________________
શાસનપ્રભાવક
શાસનના મહાન જ્યોતિર્ધર, તીર્થપ્રભાવક, વિદ્વદર્ય, રાષ્ટ્રસંત પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી—“મધુકર”—મહારાજ
ગરવા ગુર્જર દેશની ધન્ય ધરા એવી બનાસકાંઠાની ધર્મભૂમિમાં આવેલા થરાદના પિપરાલ ગામમાં પુણ્યશાળી સ્વરૂપચંદ ધરુ અને ધર્મપ્રેમી પાર્વતીબાઈનું પ્રસન્ન દામ્પત્ય સ્વ-પરના જીવનમાં આનંદવર્ધક હતું. સં. ૧૯૯૩ના કારતક વદ ૧૩ને દિવસે પાર્વતીબાઈએ એક પુત્રરત્નને જન્મ આપે. યથાગુણપ્રકાશ નામ રાખ્યું પૂનમચંદ. બાળકે સાતમી શ્રેણી સુધી અભ્યાસ પૂર્ણ કર્યો, પછી પ્રભુભક્તિ તરફ મન વળી ગયું. પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયયતીન્દ્રસૂરીશ્વરજીનું સં. ૨૦૦૪માં અને સં. ૨૦૦૫માં થરાદમાં ચાતુર્માસ થયું અને તેઓશ્રીના સંસર્ગથી ધર્મભાવની વૃદ્ધિ થઈ. સ. ૨૦૧૦ના મહા સુદ ને દિવસે આચાર્યશ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સિયાણા (રાજસ્થાન)માં દીક્ષા ગ્રહણ કરી અને મુનિ શ્રી જયંતવિજયજી નામ ધારણ કર્યું. લેખન–સંશોધન-સંપાદનની અનોખી પ્રતિભા ધરાવતા મુનિશ્રીએ ઉપનામ ધારણ કર્યું “મધુકર” અને એ નામે જ ખ્યાતિ પ્રાપ્ત કરતા રહ્યા. અનેક પ્રકારની શાસનસેવા પછી સં. ૨૦૪૦ની મહા સુદ ૧૩ને દિવસે ભાંડવપુર તીર્થમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને નામ પાડયું આચાર્યશ્રી યંતસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ. આચાર્યપદ પશ્ચાત્ ચૌરાઉનગરમાં ૩૦૦ જિનબિંબની અંજનશલાકા, ભાંડવપુર તીર્થ, સિયાણા, પાલી, સુરા, થલવાડ, થરાદ, દાંડા, થાંદલા, રતલામ, બનાવા, લક્ષ્મણજી, જાલેર, રણ-સ્ટેશન, ધનાસુતા, ખાચરદ, સડેરાવ, દુધવા, હરજી, મહિદપુર રોડ, ઈન્દોર આદિ અનેક
સ્થાનમાં અંજનશલાકા-પ્રતિષ્ઠાદિ કરાવી. ૪૦ થી વધુ ભાઈ-બહેનને દીક્ષા આપી. ભાંડવપુર, કેરટાજી, જાલેર, તાલનપુર, લક્ષ્મણી આદિ તીર્થોના ઉદ્ધાર કરાવ્યા. ભરતપુરમાં પૂ. ગુરુદેવ પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજીનું સ્મૃતિમંદિર, શંખેશ્વર, છત્રાલ વગેરે સ્થાનેમાં અજોડ નવકારમંદિરનું નિર્માણ કરાવી રહ્યા છે.
આ તે થઈ પૂજ્ય આચાર્યશ્રીના ભવ્ય જીવનની આછી રૂપરેખા. તેઓશ્રીને સાચે પરિચય તે એમની વ્યક્તિમત્તાને ચેમેરથી નીરખીએ તે જ મળે. તેઓશ્રી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, મેવાડી, મારવાડી, માળવી આદિ ભાષાઓમાં પારંગત અને અંગ્રેજી, તમિળ, કન્નડ અને તેલુગુનું પ્રાથમિક જ્ઞાન ધરાવે છે. તેઓશ્રીએ અર્ધમાગધી, પ્રાકૃત અને સંસ્કૃતના ઉત્તમોત્તમ ગ્રંથનું અનુશીલન કર્યું છે, જેમ કે, જેનાગમ, સમરાઈથ્ય કહા, વિક્રમાદિત્ય ચરિત્ર, જ્યાનંદ-કેવલી ચરિત્ર, ધન્યકુમાર ચરિત્ર, પ્રમાણનય તત્ત્વાકાલંકાર, સ્થાવાદમંજરી, તિલકમંજરી, દશકુમારચરિત, અભિજ્ઞાન શાકુંતલ, મુદ્રારાક્ષસ, રઘુવંશ, કિરાતાજુનીયમ જેવા ગ્રંથને ઊંડો અભ્યાસ કર્યો. એ રીતે ધમ, દશન, ન્યાય, કાવ્ય આદિ વિષયમાં સતત અભિરુચિ રાખતા આવ્યા છે. પરિણામસ્વરૂપ, ૬૦ જેટલા ગ્રંથોનું લેખન-પ્રકાશન કર્યું છે અને આજે આ પ્રવૃત્તિ અવિરત ચાલુ છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org