________________
પ૩૪
શાસનપ્રભાવક
સં. ૧૯૨૬ના ભાદરવા વદ ૩ને દિવસે પૂજ્યશ્રીને પક્ષઘાતની અસર વધી. નવકારમંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રી સૂર્યસમાન જ્ઞાનકિરણ દ્વારા જગતને પ્રકાશિત કરતા, જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગમય જીવન જીવીને સ્વનામધન્ય બની ગયા. પૂ. ગણિવર્ય શ્રી હિંમતવિમલજી, શ્રી હંસવિમલજી, શ્રી શાન્તિવિમલજી, શ્રી પ્રેમવિમલજી, શ્રી ન્યાયવિમલજી, શ્રી રત્નવિમલજી, શ્રી દેવવિમલજી, શ્રી નરેન્દ્રવિમલજી, શ્રી ગૌતમવિમલજી, શ્રી પ્રદ્યુમ્નવિમલજી આદિ કિરણો દ્વારા વિમલગચ્છને સદાય દેદીપ્યમાન રાખી જનારા પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં કોટિ વંદના!
( સંકલનઃ પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ )
સદ્દધર્મોપદેષ્ટા, દીર્થ તપસ્વી, સિદ્ધગિરિયાત્રાના પરમ
ઉપાસક, અનુગાચાર્ય પૂ. પંન્યાસશ્રી હિંમતવિમલજી ગણિવર્ય
ભારતવર્ષની મહાન ધર્મભૂમિ, તીર્થભૂમિ, કર્મભૂમિ અને વીરભૂમિ તે રાજસ્થાન, તેમાં સિરોહી નામની ભવ્ય જિનાલયેથી શેભતી નગરીમાં શ્રેષ્ઠી શ્રી ઝવેરચંદજીનું ધર્મપ્રેમી કુટુંબ વસતું હતું. તેમને હુકમચંદ નામે પુત્ર હતું અને દિવાળી નામે ગુણિયલ પુત્રવધૂ હતી. કુટુંબ ધર્મપરાયણ, સદ્ગુણાનુરાગી, સુખી અને પ્રતિષ્ઠિત હતું. સં. ૧૯૦૩ ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ના શુભ દિને દિવાળીબેનની રત્નકુક્ષિએ એક પુત્રરત્નને જન્મ થયે. હીરા સમાન દેદીપ્યમાન પુત્રનું નામ હીરાચંદ રાખ્યું. બાળક હીરાચંદ ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામવા લાગે. વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક અભ્યાસ અને પ્રભુભક્તિ, ધર્મક્રિયા અને તપસ્યાદિ ધર્મ પ્રવૃત્તિમાં પણ એટલે જ રસ તેને પડવા લાગ્યો. પ્રસંગોપાત્ત સાધુસત્સંગ અને ધર્મદેશનાથી તેનું મન ધર્મભાવનાથી વધુ ને વધુ રંગાતું ગયું અને ત્યાગ વૈરાગ્યને એ ઝંખી રહ્યું. પણ માતાની મમતા એને રોકી રહી. એવામાં માતા દિવાળીબહેનની તબિયત બગડી. અનેક ઉપચારો છતાં સૌને વિલાપ કરતાં મૂકી એ સદાને માટે ચાલ્યા ગયા. હાલસોયી માતાના વિયેગથી હીરાચંદ દુઃખી દુઃખી થઈ ગયા. પિતા હુકમચંદ તે આ વસમો આઘાત સહન કરી ન શક્યા ને પુત્રને ધામધૂમથી દીક્ષા અપાવવાની ભાવના સેવતાં સેવતાં વર્ષના અંતરે એ પણ ચાલ્યા ગયા. હીરાચંદને માતાપિતાને વિયેગ અસહ્ય થઈ પડ્યો. પણ ધમી જીવ આખરે ધર્મને શરણે થવા ગુરુની શોધમાં ચાલી નીકળ્યા.
આબુ-દેલવાડા તીર્થની યાત્રા કરી પાલનપુર આવ્યા. ત્યાં અનુગાચાર્ય શ્રી અમૃત વિમલજી મહારાજ બિરાજમાન હતા. તેઓશ્રીની વ્યાખ્યાનવાણી સાંભળી એ આનંદવિભેર બની ગયા. વ્યાખ્યાન પૂરું થયે પિતાની સઘળી કથની કહી અને દીક્ષાની ભાવના વ્યક્ત કરી. હીરાચંદની ઊંડી ધર્મશ્રદ્ધા તથા ત્યાગ-વૈરાગ્યની દઢ ભાવના અને યોગ્યતા જાણી પૂજ્યશ્રીએ સં. ૧૯૨૫ ના માગશર સુદ ૩ને દિવસે, કુટુંબીજને અને પાલનપુર શ્રીસંઘ દ્વારા આયોજિત મહત્સવપૂર્વક,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org