________________
પર
શાસનપ્રભાવક “પારસમણિ' અત્યંત કૃશકાય પુસ્તિકા છે, પરંતુ એમાં રહેલું ચિંતન રૂપી ધન અને તેની સન્માનપ્રેરક શક્તિને જોઈને આ પુસ્તકનું મહત્વ હજાર પૃષ્ઠના બૃહદ્ ગ્રંથ કરતાં પણ વધુ છે. વધારે કિંમત કોની હોય? પાંચ મણ માટીની ? કે પા તેલા સેનાની ?....આજને માનવી બાહ્ય-દશ્ય અને ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય તેમ જ અનુભવમાં સમાઈ શકે એવા જગતને જ સત્ય માનનારો ભૌતિકવાદી બની રહ્યો છે. એની દષ્ટિ માત્ર સ્વાર્થ પરાયણ અને સંકુચિત થઈ ગઈ છે, જેનાથી તેની આધ્યાત્મિક સુધા સર્વથા નષ્ટ થઈ ગઈ છે. ભાગ્યવશાત્ કઈ વિરલ આત્માઓની સુધા જાગ્રત રહે છે. પારસમણિ'નું અધ્યયન એવી વિરલ વ્યક્તિને આધ્યાત્મિક આનંદ પ્રદાન કરે છે.”
આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી—“મધુકર”ની ચિંતનધારા “જીવનમંત્ર” નામના પુસ્તકમાં મુખરિત થઈ છે. આ પુસ્તકમાં આ મુનિપુંગવે જીવનના વિશેના વિવિધ વિચારોને વિવેગથી વિશાળ રૂપ આપીને વિરાટ રૂપમાં જોવાને મનનીય પ્રયાસ કર્યો છે. એના આમુખમાં શ્રી હરિવિઠ્ઠલ ત્રિવેદીએ પિતાના વિચારો વ્યક્ત કરતાં લખ્યું છે : “જીવનમંત્ર” મુનિવરશ્રી જયંતવિજયજી—“મધુકર પ્રણીત દર્શન, ભક્તિ, કર્મ, જ્ઞાન, આદિનું વિચારમંથન છે. પુસ્તકપ્રણેતા વિદ્વાન કર્મમર્મજ્ઞ તે છે જ, ઉપરાંત સુકવિ, લેખક અને શ્રેષ્ઠ વક્તા પણ છે, એટલે વિચારેની ગહનતા સાથે ભાષાની પ્રાંજલતા, ભાવની પ્રૌઢતા તથા શૈલીની રમણીયતા અને સુબોધતા પણ આ પુસ્તકમાં દર્શનીય છે. આજના યુગમાં માનવજીવનમાં ભૌતિકવાદની ધૂન મચી છે ત્યારે ધાર્મિક, નૈતિક, આધ્યાત્મિક સાહિત્યની પૃહણીયતા સ્પષ્ટ પુરવાર થાય છે. મુનિશ્રીએ આ પુસ્તક દ્વારા સમાજ પ્રત્યેના કર્તવ્યને ઉદાર પરિચય કરાવ્યો છે. એમાં ચિંતન-મનન-વાચન અને પિતાના બારેક વર્ષના સાધુજીવન પર આધારિત રહેણી-કરણી, આચાર-વિચારને પ્રભાવિત કરનારી એવી વાતો છે કે જે ગૃહસ્થી, આરણ્યક, જૈન, અજેન, સ્ત્રી-પુરુષ, યુવાનવૃદ્ધ અને પ્રકૃતિજન–સર્વ વ્યક્તિઓ માટે શ્રેયસ્કર છે, જેઓ ધાર્મિક અને નૈતિક જીવનપંથે વળેલા છે. તેઓશ્રીએ પિતાના નિવેદનમાં લખ્યું છે : “જીવનને માત્ર જીવનની દ્રષ્ટિથી જ વ્યતીત કરનારા ઘણું હોય છે, પરંતુ જીવનની સાર્થકતાને સમજવાવાળાની સંખ્યા બહુ ઓછી હોય છે. એટલે આ જીવનને કેવી રીતે સફળ બનાવી શકાય એ વાત આ પુસ્તકનાં પાનાં ખેલીને, એને વાંચીને અને મનન કરીને હૃદયગ્રાહી કરવામાં આવે એવું મારું વિનમ્ર નિવેદન છે.” આ “જીવનમંત્ર” નામના પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ પણ છે. અનેક પાઠકે અને કેટલાયે વિદ્વાનોએ આ પુસ્તકને શ્રીમદ્ ભગવદ્ ગીતાની જેમ નિત્યપાઠ કરવા ગ્ય બતાવ્યું છે. ઉદાહરણર્થ એકાદ ઉદ્ધરણ જોઈએ: એમણે “જ્ઞાનદીપ’ શીર્ષક નીચે લખ્યું છે : “જ્ઞાનને દીપક જેના હાથમાં હોય છે તે કયાંય ગાથું નથી ખાતે. જેવી રીતે તરવાનું જ્ઞાન ધરાવતે માનવી ડૂબતો નથી, પરંતુ સમય આવ્યે ડૂબનારને તારવાની શક્તિ ધરાવે છે. પણ એ સમ્યક જ્ઞાન આત્મજ્ઞાન હોવું જોઈએ, ભૌતિક જ્ઞાન નહીં. વર્તમાન વિકટ છે, સંકટગ્રસ્ત છે, ઘેર વિપત્તિઓનાં વાદળ ઘેરાયેલાં છે. એનું એક માત્ર કારણ એ હેઈ શકે કે આત્મજ્ઞાનને અભાવ છે, અને ભૌતિક જ્ઞાનને પ્રભાવ છે.” શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહેવામાં આવ્યું છે કે,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org