________________
શ્રમણભગવ તા-૨
८८७
સ્મૃતિ બરાબર રહેતી નથી. એકાસણું કરી રહ્યા પછી વાંચન, જાપ વગેરે સાંજ સુધી ચાલ્યાં. સાંજે પ્રતિક્રમણ કરી પારસી ભણાવી સ થારા કર્યાં. રાત્રે બાર વાગે માત્ર જઇ આવી નવકારવાળી ગણીને પુન: સૂઇ ગયા. કેને ખબર કે આ નિદ્રા સદાની હતી ! મુનિશ્રી દેવેન્દ્રવિજયજી રાત્રિના ૧૨ થી ૨ સુધી પાસે બેઠા બેઠા નવકારવાળી ગણતા હતા. સાડાત્રણ વાગ્યા સુધી પૂજ્યશ્રી જાગ્યા નહિ એટલે ખેલાવ્યા; પણ ખેલ્યા નહિ, ત્યારે ખબર પડી કે પૂજ્યશ્રી આ નશ્વર દેહને છેડીને સ્વગેસ'ચરી ચૂકયા છે ! આમ, મહા સુદ ૧૧ મધ્યરાત્રિએ ૩૨ વર્ષના દીર્ઘ દીક્ષાપર્યાય પાળી, ૭૩ વર્ષની વયે પૂજ્યશ્રી દેવલોક પામ્યા. તેઓશ્રીના કાળધમ નિમિત્તે અનેક ઉત્સવ આદિ થયા. પાંથાવાડામાં તથા રાસ...ગપુરમાં તથા ડાળિયા ( આલાવાડ )માં પૂજ્યશ્રીની મૂર્તિ આ પણ પધરાવા છે.
પૂજ્યપાદ તપોમૂર્તિ આચાર્ય દેવ શ્રી વિજયકપૂ`રસૂરીશ્વરજી મહારાજે કરેલાં અનેકવિધ તોની ટૂંકી નોંધ આ પ્રમાણે છે : ઉપવાસથી વર્ષીતપની આરાધના, ઉપવાસથી વીસસ્થાનકની આરાધના (૪૦૦ ઉપવાસ ). છઠ્ઠથી વીશસ્થાનકની આરાધના (૪૦૦ છઠ્ઠું ). છઠ્ઠુંથી વરસીતપની આરાધના. અઠ્ઠમથી વીશસ્થાનકની આરાધના, તેમાં ૧૧૦ અઠ્ઠાઈઓ થઈ. વમાનતપ ( પ્રાય: ) ૩૫ એળી, છ અઠ્ઠાઈ પર્વ ઉપવાસથી આરાધના. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ વગેરેની પૂર્ણ આરાધના. હુંમેશાં પ્રાયઃ એકાસણું ચાલુ જ. ગંડસી મુહસી પચ્ચક્ખાણ કાયમ. છ વખત ૧૬ ઉપવાસ, પ્રાયશ્ચિત્તનાં છ અઠ્ઠમ આદિ. છૂટક અમે અનેક, ચત્તારિ–અઠ્ઠ–દસઢોય તપ. તેમ જ ગૃહસ્થપણામાં ઉપધાન, ચૌદપૂર્વ તપ (ત્રણ-ચાર વાર ), પિસ્તાલીસ આગમ તપ. અક્ષયનિધિ આદિ અનેક તપે. સ. ૧૯૯૪માં અઠ્ઠાઈથી વીશસ્થાનકની ચાલુ તપશ્ચર્યામાં પાંચ વિગઈ એ ( દૂધ, દહીં, ગળપણ, તેલ અને કડા વિગઈ)ના મૂળથી યાવજીવન ત્યાગ કર્યાં હતા. પૂજ્ય તામૂર્તિ આચાર્યશ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ હાલારદેશેાદ્ધારક તરીકે સુપ્રસિદ્ધ હતા. એવા એ મહાન શાસનપ્રભાવક સૂરિવરને કેટ કેટ વ`દના !
( સંકલન : પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મહારાજ )
(
હાલારદેશ દ્વારક-કવિરત્ન-પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્ય'શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ આચાર્ય દેવશ્રીના જન્મ સાજીત્રા (જિ. ખેડા) ગામે સ’. ૧૯૫૫ના આસે સુદ બીજે થયા હતા. પિતાનું નામ માણેકચંદ, માતાનુ નામ પરસનબેન અને તેમનું સંસારી નામ અંબાલાલ હતું. તેમના પિતાશ્ર વ્યાપારાર્થે પ્રથમ ઉદેલ અને ત્યાંથી ખંભાત આવ્યા. એને લીધે ખંભાતમાં પૂજય ગુરુભગવંતેના પરિચયમાં આવવાનું થયુ. સ. ૧૯૭૮ની સાલમાં તેઓશ્રી યોગશાસ્ત્રનું અધ્યયન કરતા હતા અને તે વખતે તેના અર્થ પણ લખતા. એકવાર તેઓશ્રી રાત્રે ખાટલા પર સૂતા હતા. તરસને કારણે જાગ્યા અને નીચે પાણી મૂકેલુ તે પી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org