________________
૪૯૦
શાસન
જૈનશાસનના પ્રચાર અને રક્ષા માટે તેઓશ્રીના ઉપદેશથી લાખાબાવળથી ‘ શ્રી મહાવીર નામનું પત્ર શરૂ થયું હતું, જે આજે પણ જૈનધમ ના પ્રચાર અને રક્ષાનું કા કરે છે. ભારતભરમાં તેમ જ પરદેશમાં પણ તેની નકલેા સારી સખ્યામાં જાય છે. તેઓશ્રીએ અનેક પુસ્તકો, કથાઓ, લેખા તથા પ્રશ્નોત્તરે અને અમૃતિષ દુઆ સારા પ્રમાણમાં લખેલ છે. શાસ્ત્રીય રહસ્યના તેએ ઊ'ડા મન હતા અને એક ગ્રંથ અનેકવાર વાંચીને રહસ્યા તારવતા હતા. હાલારમાં રાસ...ગપુર, ભાણવડ, લાખાબાવળ, પડાણા, જામનગર પ્લોટ વગેરે જિનમદિરાની પ્રતિષ્ઠા ઉપરાંત રાજકોટના માંડવી ચાકમાં શ્રી સુપાર્શ્વનાથ દેરાસરજી તથા સદરમાં શ્રી મણિયારના દેરાસરની પ્રતિષ્ઠા તેએશ્રીના વરદ હસ્તે થઈ હતી. તેમ જ બગસરા અને કારિયાણી ( ખોટાદ ) દેરાસરની પ્રતિષ્ઠા પણ તેઓશ્રીના વરદ હસ્તે થઈ હતી. પ્રભાસપાટણના પ્રખ્યાત નૂતન મહામંદિરનું તથા ધનિયાવાડા ( ડીસા ) દેરાસરનું શીલારોપણ પૂજ્યશ્રીની નિશ્રામાં થયું હતું. લીંબડીના શ્રી સુબાહુ જિનના મહામદિરના જીર્ણોદ્વાર પૂજ્યશ્રીના ઉપદેશથી થયા હતા. પૂજ્યશ્રીના હસ્તે દીક્ષાઓ પણ અનેક થઈ હતી.
શાસનપ્રભાવક
પૂજ્યશ્રીને ગૃહસ્થપણાથી એકાસણાના અભ્યાસ હતા; અને સાધુપણામાં પણ સ, ૨૦૧૭ સુધી પ્રાયઃ એકાસણાં કરેલાં; પણ પછી તબિયતને કારણે, એકાસણાં કરતાં ગૅસ થાય અને ઊભા થઈ જવું પડે, તેથી એકાસણાં છેડી ઉપવાસ શરૂ કર્યાં. એકાંતર ઉપવાસ કરે. વચ્ચે તિથિએ વાપરવાનુ આવે તે છટ્ઠ કરી લે, કેટલાક સમય તે અઠ્ઠમ કરે. માટા ભાગે ઉપવાસ ચોવિહારા કરે. હાલારમાં કેટલોક સમય છ વિગયનેા ત્યાગ હતા અને ચાર દ્રવ્ય જ છૂટાં રાખે. તેમાં છાશ રોટલા વાપરે. ૪૩ વર્ષના દીક્ષાપર્યાયમાં કી લીલું શાક વાપર્યું નહીં. સાંચાર ( મારવાડ ) દેરાસરના જીર્ણોદ્ધાર માટે ૧૫ વર્ષે ઘીના ત્યાગ રાખેલ. ત્યાં અશાતના જોયેલ, તેથી અભિગ્રહ કરેલા. સદાય સ્વાધ્યાયમગ્નતા એ તેઓશ્રીના ખારાક હતા.
છેલ્લું ચામાસું લીંબડી કર્યું. ત્યાંથી વઢવાણ શહેર પધારી એ કુમારિકાઓને દીક્ષા આપી અને વીયિા પધારી ફાગણ સુદ ૪ના એક કુમારિકાને દીક્ષા આપી. ફાગણ સુદ ૧૦ના વીશસ્થાનકની ૧૭મી સંયમપદની એળીને છેલ્લે ચાવિયારે ઉપવાસ હતા. તે દિવસ તેઓશ્રીની આચાર્ય પદવીના પણ હતા. શ્રાવકે સાંજે પ્રતિક્રમણ કરવા આવી રહ્યા હતા અને પૂજ્યશ્રીને એડકાર આવ્યા. ત્રણ મેાટા ઓડકાર આવ્યા તે સાથે તેઓશ્રી અરિહંત ખેલતાં ખેલતાં, બેડાં બેઠાં સાંજે સાત વાગે કાળધર્મ પામ્યા. સૌ ખેદમાં પડી ગયા. સત્ર શાકનુ વાતાવરણ છવાઈ ગયું. ચારે બાજુ શાકના સંદેશા ફરી વળ્યા. અનેક ગામેાથી ભાવિકા આવી પહોંચ્યા અને સુદ ૧૧ના ૨ વાગે ભવ્ય પાલખી નીકળી અને સ્ટેશન રોડ પર, ઝવેરી જિન સામે એક પ્લેટ ખરીદવાનુ વીંછિયા શ્રીસ ંઘે નક્કી કર્યું અને ત્યાં અગ્નિસંસ્કાર કર્યાં. તેએાશ્રીના સ`સારી બંધુ ચીમનભાઈ આદિ ખંભાતથી આવી પહોંચેલા. તેમણે પાલખીને લાભ લીધે અને અગ્નિસંસ્કાર કર્યા. ત્યાં હાલ ગુરુમંદિર બનાવી ચરણપાદુકા પધરાવી છે. ઉપરાંત પૂજ્યશ્રીના ઉપકારોને યાદ કરીને અલાઉ, લાખાખાવળ, નાઘેડી, બાલંભા, શેતાલુશ, જાંબુડા, ધેાળા જકશન, કનસુમરા, રાજકોટ અને ડાળિયામાં તેઓશ્રીની મૂર્તિ એ પધરાવવામાં આવી છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org