________________
પર
શાસનપ્રભાવક
આપે છે. મુખ્ય તે પીયૂષપ્રભા” અને દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન લખાયેલી નાની નાની કથાઓના “મૈં જાનતા હું” અને “ઇસમેં કયા શક હૈ?” નામના ગ્રંથમાં કુલ ૨૯૪ કથાઓ સંગ્રહાયેલી છે. તેમાં મેં જાનતા હું” કથાસંગ્રહની ભૂમિકામાં શ્રી અજિતમુનિજી લખે છે : “વિશ્રત વિદ્વત્ન મુનિશ્રી યંતવિજયજી “મધુકર” દ્વારા રચાયેલી આ લઘુકથાઓ દ્વારા એમણે આપની સમક્ષ નિર્ણાયક શબ્દોની વાનગી રજૂ કરી છે. હું જાણું છું કે પ્રસંગ-સ્વર કેટલા સશક્ત, કેટલા પ્રેરક અને કેટલા મધુર છે કે એને મૂલ્યાંકનની કેઈ આવશ્યકતા જ નથી. એમાંના બેધક મર્મ વડે બેટા દર્પને વધતાં જ વિવેકની પાંખો ફૂટે છે! નવપ્રાણને સ્પર્શ થઈ ઊઠે છે ! ચેતનાની વનરાજી ઝૂમી ઊઠે છે ! મારા-તારાનો ઝંઝાવાત શમી જાય છે ! દિશાદષ્ટિને નવી મહેક મળે છે ! ચરણગતિને પિતાને માર્ગ મળી જાય છે ! ! !” જ્યારે “ઈસમે કયા શક હૈ?'ના સંબંધમાં ડો. પુણ્યમચંદ માનવે” લખ્યું છે: “મુનિશ્રી જયંતવિજયજી “મધુકરે ' મેટે ભાગે સાહિત્યનાં સર્વ સ્વરૂપમાં પિતાની લેખિની ચલાવી છે. ધાર્મિક દૃષ્ટિએ એમનું વિશેષ અધ્યયન હોવાને લીધે પ્રસ્તુત ગ્રંથમાં કલાત્મક રીતે માનવીને સન્માર્ગે વાળવાની પ્રેરણા આપવામાં આવી છે. આમ, આ બંને ગ્રંથની ભાષા સરળ અને જનસામાન્યને બોધગમ્ય બને એવી છે. અનેક કથાઓમાં શાસ્ત્રીય ઉદ્ધરણ પણ આપવામાં આવ્યાં છે. સાથે જ એને અર્થ પણ આપવામાં આવ્યું છે, જેનાથી પાઠકને મુશ્કેલી ન પડે. આવું કથાસાહિત્ય ક્કસપણે સમાજનું માર્ગદર્શન બની રહે છે. એ આપણા ભવ્ય ભૂતકાળને પણ પ્રકાશિત કરે છે, કારણ કે આ કથાઓમાં મોટા ભાગે ભૂતકાલીન રચનાઓ છે, વિખ્યાત રાજા-મહારાજા સંબંધી રચનાઓ છે. લઘુરૂપમાં લેવાથી પાઠક અવરોધ વિના, સરળતાથી એનું રસપાન કરી શકે છે. એક કથા વાંચ્યા પછી બીજી કથા વાંચવાનું આપોઆપ મન થાય છે, એ જ આચાર્યશ્રીની અનન્ય સિદ્ધિ છે. તેઓશ્રી ભવિષ્યમાં પણ આવી જ કથાઓ આપ્યા કરે એવી આશા સેવીએ.
- પ્રવચનકાર : પ્રવચન આપવું એ સાધુનું અનિવાર્ય કર્તવ્ય માનવામાં આવે છે. આચાર્યશ્રી અવિરામ પ્રવચન-પીયૂષની વર્ષા કરતાં કરતાં સમાજને માર્ગદર્શન આપતા રહ્યા છે.
પ્રવચન' એક વિશિષ્ટ વિદ્યા છે. સાધારણ વાણી કે કથન “વચન” કહેવાય છે, જ્યારે સંતે, ચિંતક અને અધ્યાત્મજગતના અનુભવી મનીષીઓના કથનને “પ્રવચન” કહેવામાં આવે છે. પ્રવચનમાં આત્માને સ્પર્શ, સાધનાનું તેજ અને જીવનનું સત્ય પરિલક્ષિત થાય છે. એમાં પ્રજાયેલા શબ્દો, માત્ર શબ્દો જ નહિ રહેતાં જીવનની ગહનતા અને અનુભવની ઊંચાઈ લઈને તીર જેવી વેધકતાથી અસર કરતાં તો બની રહે છે! પૂજ્યપાદ આચાર્યશ્રી જયંત. સેનસૂરિજીનાં પ્રવચનમાં આ લક્ષણો જોવા મળે છે. તેઓશ્રી અનેક ભાષાઓના પંડિત અને મર્મજ્ઞ છે, છતાં પિતાનાં પ્રવચનેને માત્ર પાંડિત્યપ્રદર્શનનું સાધન બનાવતા નથી પણ તેજ અને માધુર્યભર્યા શબ્દો દ્વારા શામાં નિહિત નિવૃઢ તથ્યને સરળમાં સરળ શબ્દોમાં વ્યક્ત કરીને જનમાનસ સુધી પહોંચાડે છે. આ ભાવનાને લક્ષમાં રાખીને એમણે પિતાનાં પ્રવચનેની પાવન ગંગા વહાવી છે. એમનું પ્રવચનસાહિત્ય ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગરિમાથી શોભાયમાન છે. એમાં વ્યક્તિ અને સમાજ, ગૃહસ્થ અને સાધુ, ધર્મ અને અર્થ, શાશ્વત મૂલ્ય અને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org