________________
૪૯૨
મહેાપાકરતા સાંભળીને તેએશ્રીએ પણ શાસનના અનેકવિધ પ્રશ્નોમાં કલમની કરામતથી સત્યના સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાના પ્રારંભ કર્યાં. તેઓશ્રીની સયમની ઉત્કૃષ્ટ સાધના તેમ જ વિસ્તરતી જતી શક્તિ-ભક્તિથી આકર્ષાઈ પૂ. ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસપદવીથી અલ’કૃત કરવા કહ્યું; પરંતુ દરમિયાન પૂ. ગુરુદેવ સ્વની વાટે સંચર્યાં. ત્યાર પછી તેઓશ્રીના વડીલ ગુરુબંધુ પૂ. પ. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવરે પંન્યાસપદવી આપી. ત્યાર બાદ તેઓશ્રીને સ. ૨૦૩૮માં પૂ. આ. શ્રી વિજયસેામચ દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જામનગરમાં શ્રી નમસ્કાર મહામ ંત્રના તૃતીયપદે—આચાર્યપદે આરૂઢ કરાતાં પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધિ પામ્યા.
શાસનપ્રભાવક
· શ્રી મહાવીરશાસન 'ની જેમ ‘ જૈનશાસન' સાપ્તાહિક તેઓશ્રીના પ્રેરક બળથી આજે પ્રકાશિત થઈ રહ્યું છે. આગમાદિ પ્રાચીન ગ્રંથાના રક્ષણ માટે તેઓશ્રીની પ્રેરણા સાકાર થઈ રહી છે અને હસ્તલિખિત ગ્રંથાના સ્વ. પૂ. આ. શ્રી વિજયમાનતુ'ગસૂરીશ્વરજી મહારાજ પ્રેરિત નવસર્જનને વેગ મળી રહ્યો છે. અંજનશલાકા-પ્રતિષ્ઠા, નૂતન જિનમંદિરાનાં નિર્માણ, છરીપાલિત યાત્રાસંઘે આદિ શાસનપ્રભાવક કાર્યોની હારમાળા દ્વારા હાલારની પ્રશ્નને પણ ધર્મ રક્ષા અને શાસનપ્રભાવનાના પાઠ તેએશ્રી ભણાવી રહ્યા છે. મૂળમાં હાલાર પ્રદેશના અને બહુતયા હાલાર પ્રદેશ ( જામનગર જિલ્લા )માં વિચરતા પૂજયશ્રી હાલાર પ્રદેશમાં જૈનશાસનની યેાતને અણનમ બનાવી રાખવામાં સફળતાને વરેલા ‘ હાલારકેશરી ’પૂજ્યપાદ આચાય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજને ભાવભરી શતશઃ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org