________________
શ્રમણભગવંતે-૨
પ૩૩ માટે નિશાળે બેસાડ્યા. સાથોસાથ અગણિત જિનાલયે-ઉપાશ્રયેથી શોભતા આ શહેરમાં પ્રભુદર્શન, પ્રભુભક્તિ, સાધુભગવંતેને સમાગમ, વૈયાવચ્ચ, સામાયિક, પ્રતિક્રમણ આદિ દ્વારા ધાર્મિક સંસ્કારનું પણ સિંચન થતું. શિક્ષણ બાદ અમરચંદ ધંધામાં લાગી ગયા. એવામાં, અમરચંદની યુવાનીમાં જ પિતાની છત્રછાયા ચાલી ગઈ. અમરચંદને ખૂબ આઘાત લાગે. સંસાર પરથી મન ઊતરી ગયું, વૈરાગ્યભાવના દઢ બની. પિતાના આત્મશ્રેયાર્થે ચૈત્યેના જીર્ણોદ્ધાર, જ્ઞાનવૃદ્ધિ માટે પાઠશાળા, ઉપાશ્રય આદિ ધર્મક્ષેત્રે ધનનો સદુપયોગ કરી પિતાની ધર્મભાવનાને પરિચય આપે. સંસારની અસારતા વસી ગઈ હતી. શ્રમણધર્મને સ્વીકાર કરવાની ઝંખના જાગી હતી, તેથી સ્વ-ગુરુની શોધમાં આગ્રાથી ગુજરાતના રાજનગર–અમદાવાદ આવ્યા. સાથે લઘુબંધુ શકુનરાજ પણ હતા.
રાજનગરમાં દેવશાના પાડાના ઉપાશ્રયમાં પૂ. શ્રી દયાવિમલજી ગણિવર્ય બિરાજમાન હતા. બંને ભાઈ એ પૂજ્યશ્રીના સમાગમમાં આવ્યા. તેમની દઢ ધર્મભાવના અને વૈરાગ્યભાવના સાથે યોગ્યતા જાણું પૂ. ગુરુદેવે સં. ૧૯૧૮ના માગશર સુદ ૩ને દિવસે દીક્ષા પ્રદાન કરી. અમરચંદને મુનિશ્રી અમૃતવિમલજી અને શકુનરાજને મુનિશ્રી સુમતિવિમલજી નામે ઘેષિત કર્યા. દીક્ષા ગ્રહણ કરીને નવદીક્ષિત મુનિવરોએ વ્યાકરણ, કાવ્ય, કેષ, ન્યાયાદિ ગ્રંથનું ગહન અધ્યયન કર્યું. અલ્પ સમયમાં પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાથી માગધી ભાષામાં ગણધર વડે ગુંફિત ૪૫ આગમનું જ્ઞાન ગ્રહણ કર્યું. મુનિશ્રી અમૃતવિમલજી મહારાજે પ્રથમ ત્રણ ચાતુર્માસ અમદાવાદમાં જ કર્યા. ત્રીજ ચાતુર્માસ વખતે પગથિયાના ઉપાશ્રયે પ૦૦ની સંખ્યામાં સિદ્ધિતપને મહોત્સવ કરાવ્યું હતું. ત્યાર બાદ તેઓશ્રી ગુજરાત અને રાજસ્થાનનાં નગર-ગ્રામમાં વિહાર કરીને ઘણેરાવ પધાર્યા. ત્યાં સુવિશુદ્ધ ચારિત્રધારી પૂ. શ્રી હેતવિજયજી ગણિવર્યે શ્રીસંઘની વિનંતીથી પૂજ્યશ્રીને ગણિપદ પ્રદાન કર્યું. ત્યાંથી વિહાર કરીને પૂજ્યશ્રી સૌરાષ્ટ્રનાં નગરોમાં પધાર્યા. શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી. ત્યાંથી કેસરિયાજીની યાત્રા કરી, ફરી રાજનગર પધાર્યા. ત્યાં માસક્ષમણ તપ કર્યું. તપની અનુમોદનાથે શ્રીસંઘે અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. રથયાત્રા વખતે વાદળઘેર્યા આકાશમાંથી પૂજ્યશ્રીના કહેવા પ્રમાણે એક ટીપું પણ ન પડ્યું ત્યારે શ્રીસંઘ આ ચમત્કારથી અત્યંત પ્રભાવિત થઈ ગયે હતા! આ જ રીતે, ઊંઝાના ચાતુર્માસ વખતે વ્યાખ્યાનમાં મુહપત્તિને હાથમાં લઈ મસળતાં જોઈ શ્રાવકેએ પ્રશ્ન કર્યો ત્યારે કહ્યું કે, સિદ્ધગિરિ પર શ્રી રાષભદેવના પ્રાસાદમાં દીપશિખા વડે ભળતા ચંદરવાને ઠારું છું. શ્રાવકોએ તુરત તપાસ કરાવી તે વાત સાચી નીકળી. સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા! ત્યાંથી રાજનગર પધાર્યા અને વેદનીય કર્મના ઉદયે પક્ષઘાતને વ્યાધિ થયે. કર્મચનાને વિદારતા, તપાચરણ કરતાં સાધુસાધ્વીજી અને સુશ્રાવકેની સેવામાં ૨૦ વર્ષ સુધી આ વ્યાધિને સમતાભાવે સહેતા રહ્યા. સ્વજીવનની સ્વાધ્યાયપ્રીતિ અને તપપ્રભાવને પરિણામે સકળ સમુદાયમાં અભુત સંયમશિસ્ત વ્યાપી હતી. તેઓશ્રી પિતાના સમયના સમર્થ આગમાભ્યાસી, સુચારિત્રવાન અને તેજસ્વી ગણિવર્ય હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન, ઉદ્યાપન, આગમવ્રતે, વરસીતપ, યાત્રાઓ આદિ અનેક ધર્મકાર્યો વિશિષ્ટ રીતે થયાં હતાં. પૂજ્યશ્રીએ સ્તવને, પદ આદિ પણ રચ્યાં હતાં.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org