________________
પ૦૬
શાસનપ્રભાવકે
વિવિધ ધર્મગ્રંથો અને પૂજાઓના રચયિતા પૂ. આચાર્યશ્રી ધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ
રમણીય રાજસથાન પ્રદેશ, જે રણશૂરા રણવીરોની જન્મભૂમિ; જ્યાં એક એકથી ચડિયાતા રણવીરે જમ્યા ! કર્મવીર પ્રગટ થયા !! અને ધર્મવીરે પ્રકાશમાન થયા ! ! ! આવી શૌર્યભૂમિમાં “કિસનગઢ' નામે એક પ્રસિદ્ધ નગર આવ્યું છે. ત્યાં એક ધર્મમૂતિ શ્રેષ્ઠીવર્ય રહેતા હતા. તેમનું નામ હતું ભાગ્યવંત ત્રાદ્ધિકરણ છે. એમનાં ધર્મપત્ની હતાં સૌભાગ્યવતી અચલાદેવી. કંકુ ચપડા એમનું ગેત્ર હતું. પતિ દ્ધિકરણ અને અર્ધાગના અચલા પિતાના જીવનને આરાધનાથી ઉજજવળ બનાવી રહ્યાં હતાં. તેઓના જીવનમાં એક દિવસ એ આવ્યું કે અવિસ્મરણીય બની રહ્યો. સં. ૧૮૯૬ના ચૈત્ર સુદ ૪ના એ દિવસે અચલાદેવીની કુખે એક પુણ્યાત્માએ જન્મ લીધો. જો કે આ સંતાનની પહેલાં એમને ત્યાં એક પુત્ર અને એક પુત્રી હતાં જ, તે પણ આ બાળકના જન્મથી કોણ જાણે કેમ એમનાં હૃદયમાં ઉલ્લાસ સમાતો ન હતો ! એ બાળકનું નામ “ધનરાજ” પાડયું. બાળક ધનરાજના સુડોળ શરીર અને ભવ્ય લલાટમાં ભાવિનાં ચિહ્ન અંકાયાં હતાં. ધીરે ધીરે પગ માંડતા ધનરાજ કંઈક બોલતાં શીખ્યા કે માતાપિતાએ એક દિવસ શુભ ચોઘડિયે એમને ભણવા માટે શાળામાં દાખલ કરાવ્યા. શિક્ષકને આ બાળકને અનુભવ થતે ગયે અને બાળક ધનરાજ પિતાની અનોખી પ્રતિભાથી શિક્ષકના પ્રિયપાત્ર બની બેઠા. અભ્યાસ કરતાં કરતાં ધનરાજ ધાર્મિક ગ્રંથોનું પઠન-શ્રવણ પણ કરતા રહ્યા. અનેક દુઃખોથી ભરેલા આ સંસારમાં કઈ પણ જીવ સુખ કે શાંતિ કરી જ શકયું નથી. જે ભૌતિકતાનો ત્યાગ કરે છે તેને જ આધ્યાત્મિકતાની પ્રાપ્તિ થાય છે. આ સર્વ વિચારોને લીધે ધનરાજનું મન સંસારથી વિરક્ત થઈને સંવેગના રંગે રંગાવા માંડયું. તેમાં દેવસુરગથ્વીય ધાનેરાની શ્રીપૂજ્ય ગાદીના યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજી સાથે ધનરાજને સુગ થે. તેમના સદુપદેશથી ધનરાજની વૈરાગ્યભાવના વધુ દઢ બની અને અંતે સર્વસંમતિથી સં. ૧૯૧૭ના વૈશાખ સુદ ૩ના રેજ ધાનેરામાં યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજી પાસે યતિદીક્ષા અંગીકાર કરી. આમ, ભાઈ ધનરાજ તિવર્ય શ્રી ધનવિજ્યજી બન્યા.
શ્રી ધનવિજ્યજીએ સંસ્કૃત અને પ્રાકૃતને ઊંડો અભ્યાસ કર્યો. ન્યાય અને તર્કમાં અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી. સૈદ્ધાંતિક અને આમિક જ્ઞાન પણ વિશાળ રૂપમાં પ્રાપ્ત કર્યું. હવે દાર્શનિક અને પરમાગમનું જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યક્તા હતી. આ જ્ઞાનપ્રાપ્તિ માટે શ્રી ધનવિજયજી કટિબદ્ધ બન્યા. એ સમયે દફતરી યતિશ્રેષ્ઠ શ્રી રત્નવિજયજી (શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ) આહિરની ગાદીના પૂજ્યશ્રી પ્રદસૂરિજીના મુખ્ય શિષ્ય હતા. તેઓશ્રી ધીરવિજ્યજી, પ્રદરુચિજી આદિ અનેક યતિઓને આગમિક ગહન અધ્યયન કરાવતા હતા. શ્રી ધનવિજ્યજી પણ શ્રી રત્નવિજયજી મહારાજ પાસે પહોંચી ગયા અને અભ્યાસ કરવા લાગ્યા. અભ્યાસ દરમિયાન શ્રી ધનવિજયજી શ્રી રત્નવિજ્યજીને વારંવાર પૂછતા : “મહારાજશ્રી ! દશવૈકાલિકમાં વિચિત સાધ્વાચાર અનુસાર તે આપણું આચરણ નથી ! શું તે વિવેચન માત્ર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org