________________
શ્રમણભગવંતે-૨
૫૧૧ ચરિતમ, દષ્ટાંતશતકમ, શાન્તસુધારસ ભાવના આદિ ગ્રંથે એમના સાહિત્ય-સર્જનનાં પ્રબળ પ્રમાણ છે. “જિનેન્દ્ર ગુણમંજરી” એમની કવિત્વશક્તિનું પ્રબળતમ પ્રમાણપત્ર છે. વળી, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા, ઉઘાપન, ઉપધાન આદિ જે જે કાર્ય એમના દ્વારા કરવામાં આવ્યાં, તે બધાં એમની શાસનભક્તિનાં જવલંત દષ્ટાંત છે. મુનિરાજ શ્રી દાનવિજયજી તથા શ્રી કલ્યાણવિજયજી, શ્રી તત્વવિજયજી અને શ્રી ચારિત્રવિજ્યજી એમના સુશિષ્ય હતા. પૂ. આચાર્યજીએ હંમેશાં સાધના-આરાધનામાં રત રહીને જીવનની એક એક ક્ષણ શાસનસેવા અને આત્મોદ્ધારના કાર્યોમાં લગાવી. એવા પ્રબળ પ્રતાપી આચાર્યથી ૐ અમ-% અહંમના જાપ જપતાં સ્વસ્થ ચિત્ત સં. ૧૯૯૩માં મડા સુદ ૭ ને દિવસે આહર નગરમાં સ્વર્ગવાસી થયા. આહારના ભાવિકેએ ભવ્ય શિબિકાનું નિર્માણ કર્યું. પૂજય પ્રીના પાર્થિવ દેહના ધૂમધામથી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, અને ત્યાં એક સુંદર સમાધિમંદિર બનાવવામાં આવ્યું. તે મંદિરમાં શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રીમદ્ વિજયધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. જેમ ઉદિત થત સૂર્ય અસ્તાચલને પણ આશ્રય લે છે તેવી રીતે આચાર્યશ્રી પણ પાર્થિવ દેહ રૂપે હંમેશ માટે આપણાથી વિદાય થઈ ગયા, પરંતુ અક્ષરદેહથી ઘણું ઘણું આપી ગયા છે. આવા શાંતિના અવતારને સો સો વંદના !
( –સંકલન : “રાજેન્દ્રતિ માંથી સાભાર)
પ્રખર વિદ્વાન, વિલક્ષણ બુદ્ધિવાન અને મહા તપસ્વી પૂ. આચાર્યશ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ - પૂજ્ય આચાર્યશ્રી વિજયતીન્દ્રસૂરિજી મહારાજ મહાપ્રભાવક પુરુષ હતા. તેઓશ્રી પરમ પૂજ્ય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન હતા અને એમની પાટ પરંપરાએ ચતુર્થ પટ્ટધર પણ હતા. તેમણે જે શાસનનાં મહાન કાર્યો કર્યા અને જે સાહિત્યનિર્માણ કર્યું તેનાથી જૈનશાસનની શેભામાં અનેરી વૃદ્ધિ થઈ. તેઓશ્રીને જન્મ ધૌલપુર (ધવલપુર) નગરમાં થયો હતો. તેમના પિતાશ્રી વૃજલાલજી અને માતા ચંપાકુંવર – બંને ખૂબ જ ધર્મપરાયણ હતાં અને દિગંબર સંપ્રદાયના અનુયાયી હતાં. તેમનું પિતાનું જન્મનામ રામરતન હતું. રામરત્નની ઉંમર સાત વર્ષની થઈ ત્યારે તેમને જેની પાઠશાળામાં દાખલ કરાવ્યા અને પોતે પણ નવી નવી વાતે શિખવાડતા રહ્યા. માત્ર બે વર્ષમાં જ સમરને પંચ મંગલ પાઠ, તત્ત્વાર્થસૂત્ર, શ્રાવકાચાર આલાપ પદ્ધતિ, દ્રવ્યસંગ્રહ, દેવ-ગુરુ-ધર્મ પરીક્ષા અને નિત્ય સ્મરણ પાઠને સાથે અભ્યાસ કરી લીધું અને એને કંઠસ્થ પણ કરી લીધાં. એ સિવાય એમણે ભક્તામર, મંત્રાધિરાજ, કલ્યાણમંદિર આદિ સ્તોત્ર પણ કંઠસ્થ કરી લીધા. આવા પ્રજ્ઞાવાન પુત્રને પામીને શ્રી વૃજલાલજી પ્રસન્ન હતા. રામરત્નની ઉંમર બાર વર્ષની થઈ ત્યારે પિતાને સ્વર્ગવાસ થયે. માતા એ પૂર્વે સ્વર્ગવાસી થયાં હતાં. માતાપિતાના અવસાન પછી રામરત્ન પિતાના મામાને ત્યાં ભેપાલ રહેવા લાગ્યા. જેવી રીતે માતાપિતાએ પ્રેમ આપ્યો હતો, તેવી રીતે મામા-મામીએ એમને પ્રેમ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org