના અજોડ જ્ઞાતા ગણાતા હતા. એક સમયે પિતાના મિત્ર પં. શ્રી વિવેકવર્ધન સાથે તેમની મુલાકાત થતાં બાળક ક્ષેમચંદ્ર તેમની નજરમાં આવ્યા. સામુદ્રિક વિદ્યાના બળે તેમને ક્ષેમચંદ્રમાં કંઈક વિશેષતા જણાઈ. તેમણે ક્ષેમચંદ્રને પિતાની સાથે મોકલવા પં. શ્રી વિવેકવર્ધનને આગ્રહ કર્યો. પં. શ્રી વિવેકવર્ધને સત્ય ઘટના જણાવી કે તેને લઈ જ હોય તે યતિ શ્રી લક્ષ્મીવિજયજીને મળવું પડે. કારણ કે તેમણે જ ક્ષેમચંદ્રને અભ્યાસ અર્થે પિતાની પાસે મૂક્યા છે. આ વાત જાણે શ્રી ચારિત્રવિજયજી આદર આવ્યા. શ્રી લક્ષ્મીવિજયજીને મળ્યા અને શ્રેમચંદ્રને પિતાની પાસે મોકલવા હાદિક આગ્રહ કરતાં કહ્યું : “મને બાળક ક્ષેમચંદ્રમાં અદ્ભુત તેજ દેખાય છે અને પૂનાની મારી ગાદી માટે હું આનામાં ઘણી યોગ્યતા જોઉં છું. જે તમે ક્ષેમચંદ્રને મારી સાથે મોકલે તે જે સમાજ ઉપર તમારે ઘણો ઉપકાર થશે.” શ્રી લક્ષમીવિજ્યજી પિતે યતિ હોવા છતાં નિઃસ્પૃહી હતા. વ્યક્તિના હિત અને અહિતને સમજી શકે તેવા વિવેકચક્ષુસંપન્ન હતા. તેમણે અત્યંત પ્રસન્નતાથી અને હાર્દિક આશીર્વાદ આપવાપૂર્વક શ્રેમચંદ્રને શ્રી ચારિત્રવિજયજી સાથે પૂના મોકલ્યા. પ્રાંતે એક દિવસ શ્રેમચંદ્રને યતિસંપ્રદાયમાં દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ યતિ શ્રી ક્ષમાવિજયજી રાખવામાં આવ્યું.
સાધનાના માર્ગો : શ્રી ક્ષમાવિજ્યજીની બુદ્ધિ તીવ્ર હતી. શ્રી ચારિત્રવિજયજી પાસે રહીને તેમણે વધુ ઊંડાણથી અધ્યયન કર્યું. તેઓશ્રીએ યતિ જીવનમાં આવશ્યક ગણાતા એવા આયુવેદ, તિષ આદિ વિષયોને અભ્યાસ કર્યો અને ધીરે ધીરે એમાં પારંગત બન્યા. શ્રી ચારિત્રવિજયજી પૂનાના ખ્યાતનામ યતિવર્ય હતા. પૂના, ગુડા અને અગવરીમાં તેમની ગાદી હતી. તેમની સમૃદ્ધિ પણ ઘણી વિશાળ હતી. આવકનાં સાધને પણ ઘણાં હતાં. આથી તેઓ એ બધી મિલકતના ગ્ય વારસદારની શોધમાં હતા, અને તેમની આ શોધ ક્ષેમચંદ્રની પ્રાપ્તિ પછી સફળતામાં ફેરવાઈ હતી. ક્ષેમચંદ્રને પામીને તેઓ ઘણા પ્રસન્ન હતા. વધુ પ્રસન્નતાની વાત તે એ હતી કે શ્રી લક્ષ્મીવિજયજી મહારાજે પણ ઉદારતા દાખવીને શિષ્ય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org