________________
શ્રમણભગવંતો-૨ ઓછા સુધાં પર્યો નહીં. પણ પછી, સુખને શૂન્યાવકાશ સર્જા અને દુઃખનાં કાળા ડીબાંગ વાદળાં એક પછી એક ધસી આવ્યાં. એક એક કરતાં કુટુંબના સત્તર સભ્યોને વસમી વિદાય આપી. રહ્યા એક માત્ર પોતે, સંસારની આ ક્ષણભંગુરતા પામી ત્યાગધર્મના માર્ગે જવા તત્પર બન્યા. પિતાની દીવાની મિલકત ગ્રામજનેને સેંપી અમદાવાદ આવી પહોંચ્યા. ત્યાં શ્રી વીરવિજયજીના ઉપાશ્રયે પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજના પ્રશિષ્ય અનુગાચાર્ય શ્રી હરમુનિજી મહારાજના વરદ હસ્તે, સં. ૧૯૯૨ના કારતક વદ બીજના દિવસે દીક્ષા અંગીકાર કરી, પૂ. પં. શ્રી હરમુનિજી મહારાજના શિષ્ય બની મુનિ શ્રી સુંદર મુનિજી નામ ધારણ કર્યું. સંયમી જીવનને સ્વીકાર કરવા સાથે અપ્રમત્ત સાધના-આરાધનામાં અને ધર્મશાસ્ત્રના જ્ઞાનસંપાદનમાં લાગી ગયા. ઉત્કૃષ્ટ તપ-સાધના અને જ્ઞાન-અધ્યયનથી તેઓશ્રીને પ્રભાવ ઠેર ઠેર પ્રસરવા લાગ્યા. પૂજ્યશ્રીની યેગ્યતા જાણી તેમને સં. ૨૦૧૧ના પાલીતાણામાં પંન્યાસપદવી, સં. ૨૦૨૨ના તખતગઢમાં ઉપાધ્યાયપદવી અને પ્રાંતે સં. ૨૦૩રના ખવાણીમાં આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
પૂજ્યશ્રી આચાર્ય મુનિસુંદરસૂરિજી મહારાજની પ્રભાવક–પ્રેરક વ્યાખ્યાનવાણીથી અનેક સ્થળે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસમ્પન્ન થયાં. પૂજ્યશ્રીને શિષ્ય પરિવાર ૨૦, તેમાં વર્તમાનમાં ૧૦ શિ-પ્રશિષ્ય છે. તેમાં પૂ. ગણિવર્યશ્રી સુયશમુનિજી આદિ મુખ્ય છે. ૪૯ વર્ષના દીર્ઘ દક્ષા પર્યાયમાં માળવા પ્રદેશમાં વિશેષ ધર્મપ્રચાર કર્યો. પરાસલ તીર્થના પૂજ્યશ્રી ઉદ્ધારક અને સંરક્ષક હતા. અંતિમ ચાતુર્માસ સુરત કર્યા પછી સં. ૨૦૪૧ના વૈશાખ માસમાં નંદરબાર (મહારાષ્ટ્ર)માં અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી. એ જ સાલમાં વૈશાખ વદ અમાસને દિવસે ધુલિયા મુકામે કાળધર્મ પામ્યા. એવા સૌમ્ય, શાંત અને સમતાધારી પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજને કોટિ કેટિ વંદના !
સમર્થ જ્ઞાનોપાસક અને સાહિત્યપ્રકાશનના પ્રખર પુરસ્કર્તા
પૂ. આચાર્યશ્રી ચિદાનંદસૂરીશ્વરજી મહારાજ
પૂ. આ. શ્રી ચિદાનંદસૂરિજી મહારાજનો જન્મ સં. ૧૯૯હ્ના વૈશાખ વદ ને દિવસે સુરતમાં થયે હતો. પિતાનું નામ હીરાચંદ આશાજી શાહ, માતાનું નામ દિવાળીબહેન અને એમનું સંસારી નામ ચીમનલાલ હતું. પિતાને કાપડને વ્યવસાય હતે. કુટુંબ સુખી તેમ જ ધર્મ સંસ્કારોથી રંગાયેલું હતું. તેમાંયે ચીમનભાઈમાં પૂર્વના પુણ્યદયે ધર્મભાવના વિશેષ ખીલી હતી; અને નાનપણમાં જ દીક્ષાની ભાવના સેવી રહ્યા હતા. પણ, ભવિતવ્યતાના ગે સંસારમાં જોડાવું પડ્યું. ભાગ્યને ધર્મપત્ની ગજરાબહેન પણ એવાં જ ધર્મપરાયણ અને પતિપરાયણ હતાં. તેમનો સંસાર આગળ જતાં વૃદ્ધિ પામ્યામહેન્દ્ર નામે એક પુત્રરત્નનો જન્મ થયે. એક બાજુ સંસારનો વિસ્તાર થતે ચાલે, તો બીજી બાજુ ચીમનભાઈની ત્યાગ-વૈરાગ્યની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org