________________
પ૧૮
શાસનપ્રભાવક
પ્રભાવ પ્રસર્યો છે! તેઓશ્રી વિનમ્ર તે એટલા બધા છે કે તમે કેઈ ઉચ્ચ પદાધિકારી સામે બેઠા છે એ વાતચીત દરમિયાન તમને અનુભવ થાય જ! તેઓશ્રીનાં વચનમાં ગુરુજને પ્રત્યેની પ્રગાઢ શ્રદ્ધા, શ્રાવકે પ્રત્યે એવી જ સ્નેહસિક્ત આદરપૂર્ણ કોમળ વાણી, વિદ્વાને પ્રત્યે આદરભાવ, બુદ્ધિમાં અનાગ્રહની સાથે આસ્થા અવશ્યમેવ જોવા મળે. ક્યારેક કાંટા વગરનું ગુલાબ કે અવગુણ વગરની વિશિષ્ટ વિભૂતિ જોવા મળે છે. આચાર્ય શ્રી “મધુકર” એનું પ્રતીક છે. તેઓશ્રી એક રસસિદ્ધ સંત છે. એ અમૃતવર્ષે સાહિત્યમનીષીની સાથે સાથે યુવાન અને ઉંમરલાયક પેઢીઓ વચ્ચેની મહત્ત્વપૂર્ણ કેડી સમાન છે. તેઓશ્રી એક મનસ્વી સાધક છે અને ભક્તિભાવનામાં આપ્રાણ નિમગ્ન છે. તેઓશ્રી જીવન અને જગતના કુશળ પારખુ અને જેના તત્ત્વદર્શનની ગવેષણામાં અવિરામ કાર્યરત રહેવા પ્રગધમ મનીષી પણ છે. એમના વિશાળ સાહિત્યનું અધ્યયન કર્યા પછી જ એમની એક કુશળ પ્રવચનકાર, ચિંતક, કથાકાર, ભાગ્યકાર, જોતિષાચાર્ય, કવિ, ગીતકાર, સંપાદક, સંશોધક, ઇતિહાસવિદ્દ તરીકેની ભિન્ન ભિન્ન છબિઓનાં દર્શન થઈ શકે.
પૂજ્યશ્રીનું બહુપરિભાષી વ્યક્તિત્વ : ભાષ્યકાર ભાષ્યને અર્થ છે વ્યાખ્યા કરવી. ગૂઢ વાતને સ્પષ્ટ કરવી. મૂળ ગ્રન્થના રહસ્યને, ગૂઢ વાતોને વિવિધ વ્યાખ્યાઓ દ્વારા
કુટ કરનાર ગ્રંથને મૂળ ગ્રંથનું ભાષ્ય કહેવામાં આવે છે. આ સંદર્ભે ડો. મેહનલાલ મહેતાએ લખ્યું છે : “પ્રાચીનતમ જેન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાઓનું અત્યંત મહત્ત્વપૂર્ણ
સ્થાન છે. આ વ્યાખ્યાઓને પાંચ કેટિઓમાં વિભાજિત કરી શકાય ઃ (૧) નિયુક્તિઓ (નિજુત્તિ), (૨) ભાષ્ય (ભાસ), (૩) ચૂણિઓ (ચૂષિણ), (૪) સંસ્કૃત ટીકાઓ અને (૫) લોકભાષાઓમાં રચાયેલી વ્યાખ્યાઓ”. (જૈનસાહિત્યને બૃહદ્ ઇતિહાસ, ભાગ-૩, પ્રસ્તાવના પૃષ્ઠ ૭) પૂ. આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી “મધુકરે” કોઈ એક સૂત્ર–ગ્રંથ પર ભાષ્ય રચ્યું નથી, પરંતુ વિભિન્ન સૂત્રગ્રંથમાંથી કેટલાંક સૂત્રને પસંદ કરીને એની વ્યાખ્યાઓ પિતાની રીતે હિન્દીમાં રજૂ કરી છે, જેનાથી સામાન્યજન સૂત્ર-ગ્રંથ (આગમસાહિત્ય)નાં રહસ્યોને, ગૂઢતાને સરળતાથી આત્મસાત્ કરી શકે. એમણે ભગવાન મહાવીરને કયાં કહા?’ નામના ગ્રંથમાં (૧) ઉત્તરાધ્યયનસૂત્રમાંથી ૮૩ સૂત્ર, (૨) સૂત્રકૃતાંગ સૂત્રમાંથી પ સૂત્ર, (૩) આચારાંગસૂત્રમાંથી પ૩ સૂત્ર, (૪) દશવૈકાલિક સૂત્રમાંથી ૩૦ સૂત્ર, (૫) પ્રશ્નવ્યાકરણ સૂત્રમાંથી પ૬ સૂત્ર, (૬) સ્થાનાંગ સૂત્રમાંથી ૯ સૂત્ર, (૭) ભગવતીસૂત્રમાંથી ૨ સૂત્ર, (૮) અનુગદ્વારસૂત્ર, (૯) જ્ઞાતા ધર્મકથા, (૧૦) રાજપ્રશ્નીય સૂત્ર અને (૧૧) ઉપાસક દશા સૂત્ર-પ્રત્યેકમાંથી એક એક સૂત્ર લઈને તેની હિન્દીમાં વિસ્તૃત વ્યાખ્યાઓ આપી છે. આમ તે, આ ગ્રંથ પર પહેલાં પણ અનેક નિયુક્તિઓ, ચૂર્ણિ, ભાષ્યટકાઓ આદિ પ્રકાશિત થઈ ચૂક્યાં છે, પરંતુ એમણે કેટલાંક પસંદ સૂત્રને હિન્દીમાં નવીન ભાષા-શૈલીમાં વ્યક્ત કરવાને પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. તેઓશ્રીના “ભગવાન મહાવીરને ક્યા કહા? ” ગ્રંથમાં ઉધૃત નાનાં નાનાં ૨૫૦ સૂત્ર છે, જેને પાઠક સરળતાથી યાદ રાખી શકે છે. વિદ્વાજનો પિતાની અનુકૂળતા પ્રમાણે આ સૂત્રને ઉપગ પોતાના ભાષણમાં કે લેખોમાં કરી શકે છે. સૂત્રની સાથે એનું હિન્દી રૂપાંતર પણ આપવામાં આવ્યું છે, જેનાથી સૂત્રેના મૂળ અર્થ સમજાઈ શકે, અને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org