________________
શ્રમણભગવંતે-૨
પર૫
યુગીન મૂલ્ય સંબંધી વિવેચન-વિશ્લેષણ જોવા મળે છે. એમણે ધર્મને કઈ સંપ્રદાય, મતવાદ કે રૂઢિના અર્થમાં ગ્રહણ કર્યો નથી. વસ્તુના સ્વભાવને જ ધર્મ માન્ય છે. જે રીતે જળનો સ્વભાવ શીતળતા છે, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, એવી રીતે આત્માને સ્વભાવ સાતા–વીરાગતા છે, અને એ સમતાભાવ આચાર્યશ્રીની વિશેષતા છે. જૈન મતાવલંબીઓમાં પર્વાધિરાજ પર્યુષણનું વિશેષ મહત્ત્વ છે. પર્યુષણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, સાંસ્કૃતિક ગરિમા, ધાર્મિક અનુષ્ઠાને સંબંધી એમણે સમયે સમયે પ્રવચને આપ્યાં છે. એમાંનાં કેટલાંક એમનાં પ્રવચન-સાહિત્યનાં પુસ્તકે—મંગલમય નવકાર, નમે મનસે, નમો તન, મનવા ! પલ પલ બીતી જાય વગેરે પ્રકાશિત પણ થઈ ચૂક્યાં છે. પ્રત્યેક ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીનાં સાન્નિધ્યમાં નવ દિવસ નવકાર આરાધનાનો વિશિષ્ટ કાર્યકમ થાય છે અને એમાં ભાગ લેવા દેશના ખૂણે ખૂણેથી આરાધકે આવે છે. આ ગાળામાં એમના પ્રવચને મુખ્યત્વે શ્રી નવકાર મહામંત્ર પર જ હોય છે. શ્રી નવકાર મહામંત્ર પર આમ તે એમનાં બીજા પ્રવચને છે જ, પરંતુ એમણે મદ્રાસ ચાતુર્માસ વખતે જે પ્રવચને આપ્યાં તે વિશિષ્ટ છે. આ પ્રવચનોમાં એમણે નવકાર મહામંત્રની મહત્તા પર વિશેષ પ્રકાશ પાડ્યો છે. એક એક શબ્દને શો પ્રભાવ હોય છે એ બધું ખૂબ વિસ્તારથી સમજાવ્યું છે. શ્રી નવકાર મહામંત્ર પર આવું સરસ વિલેષણ આજ સુધી ક્યાંય જોવા મળ્યું નથી. જે એમના આ પુસ્તક-નવકાર આરાધના ને કાળી કહેવામાં આવે તે અતિશયોક્તિ નહીં થાય. આ પુસ્તકમાં કુલ ૧૧ પ્રવચનો છે, અને આ ૧૧ પ્રવચનમાં એમણે ગાગરમાં સાગર ભરી દીધે. એમને પ્રવચન આપવા તરીકે જ નિકળે છે. પિતાના કથનને શાસ્ત્રીય પ્રમાણોથી પુષ્ટ કરવું અને દષ્ટાંતે દ્વારા સ્પષ્ટ કરવું એ એમની ખાસિયત છે. એનાથી સામાન્ય શ્રોતાને તાત્વિક ચર્ચા સહજગમ્ય બની રહે છે. કલાક-દોઢ કલાક-બે કલાક સુધી ચાલતા એમના પ્રવચનમાં શ્રોતા કંટાળતો નથી. વાણીની મીઠાશથી શ્રેતાનું મન મહાય છે. આવાં પ્રવચનનાં પુસ્તકે જિજ્ઞાસુઓનાં પથપ્રદર્શક બની રહ્યાં છે. નિયમિત પ્રતિવર્ષ ધાર્મિક શિક્ષણ શિબિરનું આયોજન અને શ્રી યતીન્દ્રજયંત જ્ઞાનપીઠનું સંસ્થાપન આપશ્રીની જ્ઞાનભક્તિનાં પ્રતીક છે.
સમાજસુધારક : કુરૂઢિઓમાંથી અને વ્યસનમાંથી સમાજને છોડાવવો એ તેનું કર્તવ્ય છે. આચાર્યશ્રીએ પણ અનેક સ્થાનના કલહને હટાવ્યા. એમનાં પ્રવચનમાંથી પ્રેરણા લઈને અનેકોએ વ્યસનત્યાગ કર્યા. રેવતા ચાતુર્માસ સમયે ૨૦૦ જેટલા હરિજનોએ મધ અને માંસને ત્યાગ કર્યો. આપનું પુસ્તક “જીવન ઐસ હૈ” પણ આ દિશામાં ઘણું ઉપકારક પુરવાર થયું છે. એમના નિબંધ મનુષ્યને પોતે જ યોગ્ય આચરણથી જીવતાં શિખવાડે છે. માનવી એ પ્રમાણે ચાલે તે પછી લડાઈ-ઝગડાને સ્થાન જ ન રહે! બકે, શાંતિ અને વિશ્વાસનું વાતાવરણ સર્જાય ! આ પુસ્તકમાં સેંકડો ગ્રંથમાંથી અવતરણો આપવામાં આવ્યાં છે. આવા ગ્રંથે કોઈ એક ધર્મને સ્પર્શતા નથી, સર્વધર્મ સમભાવયુક્ત હોય છે. પૂજ્ય આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ “મધુકર” ઉગ્ર વિહારી પણ છે. એક દિવસમાં ૩૦-૩૦, ૪૦૪૦ કિ. મી.ની પદયાત્રા કરી લેવી એ એમને સહજ છે. આજ સુધીમાં ૯૦ હજાર કિમી.ને વિહાર કરીને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ભારતમાં સર્વત્ર ધર્મપ્રચારનું કાર્ય કર્યું છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org