________________
શ્રમણભગવંતો-ર
૫૨૩
કટીમાંથી પણ પાર ઊતર્યા છે. એમના દ્વારા રચાયેલાં. આ ભક્તિપરક કાવ્ય પર નહીં લખવાને બદલે એનું આકંઠ આસ્વાદન કરવાનું કહેવું જ ઉચિત લેખાશે. કવિતાનો સંબંધ હદય સાથે છે. કવિ અને ગીતકાર પિતાના સ્વભાવ અનુસાર અવકાશની ક્ષણેમાં કંઈ ને કંઈ ગણગણતા રહે છે અને એના આ ગણગણાટમાંથી જ કાવ્યકૃતિ નીપજી આવે છે. એવી રીતે સર્જાયેલું કાવ્ય હદયને ભાવ લઈને જન્મે છે. આચાર્યશ્રીનું “ચિરપ્રવાસી” મુક્તક કાવ્ય એ સુંદર સંગ્રહ છે. આ સંગ્રહનાં લગભગ બધાં જ મુક્તકે એમની દક્ષિણ ભારતની વિહારયાત્રા દરમિયાન જ રચાયાં છે, એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. આ સર્વ મુક્તક ઉપદેશપ્રધાન છે, એમાં જેનધર્મની માન્યતાઓનું સ્વાભાવિક નિરૂપણ થયું છે. મીરાંના પદ કે બિહારીના દુહાઓ પોતપોતાની રીતે પર્યાપ્ત છે, તેમ મુક્તક પણ સ્વતંત્ર કાવ્ય હોવું ઘટે. આચાર્યશ્રીના આ મુક્તકો પણ એવી જ રીતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. “ચિરપ્રવાસી માં સંગૃહીત આ મુક્તકેના વિષય તરીકે મેહ, માયા, ક્રોધ, લેભ, માન, અપમાન, ઈર્ષા, દ્વેષ, માનવ-ભવ, ધર્મ, કર્મ, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સુખદુઃખ, ષડયંત્ર, કાળ, મિત્રતા, ધીરજ, સગ, તૃષ્ણ, મેક્ષ, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જીવ, પરિષહ, આત્મકલ્યાણ, નિંદા, મૌન, પાપ-પુણ્ય, કષાય, જીવનમૂલ્ય, મર્યાદા, જ્ઞાન, સમિતિ મુક્તિ, ક્ષમા, નવકાર મહામંત્ર, તત્વચિંતન, આત્મા, લઘુતા, કરુણ, દયા, સંગઠન, શાન્તિ, વિનય, વાકચાતુર્ય, પ્રકૃતિ, ભાગ્ય, વચન, ઔષધ, સફળતા, અધિકાર, ચેતવણી, મેળા, ક્ષણિકતા, સદ્ભાવના, સંદેહનિવારણ, શબ્દ, બેલી, આત્મચિંતન આદિને સમાવેશ થયો છે. સહેજે અતિશયોક્તિ વિના કહી શકાય કે મુકતક કાવ્યમાં પણ ચિંતક-પ્રતિભાને સુભગ સુગ જોવા મળે છે. આ મુક્તક વાંચતાં વાંચતાં પાઠક સહેજે અટકતા નથી, પરંતુ કાવ્યરસમાં ડૂબી જાય છે અને ભક્તિભાવનામાં રસતરબોળ થઈ જાય છે. એ સાથે આ મુક્ત કે વાંચતાં વાંચતાં પાઠક આત્મનિરીક્ષણમાં પણ લાગી જાય છે, એ આ મુક્તકેના સર્જનની મહાન સફળતા છે. “ચિરપ્રવાસી માં સંગૃહીત મુક્તકેની ભાષા સહજ અને સરળ છે, ભાવગંભીર છે અને ક્યાંક ક્યાંક પ્રગટતી શબ્દચમત્કૃતિ આનંદિત કરે છે. વર્તમાન યુગમાં માનવી પિતાને સ્વાર્થ સાધવા માટે અનેક પ્રકારની મથામણ કરે છે. પરંતુ, શું આ વિશ્વમાં કેઈ સ્થાયી રૂપે રહી શકયું છે? આ મથામણ અને ઊઠબેસ પર એમણે અતિસુંદર લખ્યું છે.
કથાકાર : સંતે દ્વારા જ્યારે પ્રવચનપીયૂષની વર્ષા થાય છે ત્યારે તેઓશ્રી પિતાનાં કથનને કથાઓના માધ્યમથી સરળ અને સ્પષ્ટ બનાવતા રહે છે. એ સાચું છે કે આ નિરંતર સંવેદનશીલ ધરતી અને ગગનના શ્વાસોશ્વાસ વ્યાપક કથાઓના પરિચાયક છે. એટલે કથાની સંતૃમિ લેકોની શાશ્વત અને બહુમુખી અનુભૂતિઓ સાથે અનાદિકાળથી અભિવ્યંજિત થતી આવી છે. કથાસાહિત્ય અને જેન કથાસાહિત્યની પરંપરા અતિ પ્રાચીન છે. કેટકેટલા વેશપલટાઓ કરતી આ કથાઓ વૈદિક સાહિત્યથી માંડીને આજ સુધી પ્રવાહિત થતી આવી છે, થતી રહી છે. જેના કથાસાહિત્ય પણ એ જ વિશાળ અને બહુમુખી વિષય છે. આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી –મધુકરે પણ કથાના ત્રણ ગ્રંથ દ્વારા પિતાની સર્જકપ્રતિભાને અદ્ભુત પરિચય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org