________________
પરસ
શાસનપ્રભાવક
નગરના ઉદ્ધારક, સંધેાના સલાહકાર, પરમ યાગી સાધુવ પૂ. આ. શ્રી વિજયતીર્થે ન્દ્રસૂરીશ્વરજી મહારાજ
• ભીનમાલ
પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયતીર્થે ન્દ્રસૂરીશ્વરજી મહારાજના જન્મ સાગર નગરમાં સ’. ૧૯૪૮ના કારતક સુદ ૧૦ને શુભ દિને નાથુરામજી બ્રાહ્મણનાં ધર્મપત્ની લક્ષ્મીદેવીની કુક્ષિએ થયા હતા. તેમનુ જન્મનામ નારાયણ હતું. નારાયણે પ્રારંભમાં યતિજીવનમાં પ્રવેશ કર્યાં. ત્યાર બાદ સ. ૧૯૬૫માં અષાઢ સુદ ૧૦ને શુભ દિવસે પૂ. આ. શ્રી વિજયધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી અને મુનિશ્રી તીથે ન્દ્રવિજયજી તરીકે જાહેર થયા. ટૂંક સમયમાં વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ વિષયે પર ઊંડા અભ્યાસ કર્યાં. પૂજ્યશ્રીને સ. ૧૯૯૨ના સુદ બીજે શ્રી આણુજી તીર્થમાં આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા.
પૂજ્ય આચાર્યશ્રીએ આકરા ગામમાં મેહનલાલજીના સુપુત્ર માણેકલાલને સ. ૧૯૯૨ના મહા સુદ ૭ના દિવસે દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી લબ્ધિવિજયજી રાખવામાં આવ્યુ', પૂજ્યશ્રીએ જિનમદિરે, ગુરુમ'ક્રિશ, વાચનાલયા આદિનાં નિર્માણકાર્યો માટે પ્રેરણા આપી અને સતત પુરુષાર્થ કર્યાં. તેઓશ્રી સં. ૨૦૧૭ના ચૈત્ર સુદ પાંચમે બામણવાડા તી માં કાળધમ પામ્યા. સ. ૨૦૧૬ના મહા સુદ ૧૪ના દિવસે તેઓશ્રીના શિષ્ય શ્રી લબ્ધિવિજયજી તથા શ્રી કમલવિજયજી મહારાજે સમાધિમદિર બનાવરાવ્યું.
પૂજ્યશ્રી કલિકાલકલ્પ અભિધાન રાજેન્દ્રકાષના પ્રણેતા, અદ્વિતીય વિદ્વાન આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના તૃતીય પટ્ટધર આચાયૅ હતા. પૂજ્યશ્રીને ભીનમાલ શહેર પર વિશેષ પ્રીતિ હતી. પૂજ્યશ્રી ઉદારમના, ઉદ્ભટ વિદ્વાન, પરમ યાગી તથા પ્રખર વક્તા હતા. યેાગી મહાત્માની સરળતા, ઉદારતા અને તેજસ્વીતા તેઓશ્રીમાં સાકાર થઇ ઊઠી હતી. આ દેશનું એ લક્ષણ છે કે કોઇ મહાત્માની હયાતીમાં તેમની સાચી ઓળખાણ થતી નથી. પૂજ્યશ્રીનું પણ એવું જ થયું. તેઓશ્રીના સ્વવાસ પછી જ તેમની સાચી કદર થવા લાગી. ભીનમાલના સ`ઘેામાં સંપ, સહકાર અને સ્થિરતા કરવામાં પૂજ્યશ્રીએ ખૂબ જહેમત ઉડાવી. ભીનમાલની પ્રશ્નને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર શહેરના પુનઃ નગરપ્રવેશ કરાવ્યા એ ઘટના ભીનમાલના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ. સ. ૧૯૯૨ના કારતક સુદ ૧૩, ૧૪ અને ૧૫ના દિવસે આખુ શહેર ખાલી કરાવી, વિધિપૂર્વક પુનઃ પ્રવેશ કરાવ્યેા, જેથી આજે ભીનમાલની સમૃદ્ધિ કંઈક જુદી જ વિકાસશીલતા દર્શાવે છે. એવા એ પરોપકારી પૂજ્ય આચાય શ્રીને કોટિ કેડિટ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org