________________
૧૧૪
શાસનપ્રભાવક યથાનામ મુનિશ્રી વિદ્યાવિજ્યજી વિદ્યાક્ષેત્રે વિકાસ સાધવા માંડ્યા, તેમ જ સદ્ગુની કૃપાથી ઉપાસના-આરાધનામાં, તપ-જપમાં આગળ વધતા રહ્યા. એમણે એક બાજુ સંસ્કૃતાદિ અનેક ગ્રંથોનું અધ્યયન કર્યું, તે બીજી બાજુ, જિનેન્દ્રભક્તિમાં સમગ્ર જીવનને તલ્લીન કરી દીધું. પૂજ્યપાદ શ્રી યતીન્દ્રસૂરિજી સાથે મારવાડ, માળવા, નિમાડ, ગોડવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કરછ આદિ અનેક પ્રદેશમાં વિહાર કર્યો અને અનેક ધર્મ કાર્યો શાસનપ્રભાવનાપૂર્વક પ્રવર્તાવી, એ પ્રદેશનાં તીર્થોની યાત્રાએ પણ કરી. તેઓશ્રીના માર્ગદર્શન નીચે અનેક સંઘ કાઢવામાં આવ્યા. એકવાર બિશનગઢના સંઘે ગુરુદેવને પ્રાર્થના કરી કે, “અમારે ત્યાં મંદિર–પ્રતિષ્ઠાનો શુભ દિવસ ક્યારે આવશે ?” ગુરુજીએ કહ્યું કે, “આ કાર્ય શ્રી વિદ્યાવિજ્યને વરદ હસ્તે થશે.” ગુર્વાસા થતાં જ મુનિમંડળને લઈને શ્રી વિદ્યાવિજયજી બિશનગઢ પહોંચ્યા. ચતુવિધ સંઘે ત્યાં દેવલેક જે સમિયાણે રચ્યું હતું. સર્વત્ર આનંદોત્સવ મનાઈ રહ્યો હતે. મુનિવરના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ, મરૂભૂમિમાં ધર્મને ડંકો વાગી ગયે. એ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરીને આવ્યા ત્યારે ગુરુજીએ આશીર્વાદ આપ્યા કે, “તમારા હાથે આવાં જ શાસનકાર્યો થતાં રહો !”
એક વાર રાજગઢના ભાવિકેની પ્રાર્થનાને માન આપીને ગુરુશિષ્ય મુનિમંડળ સહિત ચાતુર્માસ ગાળવા માળવા પધાર્યા. સમગ્ર પ્રદેશમાં આનંદ આનંદ છવાઈ ગયો ! પૂ. ગુરુદેવશ્રી સાથે હતા તેથી દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજને અર્ધશતાબ્દી ઉત્સવ ઊજવીને કણ અદા કર્યું. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે અનેક ધર્મકાર્યો કરતા રહ્યા. કાર્તિકી પૂર્ણિમાને દિવસે ઉપધાનતપ ચાલી રહ્યું હતું ત્યારે ગુરુદેવશ્રી યતીન્દ્રસૂરીશ્વરજીએ કહ્યું કે
આજ સકળ સંઘ સન્મુખ શ્રી વિદ્યાને આચાર્યપદથી વિભૂષિત કરો ! શ્રીસંઘે ગુરુદેવની આજ્ઞાને હૃદય પર અંક્તિ કરી શિરોધાર્ય કરી. શ્રી મેહનખેડા તીર્થમાં ગુરુદેવ શ્રી યતીન્દ્ર સૂરિજીનું દેહાવસાન થતાં ત્યાં એમનું સમાધિમંદિર નિર્માણ થયું. અને પૂ. ગણાધીશ મુનિવર શ્રી વિદ્યાવિજયજી મહારાજ શાસનના કાર્યમાં નિમગ્ન થઈ ગયા. ઇન્દોરમાં ચાતુર્માસ સમયે ગચ્છહિતની અનેક યોજનાઓ બનાવી. આકેલીના શ્રીસંઘની વિનંતીને માન આપી, ત્યાંના જિનાલયની પ્રતિષ્ઠા કરી. ત્યાં ભીનમાલ નિવાસીઓએ પ્રાર્થના કરી કે, અમારે ત્યાં વર્ષોથી મંદિર બનાવવામાં આવ્યું છે, પરંતુ પ્રતિષ્ઠાની ઘડી આવતી નથી. પૂજ્યશ્રી ત્યાં ગયા અને ધૂમધામથી પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થઈ. ગુડાના ચાતુર્માસ સમયે ઉપધાનતપ, સિયાણામાં ઉપધાનતપ, ભીનમાલમાં ચાતુર્માસ અને શ્રી મોહનખેડા તીર્થમાં ગુરુ-સપ્તમીને ઉત્સવ ઊજ. સં. ૨૦૨૦ના ફાગણ સુદ ૬ના ગુરુદેવશ્રી યતીન્દ્રસૂરીશ્વજીની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ઘણું જ આનંદોલ્લાસપૂર્વક તેઓશ્રીને આચાર્યપદે બિરાજમાન કરી પૂજ્ય આચાર્યશ્રી વિજ્યવિદ્યાચંદ્રસૂરિ નામે ઘોષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પૂજ્યશ્રીએ સકળ સંઘને ગચ્છની પ્રગતિ અને પ્રતિષ્ઠા માટે દેશના આપી. શ્રી મોહનખેડામાં મળેલા અધિવેશન સમયે ધર્મનીતિ-શિક્ષણ-પ્રસારણ વિશે મનનીય મંતવ્ય રજૂ કર્યા.
વિહાર, વ્યાખ્યાન, તપ, જપ અને વિવિધ ધર્મકાર્યો સાથે તેઓશ્રીની લેખિની પણ સતત ચાલતી જ રહી. “વિદ્યાવિદ ના બે ભાગ, “જનદેવ સ્તુતિ ', “ભૂપેન્દ્રસૂરિ ગીત પુષ્પાંજલિ', શાસ્ત્રાર્થ દિગ્દર્શન”, “શ્રી યતીન્દ્રવાણ આદિ ભિન્ન ભિન્ન વિષયના ગ્રંથમાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org