________________
શ્રમણભગવંત-૨
૪૮૩ સંયમમાર્ગના પ્રખર પથદર્શક - પૂ. આચાર્યશ્રી વિજયસેમસુંદરસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ બનાસકાંઠાના થરાદ તાલુકાના મોટી પાવડ ગામે સં. ૨૦૦૭ના પિષ વદ બીજના દિવસે થયે હતે. પિતાનું નામ રામચંદભાઈ, માતાનું નામ તારાબેન તથા સ્વનામ મહાસુખલાલ હતું. માતાપિતાના ઉત્તમ ધર્માચાર અને પૂર્વજન્મના પુણ્યના બળે તેમનામાં બાલ્યવયથી જ ધર્મસંસ્કાર ઝળકી ઊઠયા. તેમાંયે પૂ. શ્રમણભગવંતેને સમાગમ, વિશેષ કરીને પૂ. ગુરુદેવ પંન્યાસ શ્રી સુજ્ઞાનવિજયજી (વર્તમાનમાં પૂ. આચાર્ય શ્રી વિજયસેમચંદ્રસૂરિજી) મહારાજના સમાગમ અને પ્રેરક વાણુએ ત્યાગ અને વૈરાગ્યના માર્ગે જવા તત્પર બનાવ્યા. અને માત્ર ૧૨ વર્ષની કુમળી વયે સં. ૨૦૧૯ના માગશર સુદ પાંચમે પૂ. પં. શ્રી સુજ્ઞાનવિજયજી મહારાજે મનસુખલાલને ભાગવતી પ્રવજ્યા આપી, મુનિશ્રી સિદ્ધસેનવિજયજી નામે સંયમજીવનથી અલંકૃત કરી દીધા
સતત ગુરુકુલવાસમાં રહી ગ્રહણ–આસેવને શિક્ષા દ્વારા આચારમાં જાગરૂકતા, વિચારમાં ઉજજવળતા અને વાણીમાં મૃદુતા કેળવી આત્માને સિદ્ધાંતનિષ્ઠ બનાવ્યા. ગુરુભક્તિ, વિનયવિવેક, સરલતા તેમ જ જ્ઞાન-ધ્યાનતપ આદિમાં તત્પર અને સંયમજીવનને ઉત્કૃષ્ટ બનાવતા પૂ. ગુરુદેવનાં હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું. સ્વ-પર હિતકારક યુગમાં પણ આત્મજાગૃતિ દર્શાવી પૂ. ગુરુદેવના કૃપાપાત્ર બન્યા. અને સં. ૨૦૪૬ના મહા સુદ ૧૧ના થરાદનગરે પંન્યાસપદ અને ફાગણ સુદ ૧૧ના શ્રી ભીલડિયાજી તીથે મહામહોત્સવ પૂર્વક પૂ. ગુરુદેવશ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિની શુભ નિશ્રામાં તથા વિશાળ સાધુ-સાધ્વીજી અને સંઘની ઉપસ્થિતિમાં શ્રી નવકાર મહામંત્રના તૃતીયપદે–આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા, અને આચાર્ય શ્રી વિજયસેમસુંદરસૂરીશ્વરજી મહારાજ નામે ઉઘેષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી શાસન-સંઘની પ્રભાવના વધુ ને વધુ પ્રવર્તાવતા રહે એવી ભાવભરી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કેટિ કેટિ વંદના !
(સૌજન્ય : ભાંડોત્રા નિવાસી શેઠશ્રી શાંતિલાલ મયાચંદજીનાં ધર્મપત્ની અ. સૌ. પારુ બહેનના ૫૦૦ આયંબિલતપની આરાધના નિમિત્તે તેમના પરિવાર તરફથી.)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org