________________
૫૦૩
શ્રમણભગવંતો-૨ જવાબદારી સેંપીને તેમનું સન્માન કર્યું. શ્રી રત્નવિજયજી મહારાજે પોતાની બુદ્ધિબળ અને પ્રભાવથી બીકાનેર અને જોધપુરના રાજવીઓ ઉપર અસર પાડી અને શ્રી ધરણેન્દ્રસૂરિજીને તેમના પરંપરાગત અધિકાર અપાવ્યા. શ્રી દેવેન્દ્રસૂરિજીએ અંતિમ સમયે કરેલી ભલામણ “ધીરવિજયની સંભાળ રાખજેને શ્રી રત્નવિજ્યજીએ બરાબર પાળી બતાવી. સં. ૧૯૨૩નું ચેમાસું ધાણાવમાં હતું. પજુસણના દિવસે હતા. તે વખતે એક અત્તરને વેપારી શ્રી ધરણેન્દ્રસૂરિજીની સેવામાં હાજર થેયે અને તેણે તેઓશ્રીને સારામાં સારું અત્તર દેખાડ્યું. તે વખતે શ્રીપૂજ્યજીએ શ્રી રત્નવિજયજીને કહ્યું કે, “જુઓ તે ખરા! આ અત્તર કેવું લાગે છે?' તે વખતે તેઓશ્રી બોલ્યા કે “સાધુને માટે અત્તર જેવી વિલાસી વસ્તુની શી જરૂર છે?” આ ઉત્તરથી વિવાદ સર્જાતાં શ્રી રત્નવિજ્યજી ગુરુદેવ પાસે આહાર આવી ગયા; જ્યાં સંગીતવારિધિ શ્રી પ્રમોદરૂચિ છ મહારાજ, ન્યાયચક્રી શ્રી ધનવિજયજી આદિ અનેક યતિઓ સાથે ગુરુએ શિષ્યની યોગ્યતા જઈ શ્રી રત્નવિજયજી મહારાજને શ્રીપૂજ્યની પદવીથી અલંકૃત કર્યા અને તેમનું નામ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર કર્યું.
સં. ૧૯૨૪ના વૈશાખી પૂર્ણિમાને દિવસે શ્રીપજ્યની પદવી પ્રાપ્ત કરીને શ્રીપૂજ્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, યતિ ધનવિજયજી અને યતિ પ્રમોદવિજ્યજી સાથે સ્વતંત્રપણે વિચારવા લાગ્યા. ગામેગામ તેઓશ્રીનું સામૈયું થવા લાગ્યું. વિહાર કરતાં કરતાં તેઓશ્રી જાવરા (મધ્યપ્રદેશ) ચાતુર્માસ માટે પધાર્યા. આ બાજુ શ્રી ધરણેન્દ્રસૂરિજીને પ્રભાવ દિવસે દિવસે ઓછો થવા લાગે એટલે તેઓશ્રીએ વાટાઘાટ માટે યતિશ્રી મતીવિજ્યજી અને સિદ્ધકુશલજીને જાવરા મોકલ્યા. શ્રી ધરણેન્દ્રસૂરિજીની વાટાઘાટમાં શ્રીમને ખરેખર હૃદયપલટો નજરે આવ્યો. એટલે તેઓશ્રીએ તેમની પાસે નવ કલમેનું એકરારનામું મંજૂર કરાવ્યું. આ નવ કલમો એટલે યતિવમાં વ્યાપેલ શિથિલાચારના રોગને દૂર કરવાને રામબાણ નુખે. એને સ્વીકારવાથી યતિઓનું જીવન આદર્શ બની ગયું. તે નવ કલમે નીચે મુજબ છે : . (૧) પ્રતિક્રમણ ઉભય ટેક કે કરણે. શ્રાવક સાધુ સમેત કરણ કરાવણ. પચક્ખાણ, વખાણ, સદા થાપનાજી કી પડિલેહણ કરણ. ઉપકરણ ૧૪ સિવાય ગેણા તથા માદલિયા જતર પાસ રાખણ નહીં. શ્રી દેહેરેજી નિત જાણું. એ સવારીમેં બેડના નહીં. દિલ જાના. (૨) ઘેડા તથા ગાડી ઉપર નહીં બેહણાં. સવારી ખરચ નહીં રહું. (૩) આયુધ નહીં રાખણ તથા ગૃહસ્થી કે પાકા આયુધ ગેણાં રૂપાળા દેખે તે ઉનકે હાથ નહીં લગણ. તમંચા શસ્ત્ર નામ નહીં રખણુાં. (૪) લુગાસું એકાંત બેઠ વાત નહીં કરણ. વેશ્યા તથા નપુંસક વાકે પાસ નહીં બેઠણાં. ઉણને નહીં રાખણ. (૫) જે સાધુ તમાખુ તથા ગાંજ પીવે, રાત્રિભૂજન કરે, કાંદા-લસણ ખાવે, લંપટી અપચ્ચખાણ હવે એસા ગુણકા સાધુ હોય તે પાસ પણ નહીં. (૬) સચિત લેતી, કાચા પાણી, વનસ્પતિ કુ વિણાસણા નહીં, દાતણ કરણાં નહીં. તેલ કુલેલ માલીસ કરાવણ નહીં. તલાવ કુવા બાવડી મેં હાથ વણાં નહીં. (૭) સિપાહી પરચમેં આદમી નેકર જાદા નહીં રખણ, જીવહિંસા કરે ઐસા નૌકર રાખણ નહીં. (૮) ગૃહસ્થી સે તકરાર કરકે ખમાસમણ પ્રમુખ રૂપિયા કે બદલે બદાયને લેણાં નહીં. (૯) ઓર કિસીકે સહણ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org