________________
શ્રમણભગવતે-૨
૫૦૯
સાહિત્યવિશારદ અને વિદ્યાભૂષણ પૂ. આચાર્યશ્રી ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
મનહર માલવદેશ ! ભારતવર્ષને આ મધ્યભાગ એટલે એને મધ્યપ્રદેશ કહેવામાં આવે છે. આ માલવભૂમિનું પ્રાચીન જગવિખ્યાત નગર છે ભેપાલ. લેકજીભે એ “તાલ-પાલના નામથી પ્રસિદ્ધ છે. ત્યાં ભાગ્યશાળી ભગવાનદાસ વસતા હતા. માળી હતા એટલે પુષ્પની સુગંધ ફેલાવવી એ એમને વ્યવસાય હતા. એમને સરસ્વતી નામે અર્ધાગિની હતી. ભગવાનને ઘરે સરસવતી, કે સુંદર ગ! ખરેખર, આ યુગ અસાધારણ હતો ! ભગવાનની ભાવના અને તે પ્રમાણે સરસ્વતીનું નિર્માણ એ આદર્શ દામ્પત્યનું સાક્ષીભૂત હતું. ભગવાનને ઘેર જન્મ લેવા માટે પણ કઈ પુણ્યદય જ જોઈએ ! સરસ્વતીના ખેાળામાં રમનાર કેઈ વિરલે જ હોઈ શકે ને!
સં. ૧૯૪૪નું વર્ષ ચાલી રહ્યું હતું. સરસ્વતીની કૂખને સૌભાગ્યમાન કરવાવાળા નરરત્નના ગર્ભાધાનનાં ચિહ્ન દેખાવા માંડ્યાં! વૈશાખી તૃતીયાને દિવસ આવે. અક્ષયતૃતીયાના એ પવિત્ર દિવસે સરસ્વતીની કૂખે સર્વલક્ષણસંપન્ન એક બાળકને જન્મ થયો. આ લાડીલા લાલનું નામ “દેવીચંદ” રાખવામાં આવ્યું. જેવી રીતે અક્ષય તૃતીયાને ચંદ્ર પ્રકાશમાન થતું થત સોળે કળાએ પ્રકાશમાન થાય છે, તેવી જ રીતે, દેવીચંદ પણ દિન-પ્રતિદિન વધતા ચાલ્યા. સરસ્વતીના સંસ્કારોની છાપ અમીટ હતી. ભગવાનની ધર્મપ્રવૃત્તિઓને સુંદર સહવાસ હતે. પરિણામસ્વરૂપ, ભાગ્યશાળી દેવીચંદની દીતિ પ્રકાશમાન બનતી ચાલી. પણ વિધિના વિધાનને કેનું ઓળખી શકે? દેવીચંદની નાની વયમાં જ ભગવાન ભગવાનને વહાલા થઈ ગયા અને સરસ્વતીબેને પણ વિદાય લીધી. એ વખતે દેવીચંદની ઉંમર માત્ર છ વર્ષની હતી. પરંતુ ઉમર કે દેખાવ પર શું જેવું? ભાગ્યે જ તેની પ્રતિભા પ્રદર્શિત કરી રહ્યું હતું. અને એ ભાગ્ય જેગે ધર્મરંગમાં રંગાયેલા પારેખ કેસરીમલજી સાથે બાળક દેવીચંદને મેળાપ થયો. બાપદાદાએ હીરા અને રત્ન પારખ્યા હતા, ત્યારે આ પારેખે એક નરરત્નને પારખ્યો. પારેખને લાગ્યું કે આ બાળક જૈનશાસનને શોભાયમાન કરી દેશે. આમ વિચારીને શ્રી કેસરીમલજી તેને પિતાની સાથે ગુરુદેવ પાસે લઈ ગયા. ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનાં દર્શન થતાં જ દેવીચંદ પ્રસન્ન થઈ ગયા. સાચા ગુરુ મળ્યા અને ભાગ્યભાનું પ્રકાશિત થઈ ઊડ્યો !
ગુરુદેવશ્રીએ ભાગ્યરેખા અને શરીરાકૃતિ જોઈ, પરીક્ષા કરી અને આગમ સંબંધી પૂછપરછ પણ કરી. બાળકે પ્રશ્નના ઉત્તર સારી રીતે આપ્યા અને ગુરુદેવ પાસે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. ભાવિભાવજ્ઞાતા પૂ. ગુરુદેવે એ જાણી લીધું કે માળીનું ફૂલ જિનશાસનની સૌરભ ફેલાવ્યા વિના રહેશે નહીં. તેથી તેઓશ્રીએ પિતાની સંમતિ આપી દીધી. દેવીચંદ ત્યારે માત્ર સાત જ વર્ષના હતા. છતાં પણ ઉત્કૃષ્ટ ક્રિયાપાલક પૂજ્ય ગુરુદેવશ્રીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. અને દેવીચંદને દીક્ષા પ્રદાન કરવાને નિર્ણય લેવાતાં સં. ૧૯૫રના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા)નું શુભ મુહૂર્ત અને શુભ સ્થળ અલીરાજપુર નિર્ધારિત કરવામાં આવ્યાં. દીક્ષાને એ ધન્ય દિવસ આવી પહોંચતાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં દેવીચંદને ભાગવતી દીક્ષા પ્રદાન કરવામાં આવી. હવે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org