________________
૫૩૨
શાસનપ્રભાવક
વિમલશાખાના ગૌરવવંતા અને જિનશાસનના પ્રભાવક
પૂ. પંન્યાસશ્રી યાવિમલજી ગણિવર્ય
ભારતવર્ષમાં મભૂમિ પ્રાચીન તીર્થભૂમિ છે. તેમાં પાલીનગર પાસે ગોવિંદલા ગામમાં શ્રેષ્ઠીવર્ય શ્રી મેઘાજીનાં ધર્મપત્ની લાધીબહેનની રત્નકુક્ષિએ સં. ૧૮૮૬ના આસો સુદ ૧૦ (દશેરા)ને દિવસે એક પુત્રને જન્મ થયે. દેવ જેવા પુત્રનું નામ દેવાજી રાખ્યું. પ્રાથમિક શિક્ષણ વતનમાં લઈને દેવાજી ધંધાર્થે મોટાભાઈ સાથે મુંબઈ આવ્યા. મુંબઈથી ઘેઘાવાળા અમરચંદ માલજીએ કાઢેલ સિદ્ધાચલજી તીર્થના યાત્રા સંઘમાં તેઓ જોડાયા અને પૂ. પં. શ્રી કલ્યાણવિમલજી મહારાજના પરિચયમાં આવ્યા. સં. ૧૯૦૬માં પૂ.પં. શ્રી દાનવિમલજી મહારાજનું ચાતુર્માસ મુંબઈ થયું અને તેઓશ્રીના સંસગે દેવાજીની વૈરાગ્યવૃત્તિ દઢ બની. સં. ૧૯૦૮ના વૈશાખ સુદ ૯ ને દિવસે સુરતમાં ધામધૂમથી દીક્ષા લઈને શ્રી દયાવિમલજી નામે જાહેર થયા. સં. ૧૯૧૭માં ભાવનગરમાં પૂ. મણિવિજયજી દાદા પાસે ભગવતી સૂત્રનાં યોગદહન કર્યા અને ગણિપદ પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ સં. ૧૯૨માં વૈશાખ સુદ પાંચમે શ્રી સૌભાગ્યવિજયજી (ડહેલાવાળા)ના વરદ હસ્તે પંન્યાસપદ પ્રાપ્ત કર્યું.
પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર સમગ્ર સૌરાષ્ટ્રનાં નાનાંમોટાં નગર-ગ્રામે રહ્યાં. તેઓશ્રીએ પાલીતાણામાં એક મંડળની સ્થાપના કરાવી, જે આજે પણ નાની ટેળી તરીકે ઓળખાય છે. સં. ૧૯૨૩માં શ્રી મૂલચંદજી મહારાજ આદિ ૨૨ સાધુઓને જેગ કરાવ્યા. ત્યાંથી ગુજરાતનાં ગ્રામ-નગરમાં વિચર્યા. અનેક ભવ્યાત્માઓને દીક્ષા આપી. અનેક મુનિવરોને જેગ કરાવી ગણિપંન્યાસપદે આરૂઢ કર્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક તપશ્ચર્યાઓ અને શાસનપ્રભાવક ધર્મકાર્યો સુસંપન્ન થયાં. સં. ૧૯૫૯માં શ્રાવણ માસમાં તેઓશ્રીને પક્ષઘાત થયા. સં. ૧૯૬૨ના જેઠ વદ ચોથના દિવસે અમદાવાદમાં પૂજ્યશ્રી પોતાના શિષ્ય-પ્રશિષ્ય અને અગણિત ભાવિ કે વચ્ચે, નવકારમંત્રનું શ્રવણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ગુજરાતભરમાંથી અગણિત ભક્તજને અંતિમ દર્શનાર્થે ઊમટી પડ્યા, અને અંતિમ યાત્રામાં ભાગ લીધે. પૂજ્યશ્રી ૭૬ વર્ષનું આયુષ્ય ભેગવી, ૫૪ વર્ષની દીક્ષા પર્યાયમાં અનેકવિધ શાસનપ્રભાવના પ્રવર્તાવી અમર થઈ ગયા. એવા એ ગૌરવવંતા સાધુવરને કેટ કેટિ વંદના! (સંકલન : પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ)
ધર્મ ધુરંધર–શાસ્ત્રવિશારદ પૂ. ગણિવર્યશ્રી અમૃતવિમલજી મહારાજ
પૂજ્યશ્રીની જન્મભૂમિ રિદ્ધિસિદ્ધિયુક્ત આગ્રા શહેર. આ શહેરની વાણિયાવાડમાં રહેતા શ્રેણી વીરસેનનાં શીલવંતાં ધર્મપત્ની રાજકુમારીની કુક્ષિએ સં. ૧૮૯૮ના વૈશાખ સુદ ૧૧ને શુભ દિવસે, પૂર્વનિર્ધારિત સુસ્વપ્નના ફળસ્વરૂપ એક પુત્રરત્નને જન્મ થયો. અપૂર્વ કાંતિવાન એ પુત્રનું નામ અમરચંદ રાખ્યું. કુમાર અવસ્થા પ્રાપ્ત થતાં અમરચંદને વ્યાવહારિક શિક્ષણ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org