________________
શ્રમણભગવત-૨
૫૧૩
સંપાદિત અને પ્રકાશિત કરીને મુનિશ્રી દીપવિજયજીએ અને મુનિશ્રી યતીન્દ્રવિજયજીએ પિતાની અપ્રમત્ત કુશળતા અને સુગ્ય સંપાદનત્વને પણ પરિચય આપ્યો છે. સં. ૨૦૧૪માં શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ અર્ધશતાબ્દી ઉત્સવ આપશ્રીની પ્રેરણાથી જ શ્રી મેહનખેડા તીર્થ ઉપર ઊજવાયે. ત્યાર પછી અનેક ભાવિકે ગુરુમહિમાથી ખૂબ ખૂબ લાભાન્વિત થયા. પૂજ્યશ્રીની નિશ્રામાં જુદાં જુદાં તીર્થસ્થાનેના આઠ યાત્રા નીકળ્યા. સ્વતંત્રપણે મુનિમંડળ સાથે ૧૫ વખત તીર્થયાત્રાઓ કરી. છ વખત ઉપધાનતપ કરાવ્યાં અને ૪૫ પ્રતિષ્ઠા–અંજનશલાકાઓ સંપન્ન કરાવી સં. ૨૦૧૭ના પિષ સુદ ૩ને દિવસે મેહનખેડામાં સ્વર્ગવાસી થયા. ત્યાં જ અંતિમવિધિ કરવામાં આવી અને છત્રી બનાવીને તેઓશ્રીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી. એવા પૂ. આચાર્યશ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજને ટિશ વંદના! (સંકલન : “રાજેન્દ્રતિ માંથી સાભાર).
જ્ઞાન અને ક્રિયામાં અવિરત જાગરૂક પૂ. આચાર્યશ્રી વિદ્યાચંદ્રસૂરીશ્વરજી મહારાજ
મારવાડની મનમેહક ભૂમિ! જ્યાં શૂરવીર, દાનવીરો, ધર્મવીર ઉજજવલ પરંપ સજી ગયા. એ પરંપરાથી પ્લાવિત જોધપુર નગરમાં ધર્મ-કર્મથી પ્રતિષ્ઠિત અને વીરતા, ધીરતા, કુલીનતા અને સુશીલતાથી પ્રકાશિત રાષ્ટ્રકૂટ વંશમાં ગિરધારસિંહ રહેતા હતા. એમને ઘરે મુંદરા નામની ધર્મપ્રેમી સુશીલ નાર હતી. આ પ્રસન્નચિત્ત ધર્મધારી દંપતીને ત્યાં સં. ૧૯૯૫ના પિષ માસના શુકલ પક્ષની એકમને દિવસે એક તેજસ્વી બાળકને જન્મ થયો. માતાપિતાએ એમનું નામ બહાદુરસિંહ રાખ્યું. બાળક દિન-પ્રતિદિન વિકાસ સાધતે જતો હતું. પરંતુ લલાટે લખાયેલું કેઈ મિથ્યા કરી શકે ભલા ! એક બાજુ, બહાદુરસિંહે ખૂબ જ નાની વયે માતાપિતા ગુમાવ્યા તે બીજી બાજુ બાળકની ચિત્તવૃત્તિ સ્વાભાવિક જ ધર્મધ્યાન પ્રત્યે વધુ ને વધુ વળતી ગઈ. એમાં એક સુગ આવી પડ્યો : ભાઈ સાથે નીમચ નગરમાં આવેલા બહાદુરસિંહને પૂજ્ય ઉપાધ્યાય શ્રી મોહનવિજ્યજી મહારાજને ભેટ થઈ ગયે. પૂજ્ય ઉપાધ્યાયજી ત્યારે સંઘ વચ્ચે બિરાજીને વચનામૃતનું પાન કરાવતા હતા. ભાઈ કાળુસિંહ સાથે બહાદુરસિંહ પણ હતા. મુનિવરની દૃષ્ટિ બાળક પર પડી. ગુરુએ રત્નને પારખ્યું. કાળુસિંહે ઉદારભાવે ગુરુજીને કહ્યું કે, “હે ગુરુ ! આજની ધન્ય ઘડીએ આપ કૃપા કરો. શીલવંત
ગુરુ વિના જીવનને સૌભાગ્યપૂર્ણ કણ બનાવી શકે ? ” ગુરુજીએ બાળકને પારખી લીધે અને મુનિશ્રી યતીન્દ્રવિજયજી મહારાજના સાનિધ્યમાં રાખે. આગળ જતાં, સં. ૧૯૮૦ના જેઠ સુદ ૩ના સકળ સંઘના ઘેષ વચ્ચે બહાદુરસિંહને દીક્ષા આપવામાં આવી. પૂ. આચાર્યશ્રી વિજયભૂપેન્દ્રસૂરિજીના સાનિધ્યમાં મુનિશ્રી યતીન્દ્રવિજયજીના શિષ્ય રૂપે મુનિશ્રી વિદ્યાવિયજી નામ આપવામાં આવ્યું.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org