________________
શ્રમણભગવત-૨
પર૧
'युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु ।
સુરતવનાવવો હ્ય રોગો મવતિ ટુડવા II (૬-૧૭) " અર્થાત્, આ દુને હરનારે ગ યથાયોગ્ય આહાર અને વિહાર કરનારને તથા કર્મોમાં યથાગ્ય ચેષ્ટા કરનારને અને યથાયોગ્ય ઊંઘનારને અને જાગનારને જ સિદ્ધ થાય છે. આ વાતને જે સાધારણ શબ્દોમાં કહેવી હોય તો એમ કહેવાય કે, માણસે મર્યાદામાં રહેવું જોઈએ. બરાબર આવા જ પ્રકારનું ચિંતન “જીવનમંત્ર”માં “મર્યાદામાં રહ’ શીર્ષક નીચે આ પ્રમાણે છે: “માનવીએ એટલું બધું કાયર નહીં બનવું જોઈએ કે જેનાથી તે પિતાની સાધારણ કિયાએ પણ ન કરી શકે. એટલું વાચાળ ન બનવું જોઈએ કે જેથી લોકે એને વાચાળ માનીને જ એની ઉપેક્ષા કરે. એટલું ચૂપ પણ ન રહેવું જોઈએ કે જેનાથી લોકો એને મૂઓની પંગતમાં બેસાડી દે. એટલું ઉદાર પણ ન હોવું જોઈએ કે લેકે એની ઇજજતા લેવા સુધી પહોંચી જાય. એવી જ રીતે, “સુજ્ઞ કૌન?' નામક ચિંતન સહજ અને સરળ છે. એને વાંચીને આપ સ્વયં એ વિશે વિચારતા થઈ જાવ, અને સુજ્ઞ ન હ તે એવા બનવાને પ્રયત્ન કરતા થઈ જાવ. તેમાં જણાવ્યું છે કે, “આમ વાતવાતમાં મેં શું ચડાવો છે? વાત પૂછો, સમજો અને સમજાવે. પરંતુ આ નબળાઈને મેં ચડાવીને બમણ ન કરો. મેં ચડાવવાવાળે વૃદ્ધ માણસ સુજ્ઞ હોવા છતાં અજ્ઞાનીની પંગતમાં ચાલ્યા જાય છે. ખૂબ પ્રસન્નચિત્ત રહેવું જોઈએ. સર્વ વાત કહેવી જોઈએ અને જાણવી પણ જોઈ એ. નહિતર તમારી જિંદગી વ્યર્થ છે એમ સમજવું.' શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કંઈક આવું જ કહ્યું છે :
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते।
કરનારો ઘા વૃદ્ધઃ વર્ચતwતે છે (૨-૬ ) અર્થાત્ , એ નિર્મળતાથી સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે. અને પ્રસન્નચિત્ત માનવીની બુદ્ધિ સત્વરે સ્થિર થાય છે. આમ, આચાર્યશ્રીનાં “જીવન-સાધના ”, “નવકાર–આરાધના” જેવાં પુસ્તકોમાં પણ વિવિધ પ્રકારના ચિંતનને પામી શકાય છે. આચાર્યશ્રીની ચિંતનપરક સાહિત્યસૃષ્ટિ પર એક દષ્ટિ નાખીએ છીએ ત્યારે પ્રતીત થાય છે કે એમનું ચિંતન એક બાજુ ધર્મ અને દર્શનપ્રધાન છે અને બીજી બાજુ સમસામયિક સમાજને ઉચિત માર્ગદર્શન પૂરું પાડનારું છે. એમનું ચિંતન ચહુમુખી-બહુમુખી છે અને જીવનના ઉચિતઅનુચિતને બોધ કરનારું છે.
સુકવિ ગીતકાર : જેમણે આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી—“મધુકર”ના મુખે સસ્વર ગીત-કવિતા સાંભળી છે તે જાણે છે કે એમના સ્વરમાં કેટલા આલાપ અને મીઠાશ છે. એમ એમનાં કાવ્યમાં છંદબદ્ધ અને લયલાલપૂર્ણ રચનાઓ પણ છે. છંદબદ્ધ રચનાઓ કરવામાં તેઓશ્રી સિદ્ધહસ્ત છે. કાવ્યરચનામાં એક બાજુ નવા નવા શબ્દો પ્રજાયેલા જેવા મળે છે. નૂતન શબ્દપ્રયોગ તે ત્યાં સુધી જોવા મળે છે, શબ્દ માટે કાવ્યને પરિવર્તિત કરવાને બદલે શબ્દને જ કાવ્યને ઉપકારક રૂપ આપી દેવામાં એમની ચમત્કારિક પ્રતિભાનાં દર્શન થાય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org