________________
પc૭.
શ્રમણુભગવંતો-ર ગ્રંથનાં પાનાં ભરવા માટે છે કે પછી વ્યવહારમાં ઉતારવા માટે પણ છે? આપ જે અધ્યાપન કરાવે છે તે કંઈક જ છે અને અમે જે આચરણમાં મૂકીએ છીએ તે કંઈક બીજું છે ! આ કેવી વિસંગતિ છે?” આ વાત સાંભળીને પૂજ્યશ્રી બોલ્યા : “ધન્ય ધનવિજય ! લાગે છે કે તને પણ વર્તમાન સ્થિતિ ખટકવા માંડી છે. મેં તે પહેલેથી જ નિર્ણય કરી લીધું છે કે સમય આવતાં જ જિદ્ધાર કરવો છે અને આ સમાતીત શિથિલાચારને દૂર કરે છે. ” પૂજ્યશ્રીના આ મનભાવને ઝીલતાં શ્રી ધનવિજયજી બોલ્યા કે, “મહારાજશ્રી ! જે આપ વિશુદ્ધ સાધુજીવન જીવવાના વિચારમાં દઢ છે તે હું પણ આપના જ માર્ગનું અનુસરણ કરીને આપને ચરણકિકર બની રહીશ.
આ પ્રમાણે જોતજોતામાં કેટલાંક વર્ષ વીતી ગયાં. ઘણેરાવ ચાતુર્માસમાં શ્રીપૂજ્ય ધરણેન્દ્રસૂરિજી (ધીરવિજ્ય) અને દફતરી રત્નવિજયજી વચ્ચે વાદ-વિવાદ થયે. મતભેદ વધતાં રત્નવિજ્યજી પિતાના ગુરુ પાસે ગયા. શ્રી પ્રમેદસૂરિજીએ એમને શ્રીપૂજ્યપદ પ્રદાન કર્યું. આ પ્રમાણે શ્રી રત્નવિજયજી શ્રીપૂજ્ય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ બન્યા. ત્યાર બાદ એમણે પરંપરાની ઘર શિથિલતાને હટાવવા માટે શ્રીપૂજ્યની પાસે કલમનામું મંજૂર કરાવીને સં. ૧૯૨૪માં જાવરામાં ક્રિાદ્ધાર કર્યો. એમને હાથે યતિવર શ્રી ધનવિજયજી, શ્રી પ્રદરુચિજી આદિ કેટલાય યતિઓએ જિદ્ધાર કર્યો અને એમને ગુરુરૂપે સ્વીકાર્યા. હવે મુનિરાજ શ્રી ધનવિજયજી મહારાજ ઉત્કૃષ્ટ કિયાપાલક બન્યા. સદ્દગુરુના આશ્રયમાં વિશુદ્ધ ચારિત્રપાલનમાં દઢ બનતા ગયા. પ્રથમ ચાતુર્માસ (મધ્ય પ્રદેશ)માં ગુરુદેવ સાથે કર્યું. આ ગાળામાં મુનિશ્રી ધનવિજયજીને માગશર સુદ પાંચમે ઉપાધ્યાય પદ પ્રદાન કરવામાં આવ્યું. ઉપાધ્યાય શ્રી ધનવિજયજી મહારાજની પ્રતિભા અને જ્ઞાન ગજબનાં હતાં. આ ગુરુ-શિષ્યનું યુગલ અત્યંત પ્રભાવશાળી બની રહ્યું. તેઓએ આગમ-સમુદ્રનું મંથન કર્યું, અનેક પ્રમાણ-પાઠ એકત્રિત કર્યા. આ પ્રકારે એમણે ગુરુદેવશ્રીના સિદ્ધાંતનું દઢતાથી પ્રતિપાદન કરવાનું શરૂ કર્યું. ગુરુદેવની સાથે વિહાર કરતાં અને સ્વતંત્રપણે પણ વિહાર કરતાં ઉપાધ્યાયજીએ ગુરુદેવને સંદેશે ગામડે ગામડે અને ઘેર ઘેર પહોંચાડવાનો આરંભ કર્યો. માળવા, નેમાડ, મેવાડ, ગેડવાડ, સારવાડ, ગુજરાત, કચ્છ-કાઠિયાવાડ આદિ પ્રદેશે એમનાં મુખ્ય વિહારક્ષેત્ર બની ગયાં. તેઓશ્રીએ દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપની સાથે સાથે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ સમજાવવાનું શરૂ કર્યું. એમની પાસે મેટા મોટા પ્રશ્નો આવવા લાગ્યા. સમાધાન માટે અનેક વિદ્વાનના પત્રે આવવા લાગ્યા. પ્રત્યેકને સંતોષપ્રદ ઉત્તર આપવામાં ઉપાધ્યાયજી અત્યંત નિષ્ણાત હતા.
તેઓશ્રીએ જે ગદ્ય ગ્રંથ લખ્યા, તેમાં મુખ્ય છે જેનાજન-માંસભક્ષણનિષેધ, વિધવા પુનર્લગ્ન-નિષેધ, પ્રશ્નામૃત, પ્રશ્નોત્તર તરંગ અને ચતુર્થ સ્તુતિ નિર્ણય શકેદ્વારા આ બધા ગ્રંથ અત્યંત મહત્ત્વપૂર્ણ અને સર્વજન ગ્રાહ્ય છે. તેઓશ્રીની કાવ્યશક્તિ પણ અસાધારણ હતી. એમના દ્વારા રચાયેલ સભ્ભામાં અધ્યાત્મભાવ ભર્યો છે. પદે પદે આમભાવ અને જેનશાસનની અલૌકિક સંકલના ખૂબ જ પઠનીય અને મનનીય છે. સમય સમયનું કામ કર્યું તે હતે. સં. ૧૯૬૩ના પિષ સુદ ૭ને દિવસ હતો. પૂજ્યશ્રી ભીનમાલમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org