________________
શ્રમણભગવત-૨ અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ” પણ પ્રકાશિત થયેલ છે, જેના લેખક અને સંપાદક પૂ. મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી મહારાજ છે, જેઓ પૂ. આ. શ્રી ચિદાનંદસૂરિજીના શિષ્ય અને શિશુ છે. ત્યાર બાદ, હમણાં જ, સં. ૨૦૪૭માં, પૂજ્ય મુનિપ્રવર શ્રી મેહનલાલજી મહારાજના મુંબઈપ્રવેશને ૧૦૦ વર્ષ પૂરાં થતાં તે નિમિત્ત, તા. ૧-૬-૯૧ થી તા. ૯-૬-૯૧ સુધી મુંબઈ, ભાયખલા મુકામે પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ વિહાર-શતાબ્દીને ભવ્ય કાર્યકમ-મહત્સવ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી ચિદાનંદસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી યશોભદ્રસૂરીશ્વરજી (ડહેલાવાળા ) મહારાજ તથા વિશાળ મુનિમંડળની નિશ્રામાં ઉપસ્થિતિમાં ઉજવાય હતું. આ મહોત્સવમાં મુંબઈના સમસ્ત શ્રીસંઘે સામેલ થયા હતા. આ ઐતિહાસિક શતાબ્દી પ્રસંગની કાર્યવાહીમાં પૂ. મુનિશ્રી મુક્તિપ્રભમુનિજી મહારાજ, પૂ. મુનિશ્રી સુયશમુનિજી મહારાજ અને પૂ. મુનિશ્રી વિનીતપ્રભમુનિજી મહારાજે ભારે જહેમત ઉઠાવીને પ્રસંગને સફળતા
1
-
પૂ. મુનિશ્રી મુક્તિપ્રભમુનિજી મ. પૂ. મુનિશ્રી સુયશમુનિજી મ. પૂ. મુનિશ્રી વિનીતપ્રભમુનિજી મ. અપાવી હતી. આ યાદગીરી પૂજ્યશ્રીના જીવનને યાવચંદ્રદિવાકર અજર-અમર બનાવશે. ઉપરાંત, મુંબઈની ધર્મ પ્રાણ જૈનજનતા પૂજ્યશ્રીના ઉપકારની હંમેશ વાણું રહેશે. એવા એ વિરલ વિભૂતિ સાધુવરને કોટિ કોટિ વંદના ! (સંકલન : પ્રા. ડે. મુગટલાલ પી. બાવીસી.)
અનેક ગુણરૂપી પુષ્પોથી નંદનવન સમાન ઉગ્ર તપસ્વી
શાસ્ત્રવિશારદ–બાલબ્રહ્મચારી પૂ. આચાર્યશ્રી નિપુણુપ્રભસૂરીશ્વરજી મહારાજ
મેવાડના વસી ગામમાં સુશ્રાવક ખરતાજીને ત્યાં નવલમલજી તરીકે સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૪ના જન્મ લઈ, સુરત પાસે મરેલી ગામમાં તેમનાં ફેઈને ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૬ વર્ષની યુવાન વયે સુરતના ધર્મનિષ્ઠ વ્રતધારી સુશ્રાવક શ્રીકૃષ્ણજી જોધાજીને ત્યાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org