________________
શ્રમણભગવ તા-૨
ઊમટતા અને બાલજીવા સારી રીતે ધર્મીમાં જોડાતા. તેએશ્રીના ઉપદેશથી સ. ૧૯૮૯માં શ્રી હર્ષીપુષ્પામૃત જૈન ગ્રન્થમાળાની સ્થાપના થઇ અને તેમાં પૂ. સાગરાનંદજી મહારાજ સ`કલિત ‘ દીક્ષાનું સુ ંદર સ્વરૂપ” નામનુ પુસ્તક સૌ પ્રથમ પ્રકાશિત થયું. ત્યાર પછી તે! ઘણા ગ્રંથા પ્રગટ થયા અને આજે તે આગમ મૂળપ્રત સંશાધન કરાવીને આ સંસ્થાએ પ્રગટ કર્યો છે. પૂજ્યશ્રીને ખેડા મુકામે પૂ. શ્રી હવિજયજી દાદા તથા પૂ. પં. શ્રી કપૂરવિજયજી ગણુિની નિશ્રામાં સ. ૧૯૯૧ના અષાઢ સુદ ૯ના ગણિપદ અને અષાઢ સુદૃ ૧૦ના પંન્યાસપદ આપવામાં આવ્યુ,
સ. ૧૯૯૨માં ખંભાતમાં જૈનશાળામાં ચામાસું કર્યુ અને જૈનશાળાની રક્ષા કરી શ્રીસ'ધને આરાધનામાં દૃઢ મનાવ્યે. તેઓશ્રી શાસ્ત્રાના ઊંડા અભ્યાસી હતા. તેઓશ્રીએ સંસ્કૃતમાં સંક્ષિપ્ત શ્રાદ્ધધર્મ, ચતુર્વિશતિ ચૈત્યવંદનાદિ સ્તુતયઃ, જયવિજય કથાનક વગેરે ગ્રંથા લખ્યા છે. ન્યાયના વિષયમાં તર્કસંગ્રહ ઉપર પ્રભા નામની ટીકા લખેલી છે, અપ્રગટ છે. ઉપરાંત અનેક ગુજરાતી પુસ્તક લખ્યાં છે, અમૃતબિન્દુ લખ્યાં છે, પૂજાએ રચી છે. તેઓશ્રીની જૈન દર્શનને સમજાવવાની સરળ ઢબને કારણે જ્યાં જ્યાં વિચર્યાં ત્યાં ત્યાં દૃઢ ધશ્રદ્ધા ઉત્પન્ન કરી છે. સં. ૧૯૯૯માં ફાગણ સુદ ૩ના પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી દાદાના શુભ હસ્તે પૂ. શ્રી મનહરવિજયજી તથા પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજની આચાર્ય પદવી સાથે સાથે પૂ. શ્રી અમૃતવિજયજી મહારાજને ઉપાધ્યાયપદ પ્રદાન થયું. અને ત્યાર ખાદ, ફાગણ સુદ ૧૦ના દિવસે અમદાવાદ જૈન વિદ્યાશાળામાં આચાર્ય' પદથી અલ'કૃત કરવામાં આવ્યા. તે વખતે અઢી માસ પર્યંત ભવ્ય મહોત્સવ ઊજવાયા હતા.
૪૮૯
પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ કવિ પણ હતા. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રાથમિક મા દનથી તેઓશ્રીએ સ્તવનાદિ રચ્યાં હતાં. અને પછી બાળજીવાને ભક્તિમાં જોડવા માટે સં. ૨૦૦૩થી પૂજા એની રચના પણ કરી હતી. તેમાં તેઓશ્રીએ અનેક ઉપયાગી પૂજાએ રચી છે. તેની ઢાળેા સરસ હોવાથી ભાવિક ભક્તિપૂર્વક, ભારે ઉલ્લાસથી ગાઈ શકે છે અને ભક્તિના આનદ પ્રાપ્ત કરી શકે છે. શાસનસિદ્ધાંતરક્ષા અને ઉત્સૂત્રને પ્રતિકાર કરવા અંગે તેઓશ્રીને પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયરામચ`દ્રસૂરીશ્વરજી મહારાજના શુભ આશિષ પ્રાપ્ત થયા હતા અને અનેક પ્રસંગોએ તેમણે એ અંગે પ્રયત્નો કરી આરાધનાને અખંડ બનાવી હતી. ગુજરાતમાં આરસદ, પાંથાવાડા, લેાદ્રા વગેરે અનેક ક્ષેત્રોમાં જાગૃતિ લાવ્યા હતા. સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશમાં અને છેલ્લે ઝાલાવાડ તથા ઓટાદ વિસ્તારમાં વઢવાણુ, લીંબડી, કારિયાણી, અલાઉ આદિ ગ્રામનગરીમાં વિચરી ત્યાંની ગ્રામપ્રજામાં સુંદર ધર્મ જાગૃતિ લાવ્યા હતા. તપાગચ્છ ઉપાશ્રય તેઓશ્રીના ઉપદેશથી નિર્માણ થયા હતા. હાલાર પ્રદેશમાં અનેક દેરાસરાનાં નવિનર્માણ થયાં અને પડાણા તથા જામનગરમાં અંજનશલાકાએ થઈ હતી. આ પ્રદેશમાં મુનિરાજેનુ આગમન અલ્પ હોવાથી જૈનધર્માં પાછળ હતા, તે પૂજ્યશ્રીના સતત વિહાર અને પ્રબળ પ્રેરણાથી સારી એવી ધર્મ જાગૃતિ આવી; અને તેના ફળસ્વરૂપે પૂજ્યશ્રી ‘ હાલારદેશેાદ્ધારક ’ કહેવાયા.
શ્ર. દુર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org