________________
પ૦૫
શ્રમણભગવંતે-૨ પણ શબ્દસંદર્ભ છૂટયો નથી. શબ્દના મૂળ સાથે તેને મિક વિકાસ પણ આપેલ છે “અભિધાન રાજેન્દ્ર ની રચના કરીને શ્રીમદે વિશ્વપુરુષની શ્રેણીમાં પિતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. શ્રીમદ્દનું સમગ્ર જીવન અને તેનું જીવંત પ્રતીક આ અભિધાન રાજેન્દ્ર કેવું છે, જે વિશ્વસંસ્કૃતિનું અવિસ્મરણીય મંગલાચરણ છે. ૬૩મા વર્ષમાં તેમણે આ ગ્રંથરચનાનો પ્રારંભ સિયાણા (રાજસ્થાન)માં સં. ૧૯૪૬માં કર્યો હતો. અને સાડાચૌદ વર્ષમાં આ ગ્રંથ સં. ૧૯૬૦માં સુરતમાં પૂરો કર્યો હતે. આ ઉપરાંત, શ્રીમદે નાનામોટા કુલ ૬૧ ગ્રંથની રચના કરી છે. તેમાં અભિધાન રાજેન્દ્ર, પાઈએ સબુહી, શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ, કલ્પસૂત્રાર્થ પ્રબોધિની, શ્રી સિદ્ધચક્રપૂજા, શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા, દેવવંદનમાળા ઇત્યાદિ ગ્રંથ પ્રસિદ્ધ છે. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ઉગ્ર તપસ્વી પણ હતા. ક્રિયદ્વાર પછી પિતાના શ્રમણ્યની વિશેષ શુદ્ધિ કરવા માટે તેઓશ્રીએ ઉગ્ર તપસ્વીનું જીવન સ્વીકાર્યું. આત્મશુદ્ધિ માટે તેઓશ્રીએ સર્વપ્રથમ અભિગ્રહ ધારણ કરવા શરૂ કર્યા. અભિગ્રહની પૂર્તિ માટે તેઓશ્રીને ઘણી વાર સાત સાત દિવસ સુધી નિરાહાર રહેવું પડતું હતું. તેઓશ્રીએ આજીવન ચૌમાસી પર્વને છઠ્ઠ અને સંવત્સરી પર્વને અઠ્ઠમ કર્યો. એ સિવાય બડા કલ્પને છઠ્ઠ, દર વર્ષે ચૈત્રી અને આસો માસની એળી તથા દર મહિને ૧૦નું એકાસણું કરતા હતા. એ સિવાય માંગતુંગી પહાડનાં જંગલમાં તેઓશ્રીએ છ છ મહિના સુધી અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈ કરીને નવકાર મંત્રની આરાધના કરી હતી. માંગતુંગી પર્વત, સ્વર્ણગિરિ પર્વત (જાલેર) અને મેદરાનું ચામુંડવન એ બધાં સ્થાને તેઓશ્રીનાં તપસ્યાસ્થાન હતાં.
શ્રીમદે પિતાના જીવનમાં અનેક ધાર્મિક તેમ જ લેકે પોગી કાર્યો કર્યા છે. સ્વર્ણગિર તીર્થનાં જિનાલમાં ભરેલા શાસ્ત્રગ્રંથ બહાર કઢાવી રાજાના કબજામાંથી મુક્ત કરાવી તેને ઉદ્ધાર કર્યો. મેહનખેડા તીર્થની સ્થાપના કરી. એવી જ રીતે, તેઓશ્રીએ કેરટાજી, ભાંડવપુર અને પાલનપુર તીર્થને પણ ઉદ્ધાર કર્યો. અઢીસો વર્ષોથી સમાજમાંથી બહિષ્કૃત કરાયેલા ચરેલા અને આસપાસનાં આઠ ગામના સંઘના ૫૦૦ પરિવારને તેઓશ્રીએ ઉદ્ધાર કર્યો. નાનીમોટી કુલ ૨૭ પ્રતિષ્ઠા–અંજનશલાકા કરાવી, જેમાં સૌથી મહાન પ્રખરતમ કાર્ય રાજસ્થાનના ઇતિહાસમાં ૩૦૦ વર્ષમાં પહેલી વાર આહારમાં ૯૦૦ પ્રતિમાઓની અંજનશલાકા કરી. અને સૌથી મહત્વપૂર્ણ ઘટના વીતરાગ પ્રતિમાની સાથે વાતચીત કરવી અને તેનાથી પ્રભાવિત ૭૦૦
સ્થાનકવાસીઓએ મુહપત્તિ છોડી મૂર્તિ પૂજાને સ્વીકારી. આ રીતે જાવર, મંદસૌર, નીમચ અને નિમ્બાહેડાના સેંકડો જેને પ્રભુપૂજાના અનુપમ માર્ગમાં જોડ્યા. આવી રીતે, ધર્મનાં તેમ જ લેકે પકારનાં અનેક કામ કરી શ્રીમદે પિતાના જીવનમાં અખૂટ યશ ઉપાર્જિત કર્યો. ૮૦ વર્ષનું દીર્ધાયુ ભોગવી તેઓશ્રી સં. ૧૯૬૩માં પિષ સુદ ૬ની રાત્રે રાજગઢ મુકામે સ્વર્ગવાસી થયા. ધન્ય એ સાધુજીવન! કટિ કોટિ વંદના એ સાધુવરને !
--
--
-
-
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org