________________
શ્રમણુભગવંતો-૨
૫૧૭
અધ્યયનક્ષેત્રે આવી ઉજવળ કારકિદી ધરાવતા “મધુકરજી” શાસનેન્નતિ માટે પણ સતત વિહરતા રહ્યા છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્ર, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, પિંડીચેરી, એરીસા, બિહાર, બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ આદિ એમનાં વિહારક્ષેત્ર છે. વિહાર સાથે શાસનપ્રભાવના વડે પિતાના શિષ્ય સમુદાયને પણ વિસ્તારતા રહ્યા છે. આજે મુનિશ્રી નિત્યાનંદવિજયજી, મુનિશ્રી જયકીતિવિજયજી, મુનિશ્રી વરરત્નવિજયજી, મુનિશ્રી હેમરત્નવિજયજી, મુનિશ્રી વિશ્વરત્નવિજયજી, મુનિશ્રી સમ્યક્રરત્નવિજયજી, મુનિશ્રી રામરત્નવિજયજી, મુનિશ્રી પવરત્નવિજયજી, મુનિશ્રી સિદ્ધરત્નવિજયજી, મુનિશ્રી પ્રશાંતરત્નવિજયજી, મુનિશ્રી અપૂર્વ રત્નવિજયજી અને મુનિશ્રી નરત્નવિજયજી વડે તેઓશ્રીને શિષ્ય પરિવાર શોભી રહ્યો છે.
- પૂ. આચાર્ય શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ “મધુકર” દ્વારા કરવામાં આવેલાં શાસનકાર્યોની સૂચિ ખૂબ લાંબી છે. એમના દ્વારા અનેક સ્થાને પરના કલહ દૂર થયા છે. ઘણું પ્રતિષ્ઠા-અંજનશલાકા કરવામાં આવી. અનેક મુમુક્ષુઓને દીક્ષા આપવામાં આવી. અનેક સ્થળોએ ઉપાશ્રયેનું નિર્માણ થયું. અનેક તીર્થયાત્રા કાઢવામાં આવી. સમેતશિખરજી, જીરાવલા, શંખેશ્વર, નાગેશ્વર, મેહનખેડા, સિદ્ધાચલ વગેરે તીર્થોના છ'રીપાલિત સંઘ સાથે ૬ સ્થાને ઉપર ઉપધાનતપની આરાધના કરવી અને સિદ્ધાચલ તીર્થની ઐતિહાસિક ૬૦૦ યાત્રીઓને નવ્વાણું યાત્રા કરાવી એક અજોડ કાર્ય કર્યું. ધાર્મિક-સાહિત્યિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. એ સર્વ આજે સફળતાપૂર્વક કાર્યો કરી રહી છે. આચાર્યશ્રી માટે એ અભિપ્રાય યથાર્થ જ છે : જે સંતને લેકેની અસીમ શ્રદ્ધા-ભક્તિ પ્રાપ્ત થાય અને તે એનાથી બિલકુલ નિઃસ્પૃહ રહે, તથા સીધા-સરળ ભાવને ધારી રહે તે એ એવી વાત થશે કે ગુલાબ તે છે, સુગંધ અને સૌંદર્ય પણ છે, પણ કાંટા નથી ! વિદ્યાની સાથે વિનય, અધિકાર સાથે વિવેક, પ્રતિષ્ઠા અને લોકશ્રદ્ધા સાથે સરળતા જેવા અદ્ભુત સંસ્કાર કેઈ વિરલ વ્યક્તિમાં જ જોવા મળે ! આચાર્ય શ્રીમાં આ વિશેષતાઓ જોતાં જ મને શ્રદ્ધા અને આશ્ચર્યથી આનંદિત થઈ ઊઠે છે! તેઓશ્રીના જીવનમાં ક્યાંય કટુતા, વિષમતા, છલછિદ્ર, અહંકાર આદિ કાંટાના દર્શન તે ન જ થાય ને ! પૂજ્યશ્રી ખૂબ સરળ (છતાં ચતુર ), ખૂબ જ વિનમ્ર (છતાં નિલ) અનુશાસનપ્રિય ( છતાં કેમલહદય) સંત છે, જેમને જોઈને એમ જ ઉગાર નીકળી જાય છે, ખરેખર, આ કાંટા વગરનું ગુલાબ છે!
સામાન્ય કદ, મધ્યમ બાંધે, ભવ્ય અને તેજસ્વી લલાટ, ચમકદાર મોટી આંખે, મુખ પર સ્મિત ચમકાર તેમ જ સ્નેહ અને સૌજન્ય વર્ષાવતી કે મળ વાણી પ્રથમ પરિચયમાં જ અમીટ પ્રભાવ પાથરી દે છે. તેઓ શ્રી સાથે વાતચીત કરો તો પ્રથમ તે ધ્યાનપૂર્વક મંદ સ્મિત સાથે સાંભળે, જાણે કે પ્રશ્નકર્તા પ્રત્યે એમને ઊંડી લાગણી છે તેની પ્રતીતિ થાય; અને પછી ઉચિત શબ્દોમાં એ સટીક ઉત્તર આપશે કે પ્રશ્નકર્તા નિરુત્તર નહીં, પણ સંતુષ્ટ થઈ જાય ! તેઓશ્રી સાથેનો ક્ષણિક સહવાસ પણ આત્માને આત્માના સ્પર્શની અનુભૂતિ કરાવી જાય છે! પૂજ્યશ્રીના જીવનમાં આધ્યાત્મિક તેજ પથરાયેલું છે, પરંતુ એ તેજ સૂર્ય સમું પ્રચંડ નથી, ચન્દ્ર સમું શીતળ લાગે છે. એમ લાગે કે, એમના આંતરવિશ્વમાં શીતળ તેલશ્યાને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org