________________
શ્રમણભગવત-૨
૫૩૭
સરળતા અને સૌમ્યતા, ઔદાર્ય અને ધર્મના ધારક યોગીરાજ પૂ. આચાર્યશ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મહારાજ
જન્મવું, જીવવું અને મરવું- એ જગતનો સર્વસામાન્ય નિયમ છે. પરંતુ જન્મીને જે જીવી જાણે છે, જીવીને જે મરી જાણે છે તે ઇતિહાસમાં અમર બની જાય છે, જગત એને વંદન કરે છે. આવી વિરલ વિભૂતિ પૂજ્ય આચાર્યશ્રી શાંતિવિમલસૂરિજી મહારાજને જન્મ સં. ૧૯૫૯ના ભાદરવા સુદ પાંચમે રાજસ્થાનના ઐતિહાસિક જાલોર જિલ્લાના જેતૂનગરમાં થયે હતો. તેમના પિતાનું નામ માલદેવજી અને માતાનું નામ યમુનાદેવી હતું. તેઓ ધર્મપરાયણ, ભદ્રપરિણામી, સમાધાનપ્રિય અને પ્રામાણિક હતા. તેમને ધર્માદેવી, ઉમાશંકર અને ક્ષેમચંદ્ર નામે ત્રણ સંતાન હતાં. એ સંતાનના આનંદકિલેલથી તેમનું ઘર ભર્યું –ભર્યું હતું, એવામાં કુદરતની કેઈ અકળ લીલા કે પિતા માલદેવજી અને માતા યમુનાદેવી શૈડા દિવસના અંતરે જ એકાએક સ્વર્ગવાસી બન્યાં. પરિણામે ત્રણ સંતાને નિરાધાર થઈ ગયાં. આ વાતની જાણ નજીકના આજોદર ગામમાં બિરાજતા યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજીને થઈ. શ્રી લાલવિજયજીના બીજા નામે પણ ઓળખાતા આ યતિવર્ય શ્રી અદ્ભુત પ્રભાવશાળી હતા. પિતે કરેલ વિશિષ્ટ સાધનાઓને કારણે રાજસ્થાનમાં એમની ખ્યાતિ “સમર્થ ચમત્કારી મહાત્મા” તરીકે હતી. આ યતિશ્રી સાથે શ્રી માલદેવજીને ઘનિષ્ઠ સંપર્ક હતો. આથી યતિશ્રીએ ત્રણે બાળકને પિતાને ત્યાં બેલાવી લીધાં અને એમની બધી જવાબદારી પિતાની ઉપર લઈ લીધી. આમ, કેટલેક સમય વીતતાં શ્રી માલદેવજીની પુત્રી ધર્માદેવીને તેના મામા પિતાની સાથે પિતાના ઘેર લઈ ગયા, ઉમાશંકરને તીર્થયાત્રાની ભાવના થતાં તેઓ તીર્થયાત્રાએ ગયા અને ક્ષેમચંદ યતિવર્ય પાસે રહ્યા.
ત્રીજા અને સૌથી નાના સંતાન ક્ષેમચંદ્ર યતિશ્રી પાસે આવ્યા ત્યારે તેમની વય માંડ સાત વર્ષની હતી. નાની વય હોવા છતાં તેમની બુદ્ધિપ્રતિભા અદ્ભુત હતી. ગુરુદેવ તેમને જેટલે પાઠ આપતા તે સાંજ સુધીમાં સંપૂર્ણ તૈયાર કરી લેતા. અને જાણે ઘણાં વર્ષોથી આવડતું હોય તેમ બીજી સવારે યતિજીને સંભળાવતા. આ યતિવર્યના બીજા એક શિષ્ય યતિશ્રી રાજવિજયજી હતા. તેઓ ગુરુશ્રીની મૂળ ગાદી જ્યાં હતી તે ચાંદરાઈ ગામમાં રહેતા હતા. હેમચંદ્રની વય નાની હોવાથી તેના મનને આનંદ થાય, નવું નવું જોવા-જાણવા મળે અને એ બહાને હરવા-ફરવા મળે એવા આશયથી શ્રી લક્ષ્મીવિજયજીએ ક્ષેમચંદ્રને ચાંદરાઈ મોકલ્યા. ત્યાં પણ કેટલોક સમય રહીને ક્ષેમચંદ્ર અધ્યયનમાં પ્રવૃત્ત રહ્યા. આ સમય દરમિયાન તેમણે પ્રતિકમણનાં સૂત્ર અને જીવવિચારાદિ પ્રકરણોને અભ્યાસ પૂર્ણ કર્યો અને ધીરે ધીરે યતિશ્રીની કૃપાના બળે સંસ્કૃત ભાષાને અભ્યાસ શરૂ કર્યો. દરમિયાન તેઓ થોડો સમય માટે ચાંદરાઈથી આજે દર ગુરુશ્રી પાસે રહેવા આવ્યા.
એક વાર રાત્રે યતિશ્રી લક્ષ્મીવિજયજી નિદ્રા લઈ રહ્યા હતા, ત્યારે મોડી રાત્રે તેમણે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org