________________
શાસનપ્રભાવક
કુળમાં જન્મ્યા હોવા છતાં જૈનધર્મના પ્રખર પ્રચારક બન્યા એ બાબત નોંધપાત્ર છે. મેહનની નવ ઉંમરે માતાપિતા એમને લઈને જોધપુર રાજ્યના નાગોર શહેરમાં આવ્યાં. નાગેર ભૂતકાળમાં નાગપુર તરીકે ઓળખાતું હતું. નાગોરમાં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હતી. એમાં રૂપચંદજી નામના જેન યતિ ઘણા પ્રસિદ્ધ હતા. શ્રી રૂપચંદજીએ ખરતરગચ્છના આચાર્યશ્રી જિનર્વસૂરિજી પાસે યતિદીક્ષા લીધી. ખરતરગચ્છમાં સં. ૧૭૭૦ (ઈ. સ. ૧૭૧૪)થી યતિપરંપરા શરૂ થઈ હતી. બાદરમલ અને સુંદરીએ યતિ રૂપચંદજીને ધાર્મિક સંસ્કાર અને તાલીમ માટે એમને પુત્ર અર્પણ કર્યો. મોહને હિન્દી ભાષાનું જ્ઞાન અને પ્રાથમિક શિક્ષણ પોતાના વતન ચાંદપુરમાં મેળવ્યું હતું. ઇતિહાસ, ભૂગોળ અને ગણિતને થે અભ્યાસ પણ કર્યો હતે. રૂપચંદજીએ એમને ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. અલ્પ સમયમાં મેહને પ્રતિક્રમણનાં સૂત્ર, ચાર પ્રકરણ, ત્રણ ભાગ, છ કર્મગ્રંથ વગેરે કંઠસ્થ કરી લીધાં. “તત્વાર્થસૂત્રનો અભ્યાસ કર્યો. રૂપચંદજીએ એમને વ્યાકરણ, કાવ્ય, જ્યોતિષ, સામુદ્રિકશાસ્ત્ર તથા સ્વરોદયશાસ્ત્ર શીખવ્યાં. નાની ઉંમરે મેહને આ બધું જ્ઞાન આત્મસાત્ કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી રૂપચંદજી મેહનને લઈને મુંબઈ ગયા. એમણે મુંબઈથી મેહનને ખરતરગચ્છના આચાર્ય મહેન્દ્રસૂરિ પાસે ઇન્દોર મોકલ્ય. ઇન્દોરની નજીક મક્ષીતીર્થમાં સં. ૧૯૦૩ (ઈ. સ. ૧૮૪૭)માં આચાર્ય મહેન્દ્રસૂરિએ મોહનને યતિદીક્ષા આપી અને મોહન હવે યતિ શ્રી મેહનલાલજી બન્યા. એ વખતે એમની વય માત્ર સેળ વર્ષની હતી.
શેડો સમય યતિ શ્રી મેહનલાલજી આચાર્ય મહેન્દ્રસૂરિ પાસે રહ્યા. એ પછી એમને મુંબઈ એમના ગુરુ રૂપચંદજી પાસે મોકલવામાં આવ્યા. રૂપચંદજી એમને લઈને ગ્વાલિયર ગયા. ગ્વાલિયરમાં રૂપચંદજીને અચાનક સ્વર્ગવાસ થયે. એ પછી ચાર વર્ષે આચાર્ય મહેન્દ્રસૂરિ પણ નિર્વાણ પામ્યા. બંને ગુરુએ વિદાય લેતાં સં. ૧૯૧૪ પછીને સમય યતિ મેહનલાલજી માટે મુશ્કેલીને બ. સં. ૧૯૧૬ (ઈ. સ. ૧૮૬૦ )માં બાબુ છુઠ્ઠનજીએ સિદ્ધાચલજીને સંઘ કાઢયો, જેમાં મેહનલાલજી પણ સામેલ થયા. આ રીતે એમણે સિદ્ધાચલજીની પ્રથમ યાત્રા કરી, જેને પ્રભાવ એમના મન અને જીવન પર અમીટ પડ્યો. સિદ્ધાચલજીની યાત્રા પછી એમણે લગભગ બાર વર્ષ સુધી ઉત્તર પ્રદેશના લખનૌ શહેર અને એની આસપાસના પ્રદેશમાં વિહાર કર્યો. ત્યાંથી તેઓશ્રી કલકત્તા ગયા. ત્યાં તેમને યતિમાંથી સાધુ બનવાની પ્રેરણા મળી. પિતાની બધી મિલકત ધર્મને અર્પણ કરી. ત્યાંથી તેઓ અજમેર ગયા અને ત્યાં સં. ૧૯૩૦ (ઈ. સ. ૧૮૭૪)માં સંઘ સમક્ષ યતિમાંથી સંવેગી સાધુ-શ્રમણ બન્યા. શ્રી સુખસાગરજી મહારાજ પાસે એમણે ગદહન કરી વાસક્ષેપ લીધે અને એમના શિષ્ય બન્યા. ખરતરગચ્છની સંવેગી પરંપરામાં તેઓ તેજસ્વી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા.
સં. ૧૯૩૨નું ચોમાસું સિરોહીમાં કર્યું. ત્યારે ત્યાંના રાજવી શ્રી કેસરીસિંહજીએ એમના ઉપદેશથી પિતાને રાજ્યમાં દર વર્ષે શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૧૧ સુધીના ૧૫ દિવસ દરમિયાન પ્રાણીઓની હિંસા અને કતલ ઉપર પ્રતિબંધ મૂક્યો. એ ઉપરાંત, એમની પ્રેરણાથી સિદેહીનરેશે રેહીડા ગામમાં જૈનમંદિર બનાવવાની પરવાનગી આપી. બ્રાહ્મણવાડાના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org