________________
હાલારદેશદ્ધારક આચાર્ય દેવ પૂ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ
તથા તેઓશ્રીના સમુદાયવર્તી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરિજી મહારાજ
હાલાર દેશદ્ધારક પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના ગુરુદેવ તપમૂર્તિ પૂ. આ. શ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મહારાજ
સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ જિલ્લાના સાયલા ગામમાં સં. ૧૯૨૮ના માગશર સુદ ૩ના દિવસે પૂજ્યશ્રીને જન્મ થયે હતો. પૂજ્યશ્રીનું સંસારી નામ મેહનલાલ હતું. તેમના પિતાનું નામ શેઠ પુંજાભાઈ અને માતાનું નામ ઉજમબેન હતું. તેઓ હળવદવાળા શેઠ કમળશી લવજીનાં બહેન થતાં. તે કુટુંબ ખૂબ ધર્મનિષ્ઠ હતું અને આજે પણ છે. મામા શેઠ ચુનીલાલ કમળશી સમાજમાં ખૂબ પ્રતિષ્ઠિત હતા. તેમના પુત્ર કાંતિલાલ આદિ ઘણા શાસનમી છે. પંજાભાઈ શેઠની સ્થિતિમાં પલટો આવ્યો અને ખેડામાં આવી રહ્યા. “જ્યાં રોટલે ત્યાં એટલે” એ કહેવત મુજબ બેડામાં વસવાટ કર્યો. આ વખતે મેહનલાલની ઉંમર સાતેક વર્ષની હતી. તેમણે ત્યાં ગુજરાતી સાત અને અંગ્રેજી બે ચોપડીને અભ્યાસ કર્યો. સાથે ધાર્મિક જ્ઞાનમાં પંચ પ્રતિક્રમણ જેટલો અભ્યાસ કર્યો. દુકાને બેસવા છતાં નિત્ય પૂજા, પ્રતિક્રમણ તેમ જ ચતુર્દશીએ પૌષધ કરવાનો નિયમ હતો. સં. ૧૯૫૫માં ખેડામાં પૂ. આ. શ્રી વિરસૂરિજી મહારાજનું ચાતુર્માસ થયું. ઉપધાન થતાં મેહનલાલ તેમાં જોડાયા અને ત્યારથી નિયમિત એકાસણું કરવા લાગ્યા. મોહનલાલના મિત્ર પણ ધર્મનિષ્ઠ હતા. ધર્મગોષ્ઠિ કરતાં એકવાર એ મિત્રએ દીક્ષા ન લઈએ ત્યાં સુધી દૂધપાક ન ખાવે એવો નિયમ કર્યો અને અંતે એ મિત્રોએ દીક્ષા લીધી. પહેલા મિત્ર ગફુરભાઈ ત્રિભોવનદાસ. તેમણે પૂ. શ્રી મૂલચંદજી મહારાજના શિષ્ય પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે સં. ૧૯૫૭માં શ્રી જ્ઞાનવિજ્યજીના નામથી દીક્ષા લીધી, જેઓશ્રીએ ૩પ ઉપવાસ આદિ તપશ્ચર્યા કરી. પ્રાંતે ડઈ ખાતે કાળધર્મ પામ્યા. બીજા મિત્ર દુર્લભદાસ છબાભાઈ જેમણે પૂ. બુટેરાયજી મહારાજના શિષ્ય પૂ. પં. શ્રી આણંદવિજયજી ગણિવર્યના શિષ્ય મુનિશ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી દુર્લભવિજ્યજી તરીકે સં. ૧૯૬૦માં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org