________________
૧૩૬
શાસનપ્રભાવક
વ્યાખ્યાન-વાચસ્પતિ, પરમ શાસનપ્રભાવક, સચ્ચારિત્રચડામણિ
પૂ. આચાર્યશ્રી રંગવિમલસુરીશ્વરજી મહારાજ
પૂ. પંન્યાસશ્રી દયાવિમલજી ગણિવર્યશ્રીના પ્રશિષ્ય પૂ. પં. શ્રી મુક્તિવિમલજી ગણિ વિમલશાખાના મહાન શાસનપ્રભાવક, સકલ સિદ્ધાંતવાચસ્પતિ અને પ્રસિદ્ધ પ્રવચનકાર હતા. તેમના શિષ્યરત્ન–આદ્ય પટ્ટાલંકાર પૂ. આચાર્યશ્રી રંગવિમલસૂરીશ્વરજી મહારાજ પણ એવા જ એક મહાન ધર્મપ્રભાવક અને પ્રખર પ્રવચનકાર હતા. તેઓશ્રીની પ્રેરણાથી પાટણ, અમદાવાદ આદિ અનેક સ્થળોએ વૈવિધ્યપૂર્ણ અને વિશિષ્ટરૂપે શાસનપ્રભાવક કાર્યો અને અનુષ્ઠાને જાયાં હતાં. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉઘાપન, ઉપધાન, દિક્ષા-પદ-પ્રદાન, યાત્રા સંઘ અને વિવિધ પ્રસંગે પાર ઓચ્છવ–મહેન્સે પણ ભવ્યાતિભવ્ય અને ચિરસ્મરણીય રીતે સુસમ્પન્ન થયા હતા. પૂજ્યશ્રીના જ્ઞાન-ધ્યાન-તપ-જપ-ઉપદેશ અને પ્રવચનવાણું તેમ જ સંયમજીવનની ઉત્કૃષ્ટ સાધના અને પરોપકારની પ્રબળ ભાવનાના બળે વિમલશાખાને પ્રભાવ પણ સારે એ વિસ્તર્યો હતો. પૂ. આ. શ્રી રંગવિમલસૂરિજી મહારાજના એક શિષ્યરત્ન પૂ. આ. શ્રી કનકવિમલસૂરીશ્વરજી મહારાજ પણ એવા જ પરોપકારી, શાસનપ્રભાવક અને સંયમના ઉત્કૃષ્ટ સાધક હતા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૬૨માં અમદાવાદમાં થયે હતો. વીસ વર્ષની યુવાનવયે સં. ૧૯૮૨માં અમદાવાદમાં જ દીક્ષા ગ્રહણ કરી હતી. સં. ૨૦૧૮માં વીસનગરમાં ગણિપદથી અને અમદાવાદમાં પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સં. ૨૦૨૦માં પાટણમાં મહામહોત્સવપૂર્વક અનેરા ઉલ્લાસ વચ્ચે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા.
તેઓશ્રીને શિષ્ય સમુદાયમાં મુનિશ્રી પુણ્યવિમલજી મહારાજ, મુનિશ્રી હર્ષવિમલજી મહારાજ, મુનિશ્રી હેતવિમલજી મહારાજ, મુનિશ્રી મુનીન્દ્રવિમલજી મહારાજ આદિ હતા. તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉદ્યાપન, દીક્ષા આદિ પ્રસંગો અને વિવિધ ધર્માનુષ્ઠાને તથા ધર્મોદ્યોતનાં વિશાળ કાર્યો સુસમ્પન્ન થયાં હતાં. સંયમજીવનને તપ અને જ્ઞાનના પ્રભાવથી પોપકારી બનાવ્યું હતું. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીથી અને જેન-જૈનેતરે પ્રતિબંધિત બન્યા હતા. પૂ. આ. શ્રી કનકવિમલસૂરિજી મહારાજને સ્વર્ગવાસ સં. ૨૦૧૮ના પિષ સુદ ૭ને દિવસે અમદાવાદ–દેવશાના પાડે વિમલગચ્છના ઉપાશ્રયે સમાધિપૂર્વક થયે હતે. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં હજારો ભાવિકે અને સેંકડો આગેવાનો જોડાયા હતા. એવા એ સમર્થ સૂરિવરને ભાવભીની હાર્દિક વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org