________________
પ૧૦
શાસનપ્રભાવક
દેવીચંદ મુનિ શ્રી દીપવિજયજી મહારાજ બન્યા. બાળકમાંથી બાળમુનિ બન્યા. અને પછી બન્યા વિદ્યાથી મુનિ. એમણે જ્ઞાનાર્જનને જ ધ્યેય બનાવ્યું. ગુરુદેવશ્રીના સ્વમુખેથી સાધ્વાચારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આગમસૂત્રનું ગહન અધ્યયન કર્યું. નાની વય હેવા છતાં વિદ્યાપિપાસા, પ્રખર બુદ્ધિશક્તિ જેવા વિશેષ ગુણેથી આ બાળમુનિ સૌ માટે આશાસ્પદ અને પ્રેરણામૂર્તિ બની રહ્યા. જ્ઞાનાભ્યાસમાં આગળ વધતાં સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, ન્યાય અને અલંકારનું જ્ઞાન સંપાદન કર્યું તથા અન્ય દાર્શનિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ વિકાસ સાથે.
પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સં. ૧૯૬૩ના પિષ સુદ ૭ ને દિવસે રાજગઢ (પાળવ)માં દિવંગત થયા. માતા-પિતાના વિગ પછી જેઓએ એમને વાત્સલ્ય અને ઓજસૂ પ્રદાન કર્યું હતું. તેઓશ્રી પણ ચાલ્યા ગયા. પૂજ્યશ્રી ચાલ્યા ગયા, પણ પૂજ્યશ્રીની મૂર્તિ મુનિશ્રીના હૃદયમંદિરમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ. ત્યાર બાદ ગચ્છનાયક પૂ. આ. શ્રી ધનચંદ્રસૂરિજીની છત્રછાયામાં પણ તેઓશ્રીની વિદ્વત્તા વિકાસ પામતી ગઈ. કાવ્ય અને સાહિત્યમાં પણ એમણે અસામાન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી. આને લીધે તેઓશ્રી પંડિતવર્ગમાં પ્રિયપાત્ર બની ગયા. પરિણામે, સં. ૧૯૭૬માં વિદ્વત્સમાજે તેઓશ્રીને સાહિત્યવિશારદ, વિદ્યાભૂષણ જેવી વિશેષ પદવીઓથી અલંકૃત કર્યા
સં. ૧૯૭૭ના ભાદરવા સુદ ૧ ને દિવસે આચાર્યશ્રી ધનચંદ્રસૂરીશ્વરજી મહારાજને સ્વર્ગવાસ થઈ ગયે. ચતુર્વિધ સંઘે એકત્રિત થઈને, સર્વાનુમતિથી મુનિરાજને જાવરામાં સં. ૧૯૮૦માં આચાર્યપદથી વિભૂષિત કર્યા. સાથે સાથે નામ પરિવર્તન કરી શ્રીમદ્ વિજ્યભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ રાખવામાં આવ્યું. ગણાધીશપદ પર બિરાજમાન થયા પછી શ્રીમદુમાં શાંતિગાંભીર્ય આદિ ગુણે વધુ ને વધુ વિકસતા રહ્યા. તેજ અને પ્રતાપ વિકસિત થતા રહ્યા. ગણનાયકની પ્રતિભા સર્વત્ર પ્રકાશિત થવા માંડી. સ્વ-પર ગચ્છીય શ્રમણછંદમાં અનેખું સ્થાન પ્રાપ્ત કરેલા આચાર્યશ્રીની વિદ્વત્તા સુજ્ઞજનને પણ આકર્ષિત કરતી રહી. સં. ૧૯૯૦માં વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું વિશાળ સંમેલન અમદાવાદમાં મળ્યું હતું. દરેક ગચ્છના મુખ્ય ગણનાયક અહીં પધાર્યા હતા. પૂજ્ય આચાર્યશ્રી વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ પિતાના શિષ્યગણ સાથે ત્યાં પધાર્યા હતા. આ સંમેલનમાં અનેક પ્રશ્નો અને વિચારોનું આદાનપ્રદાન થતું. વારંવાર સામે આવતી કઈ પણ સમસ્યા પિતાની વિદ્વત્તા દ્વારા પૂજ્ય આચાર્યશ્રી હલ કરતા હતા, એટલું જ નહિ, પરંતુ મધ્યસ્થપણે દરેક વિષયમાં પિતાનું સર્વગ્રાહી મંતવ્ય પ્રગટ કરીને તેઓશ્રી સર્વના આદરણીય બની રહ્યા. સંમેલનની પૂર્ણાહુતિ સમયે એક સમિતિ બનાવવામાં આવી. એનું કામ હતું સિદ્ધાંત પ્રત્યે થનારા આક્ષેપના ઉત્તર દેવાનું અને સામાજિક પ્રશ્નોને હલ કરવાનું. આ સમિતિમાં પૂજ્ય ગુરુદેવને પણ સ્થાન મળ્યું અને તેઓશ્રીનું સ્થાન અને ખ્યાતિ વ્યાપક બન્યાં.
સાહિત્યક્ષેત્રમાં પણ આપશ્રીએ અજોડ કામ કર્યું. પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ દ્વારા લિખિત “શ્રી અભિધાન રાજેન્દ્ર કેવ”નું સંપાદન એમણે અને પૂજ્ય મુનિ શ્રી યતીન્દ્રવિજ્યજી મહારાજે કર્યું અને પ્રકાશિત કરાવ્યું. ઉપરાંત, શ્રી ચન્દ્રરાજ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org