________________
શ્રમણભગવંત-૨
પ૯ એટલાથી જ જે સૂત્ર વિશેની સ્પષ્ટતા ન થાય તે એમણે પિતાની સુબોધ, સરળ અને અલંકૃત ભાષામાં તેમ જ ઉપદેશાત્મક શૈલીમાં સૂત્રની વ્યાખ્યા કરી બતાવી છે. એમની સમજાવવાની રીત એટલી સરળ અને સ્પષ્ટ છે કે પાઠક તરત તે ગ્રહણ કરી શકે છે. ગ્રંથ એટલે રેચક છે કે એક વાર હાથમાં લીધા પછી પૂરો ન થાય ત્યાં સુધી મૂકવાનું મન થતું નથી. એમાં પાઠકની ઉત્સુકતાનું સતત ધ્યાન રાખવામાં આવ્યું છે. વિભિન્ન વિષયે સંબંધે સૂત્રે એકત્ર મળતાં હોવાથી આ ગ્રંથની એક બહુ મહત્વપૂર્ણ વિશેષતા છે. એની ગુજરાતીમાં “ભગવાન મહાવીરે શું કહ્યું?' નામથી બે આવૃત્તિ પ્રકાશિત થઈ છે. એવી જ રીતે, આચાર્યશ્રી દ્વારા લિખિત અન્ય ગ્રંથ છે “રાજેન્દ્રકેશ મેં અ” આ ગ્રંથમાં એમનાં ત્રીસ પ્રવચને સંગ્રહાયાં છે. એમાં એમણે માત્ર સૂત્રેની વ્યાખ્યાઓ જ નથી આપી, પરંતુ શબ્દોની પણ વિસ્તૃત વ્યાખ્યાઓ આપી છે, શબ્દોની વ્યુત્પત્તિઓ પણ આપી છે. એનાથી ગ્રંથની ઉપગિતા ખૂબ જ વધી ગઈ છે. ઉદાહરણાર્થ નિર્દેશ કરવાને બદલે એ ગ્રંથને પ્રત્યક્ષ પરિચય જ પૂર્ત નીવડશે.
ચિંતનકાર : કેઈ પણ સંતનું અનિવાર્ય લક્ષણ ચિંતન છે. ચિંતનના માધ્યમથી જ કઈ પણ સંત જ્ઞાનગંગા વહાવી શકે છે. “ચિંતન સ્વાધ્યાયશીલ મનુષ્યના જીવનની પ્રાણવાહિની નાડીઓ છે. ચિંતન જ્ઞાનગંગાના તરંગો છે, જેમાં પ્રાણીનાં પાપ, તાપ અને સંતાપ ધોવાઈ જાય છે...” દર્શનના સર્વ ભેદપ્રભેદ ચિંતનને અંતે જ પ્રકાશિત થાય છે. દર્શનપ્રધાન ચિંતન સંવાદ જન્માવે છે, જ્યારે મતાગ્રહજન્ય ચિંતન વિવાદ ઉભો કરે છે.” (ઉધૃત: ચિંતન કે આલેક મેં–દો શબ્દ : લે. શ્રી રમેશનિ) એ સાચું છે કે કઈ ચિંતન, કેઈ વિશિષ્ટ મત અંતર્ગત પિતાની ચિંતનધારા વહેતી મૂકે છે તે તેનાથી વિવાદ તે જન્મ જ, કારણ કે પિતાના મતને દઢ કરવા ચિંતક પિતાનું ચિંતન વ્યક્ત કરે છે અને બીજા વિરોધી મતાવલંબી ચિંતક પર ખંડનાત્મક ટિપણીઓ કરે છે, અને આ ખંડન–મંડનની ધારા આગળ જતાં વિવાદનું રૂપ લે છે. એટલે, ચિંતન મતાગ્રહને બદલે જનસમાજનું કલ્યાણ કરનારું હોવું જોઈએ, અંધકારમાં ભટક્તા જનસામાન્યને પથપ્રદર્શક હોવું જોઈએ. એ દૃષ્ટિએ આચાર્યશ્રી યંતસેનસૂરીશ્વરજી – મધુકર નું ચિંતક તરીકેનું રૂપ વિવાદ-અતાગ્રહથી મુક્ત છે. એમનાં પ્રવચનોનું અધ્યયન કર્યા પછી અધિકારપૂર્વક કહી શકાય કે એમનું પ્રવચન સ્વતંત્ર, નિભીક, સ્પષ્ટ, સરળ અને સુગ્રાહ્ય ચિંતનથી દીપ્તિમંત હોય છે. આ ઉપરાંત, તેઓશ્રીએ પિતાનું સ્વતંત્ર ચિંતન “જીવનમંત્ર” અને “પારસમણિ” નામક પુસ્તકમાં વ્યક્ત કર્યું છે. વળી, એમની ચિતનકણિકાઓમાંથી અગણિત હજી અપ્રકાશિત છે. “પારસમણિ” એક નાનકડું પુસ્તક અવશ્ય છે, પરંતુ આ લઘુ પુરતકમાં એમણે મણિઓની માળા ગૂથને પાઠકે સામે રાખી દીધી છે. આ ગાગર સમી પુસ્તિકામાં સાગર સમી ગહનતા અનુભવાય છે ! આ સંદર્ભે મુનિશ્રી ગુણસેનવિજયજીના શબ્દો ધ્યાનાર્હ છે: “પારસમણિ અતિ ઉપયોગી થઈ છે. પશુને માનવ અને માનવને મહામાનવ બનાવવામાં સહાયક પુરવાર થઈ છે. આ પુસ્તક હિન્દી અને ગુજરાતી–બંને ભાષામાં ઉપલબ્ધ છે. છે. કાંતિલાલ આચાયે “પ્રશસ્ત કદમ ”માં લખ્યું છે :
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org