________________
શ્રમણભગવંતે-૨ જૈનમંદિરને વહીવટ બ્રાહ્મણ પાસેથી લઈને જૈનેને સેં. તેઓશ્રી જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં લોકપ્રિય બનતા હતા. સિરોહી પછી એમણે પાલી, સાદડી, જોધપુર, અજમેર વગેરેમાં
માસા કર્યા. જોધપુરના દિવાન અમલચંદજી એમની પાસે દીક્ષા લઈને મુનિ આણંદચંદ્રજી બન્યા. આ એમના પ્રથમ શિષ્ય. જોધપુરના વતની એવા જેઠમલજી પણ એમના બીજા શિષ્ય બન્યા. સં. ૧૯૩૬નું માસું એ સવાલના મૂળ વતન ઓસિયા તીર્થમાં કર્યું. ચોમાસા દરમિયાન એમના ઉપદેશથી એસિયાના દેરાસરને જીર્ણોદ્ધાર થયે. સં. ૧૯૪૦નું ચોમાસું પૂરું કરીને તેઓશ્રી ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં આવ્યા. સં. ૧૯૪૧નું ચોમાસું પાટણ કર્યું. તે વખતે શ્રીસંઘની વિનંતીથી તપાગચ્છની ધર્મક્રિયાઓનું આચરણ કરવા લાગ્યા. પણ અને ગચ્છની અંદર રહેલા શિષ્યસમુદાય તરફ સમાન દષ્ટિ રાખી શાસનની આણ વધારી. ગચ્છભેદ કે મતભેદ એમની પાસે હતા જ નહીં. જો કે તેમને ન સમજનાર કેટલાક જૈન ભાઈ એએ વિરોધ કર્યો હતે. હકીકતે ગુજરાતમાં તપાગચ્છનું પ્રાબલ્ય વધારે હતું. તેથી આ પરિવર્તનને લીધે સુરત અને મુંબઈમાં ઘણું પ્રશસ્ય કાર્ય કરી શક્યા.
સં. ૧૯૪૪માં હર્ષ મુનિ એમના શિષ્ય બન્યા. સં. ૧૯૪પનું ચોમાસું પાલીતાણા કર્યું. સુરતના શ્રી સંઘની વિનંતીથી સં. ૧૯૪૬નું ચોમાસું સુરતમાં કર્યું. સુરત જેન સંઘને એમના નામનું સૂચન કરનાર પ્રસિદ્ધ મુનિ આત્મારામજી હતા. સુરતમાં મહેસાણાવાળા ઊજમશીભાઈ અને મહદપુરના રાજમલજીભાઈ એ એમની પાસે દીક્ષા લીધી. એમના શિષ્યોની સંખ્યા વધીને સાતની થઈ. સુરતનું ચોમાસું પૂરું થયા પછી મુંબઈના શ્રેષ્ઠિઓ બાબુ પન્નાલાલ પૂરણચંદ, નવલચંદ ઉદેચંદ, નગીનદાસ કપૂરચંદ, પાનાચ દ તારાચંદ વગેરે એમને વંદન કરવા સુરત આવ્યા અને સં. ૧૯૪૭નું માસું મુંબઈમાં કરવા આગ્રહભરી વિનંતી કરી. હજી સુધી કેઈ જેન સાધુએ મુંબઈમાં પ્રવેશ કર્યો ન હતે. તેઓ મુંબઈને વિલાસી નગરી સમજતા હતા અને જે સાધુ મુંબઈ જાય તે ભ્રષ્ટ થયા વગર ન રહે એવી માન્યતા હતી. “મૂકી તાપી તે થયા પાપી” (એટલે કે સુરતથી આગળ જવામાં પાપ છે.) એવી માન્યતા પ્રચલિત હતી. તે બીજી બાજુ મુંબઈમાં વસતા જેન ભાઈ માટે સાધુમહાસનાં દર્શન-સમાગમ વગર ધર્મભાવના ટકાવવી મુશ્કેલ હતી. પગલે પગલે જ્યાં પડવાને ભય હોય ત્યાં સચેત બનાવનારા સંત-મહાત્માની જરૂર સૌથી વધુ રહે. પિતાનું આ કર્તવ્ય સમજી પૂ. મુનિશ્રી મોહનલાલજીએ મુંબઈનું આમંત્રણ સ્વીકારી લીધું. મુંબઈ જવા માટે વચ્ચેની દરિયાઈ ખાડીઓ પસાર કરવા રેલવેના પુલને ઉપયોગ કરવો પડે તેમ હતું. મુંબઈના સંઘે એ માટે પત્રવ્યવહાર કરી ખાસ પરવાનગી મેળવી. આમ, પૂ. મોહનલાલજી મહારાજે અનેક મુશ્કેલીઓ વેઠી મુંબઈમાં પ્રવેશ કર્યો. મુંબઈ જતાં રસ્તામાં નવસારીના જીર્ણ દેરાસરને ઉદ્ધાર કરવા ત્યાંના સંઘને પ્રેરણા આપી. મુંબઈમાં પૂજ્ય મહારાજશ્રીનું ભવ્ય સામૈયું થયું. સં. ૧૯૪૭ને ચૈત્ર સુદ ૬ને એ દિવસ મુંબઈ માટે એક અનેરે અને ઐતિહાસિક અવસર હતો. સામૈયામાં જેને ઉપરાંત પ્રતિષ્ઠિત હિન્દુઓ, અંગ્રેજ અધિકારીઓ, વકીલે, ન્યાયાધીશ, પારસીઓ, મુસ્લિમો વગેરે પણ જોડાયા હતા. પૂજ્ય મહારાજશ્રીની નિશ્રામાં લાલબાગના જૈન ઉપાશ્રયે સૌપ્રથમ માસા દરમિયાન ઘણી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org