________________
४८४
શાસનપ્રભાવક
ધીર-ગંભીર-સૌમ્યમૂર્તિ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ
મનુષ્યાવતાર શ્રેષ્ઠ છે, પણ તેમાં સુખદુઃખ નથી એવું નથી. પણ જે માનવ એ સુખદુઃખમાં વિચલિત ન થાય, સ્થિર રહે તેને જ મનુષ્યાવતાર સફળ અને શ્રેષ્ઠ ગણાય છે. પૂ. આ. શ્રી વિજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંસારી જીવનમાં આ જ વાત ચરિતાર્થ થાય છે. વતન ગુજરાતમાં બનાસકાંઠાનું બાપલા ગામ અને જન્મસ્થાન રાજસ્થાનનું વાંકડિયાવડગામ. નાની વયમાં માતાપિતાને વિયેગ થશે. આવી વિકટ અને વિષમ પરિસ્થિતિમાં પણ સ્થિર અને સ્વકર્તવ્યપરાયણતા દાખવી માનવભવને શ્રેષ્ઠ અને સાર્થક કરી બતાવ્યું. પૂજ્યશ્રીનું સંસારી નામ હંજારીમલ, પિતાનું નામ ગુલાબચંદ અને માતાનું નામ મેકીબહેન. માતાપિતાના અવસાન પછી હું જારીમલને ધાર્મિક જ્ઞાનમાં વધુ રસ પડતો હતે. વ્યાવહારિક અભ્યાસ કરતાં કરતાં જૈન બેડિગમાં રહેતા હોવાથી ધાર્મિક સંસ્કારોમાં વૃદ્ધિ થતી ચાલી. યુવાવસ્થામાં સંસારની નીતિ મુજબ ગવરીબહેન સાથે સંસારના બંધનથી બંધાયા છતાં પૂર્વના સંચિત પુણ્યકમના મેગે સંસારના રંગરાગમાં ન ડૂબતાં જીવનને યથાશક્ય ધર્મ–આરાધનામાં જોડતા રહ્યા. તેમાં સં. ૨૦૦૪માં પરમ ઉપકારી ગુરુદેવ શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસથી સાંન્નિધ્ય પ્રાપ્ત થતાં, તેઓ ધર્મસિંચન દ્વારા ધર્મમાર્ગે વધુ દઢ બન્યા. આગળ જતાં, ધંધાકીય કારણે અમદાવાદમાં વસવાટ થયે. વ્યવસાયની વૃદ્ધિ સાથે સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થયાં. પણ એવામાં એક પુણ્યપ્રસંગે અંદરની ચેતના ઝળકી ઊઠી. પ્રસંગ હ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કલકત્તાવાળા લહમીસંપન્ન એવા શ્રી ધનજીભાઈના કુટુંબના બધા જ-પાંચે ય મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવને. શહેર અમદાવાદ અને ૨૦૧૯ની એ સાલ હતી. વૈરાગ્યના જાગેલા એ ભાવને પોતે તેમ જ ધર્મપત્ની ગવરીબેન સંસાર છોડવાનો સંકલ્પ કરી ભારતભરનાં તીર્થોની યાત્રાએ નીકળી ગયાં. બે વર્ષ ગુરુમહારાજ સાથે રહી સંયમની તાલીમ લીધી, અને છેલ્લે વતન બાપલામાં આવેલું પિતાનું ઘર શ્રીસંઘને આયંબિલ-ઉપાશ્રય માટે અર્પણ કરી અને ત્યાં જ પાંચ છોડના ઉઘાપન સહ ભવ્ય મહોત્સવ યેજ પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં બંનેએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી જિનચંદ્રવિજયજી મહારાજ જ્ઞાન–ધ્યાનમાં લાગી ગયા. ગુર્વાસા જીવનમંત્ર બની રહ્યો. સં. ૨૦૨૯ના જેઠ મહિનામાં પૂ. ગુરુદેવને રવર્ગવાસ થયે ત્યારે અંત સમયે ગુરુદેવને સમાધિ આપનાર આ જ શિષ્ય હાજર હતા. પૂજ્યશ્રીને સં. ૨૦૩પના જેઠ સુદ ૪ના દિવસે બાપલા મુકામે પંન્યાસપદથી અને સં. ૨૦૪૬ના વૈશાખ વદ ૬ના ભાભર મુકામે, પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાનુસાર તથા પૂ. આ. શ્રી વિજયસેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પરમેષ્ઠીપદના તૃતીયપદે બિરાજેલા આચાર્ય શ્રી વિજયજિનચંદ્રસૂરીશ્વર મહારાજ પરમ ઉપકારી ઉપદેશ દ્વારા શાસનપ્રભાવનાનાં કાર્યો વિશાળતાએ વૃદ્ધિવંત બની રહો એવી અંતરની પ્રાર્થના સાથે, પૂજ્યશ્રીનાં પાવન ચરણેમાં ભાવભીની કેટિશઃ વંદના!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org