________________
શાસનપ્રભાવક
૫૨
આપી શકયા નહીં. તેથી મામા સાથે અણબનાવ થઈ જવાથી એમણે મામાનું ઘર હુ ંમેશ માટે છેાડી દીધું.
એક વાર તેઓ સિંહસ્થ મેળા જોવા ઉજ્જૈન ગયા. મેળા જોઈ ને તેમણે શ્રી મક્ષી પાર્શ્વનાથ તીર્થીની યાત્રા કરી. અને ત્યાંથી આવીને મહિદપુરમાં મુકામ કર્યાં. એ વખતે મહિદપુરમાં શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પોતાના શિષ્યમ ડળ સાથે બિરાજમાન હતા. રામરહ્ન આચાર્યશ્રીના દર્શીનથી પ્રભાવિત થયા. અને તેમણે સૂરિજી મહારાજની સાથે રહેવાના નિશ્ચય કરી લીધા. વિહારમાં પણ એમની સાથે જ રહેવા લાગ્યા. એમના સંસ્કારી હૃદય પર વિહારકાળમાં શ્રીમના ક્રિયાકાંડને અને દિનચર્યાના અદ્ભુત અને અમિટ પ્રભાવ પડયો. તે વૈરાગ્યરસમાં ગાઈ ગયા. એમના હૃદયમાં દીક્ષા લેવાની ભાવના પ્રબળ થઈ ઊઠી અને એક દિવસ એમણે ગુરુમહારાજને પોતાના શિષ્ય રૂપે સ્વીકારવાની પ્રાર્થના કરી. રામરત્નની ઉંમર ત્યારે ચૌદ વર્ષની હતી. એમની ત્યાગભાવના જોઈ ને ગુરુમહારાજે ખાચરેાદ નગરમાં સં. ૧૯૫૪ના અષાઢ વદ બીજે એમને દીક્ષા પ્રદાન કરી મુનિશ્રી યતીન્દ્રવિજયજી નામે ઘાષિત કર્યાં.
મુનિશ્રી યતીન્દ્રવિજયજી સુસ'સ્કારી અને સુસ ંસ્કૃત તા હતા જ. એમાં ભાગ્યજોગે પ્રખર વિદ્વાન, સાધ્વાચારના ચુસ્ત પાલક, મહાતપસ્વી, વિલક્ષણ બુદ્ધિવાન ગુરુની નિશ્રામાં રહેવાનુ` સૌભાગ્ય પ્રાપ્ત થયું. પછી શું કમીના રહે ! બસ. પેાતે સાધ્વાચારનું પાલન કરવા લાગ્યા અને સ્વાધ્યાયમાં રાત-દિવસ તલ્લીન રહીને પોતાની ઉન્નતિ કરવા લાગ્યા. દસ વર્ષ સુધી પાતે ગુરુમહારાજની સાથે રહ્યા. આ દસ વર્ષોમાં એમણે ગુરુમહારાજ સાથે મેવાડ, મારવાડ, માળવા, નેમાડ અને ગુજરાત આદિ પ્રદેશોમાં ભ્રમણ કર્યાં; શ્રી મક્ષીજી, આપુજી, કારટાજી વગેરે તીર્થાની અને ગોડવાડ પંચતીથીની યાત્રા કરી. ગુરુમહારાજના કરકમળ દ્વારા કરવામાં આવેલી મેાટી મેાટી પ્રતિષ્ઠામાં ભાગ લીધે તથા પ્રતિષ્ઠા કરાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી. અનેક ગામેાના અને શહેરાના શ્રીસ ંધામાં પડેલા વિવાદને ગુરુમહારાજના તેજ-પ્રતાપથી શાંત થતા જોયા. ગુરુમહારાજે અનેક જ્ઞાનભંડારોની સ્થાપના કરી; પ્રાચીન તથા પ્રસિદ્ધ જિનાલયેાનાં જીણાદ્ધાર કરાવ્યા. ગુરુદેવનાં આ કાર્યાંથી એમને સર્વાંતામુખી અનુભવ અને જ્ઞાન પ્રાપ્ત કર્યાં. તેઓશ્રી જિજ્ઞાસુ, વિનયી, સુસંસ્કૃત, પ્રતિભાસ’પન્ન, પરિશ્રમી અને શુરુઆજ્ઞાપાલક હતા. તેથી ગુરુમહારાજના અ ંતિમ કાળ સુધી એમની સાથે જ રહ્યા. ગુરુદેવનું દેહાવસાન સં. ૧૯૫૩ના પોષ સુદ ૬ને દિવસે રાજગઢમાં થયું, તે પહેલાં મુનિશ્રી દીપવિજયજીએ અને મુનિશ્રી યતીન્દ્રવિજયજીએ · અભિધાન રાજેન્દ્ર કોષ ’ના પ્રકાશનના ભાર પ્રતિજ્ઞાપૂર્વક ઉઠાવી લીધા હતા. · અભિધાન રાજેન્દ્ર કોષ ' સાત ભાગેામાં વિભાજિત છે અને તેનાં દસ હજારથી પણ વધારે પૃષ્ઠો છે! આ કોષમાં પ્રથમ પ્રાકૃત શબ્દ તેનાં સંસ્કૃતરૂપ સાથે આપવામાં આવ્યા છે, અને તે પછી તેનાં લિંગ અને વ્યુત્પત્તિ આપવામાં આવ્યાં છે. તેમ જ તેનાં તમામ અથ સપ્રયાગ, આધાર, અધ્યયન તથા ઉદ્દેશેાના નિર્દેશ સાથે, આગમેાનાં ગ્રંથાગારાના ઉદાહરણા સહિત આપ્યાં છે. તથા તેની વ્યાખ્યા પણ ખૂબ જ કુશળતાથી અને યેાગ્યતાથી કરવામાં આવી છે. આ ગ્રંથ એક પ્રકારે જૈન વિશ્વકોષ જ છે. આવા મહાકેષનુ લેખન જેટલુ મુશ્કેલ હતુ, એટલું જ મુશ્કેલ એનુ સપાદન અને પ્રકાશન હતુ. આ ગ્રંથને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org