________________
* ૪૮૬
શાસનપ્રભાવક
દીક્ષા લીધી. જેઓશ્રી પંન્યાસપદ પણ પામ્યા હતા. ત્રીજા મિત્ર આપણા ચરિત્રનાયક મોહનભાઈ પંજાભાઈ. તેમણે મૂલચંદજી મહારાજના શિષ્ય પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના હસ્તે સં. ૧૯૬૮માં પૂ. બુટેરાયજી મહારાજના શિષ્ય પૂ. પં. શ્રી આણંદવિજયજી ગણિવરના શિષ્ય પૂ. મુનિ શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય શ્રી કપૂરવિજયજી તરીકે દિક્ષા લીધી. ધન્ય છે આ મિત્રાચારીને !
મેહનભાઈને દીક્ષા લેવામાં તેમનાં પત્ની વગેરે તરફથી ઘણી જ મુશ્કેલીઓ નડી હતી. જ્યારે તેમને દીક્ષા લેતાં અટકાવ્યા ત્યારે તેમણે પ્રતિજ્ઞાઓ કરી હતી કે, (૧) રોજ ચાર આના દેસાસરે મૂકવા, (૨) કઈ પણ પ્રકારને વ્યાપાર કરે નહિ; (૩) ઘેર ભેજન કરવું નહિ, (૪) એકાસણું કરવું; અને (૫) બ્રહ્મચર્યનું પાલન કરવું. આ નિયમે જેનાં મેહનભાઈને દીક્ષાની કેવી તીવ્ર અભિલાષા હતી તે જણાઈ આવે છે. આ સાથે તેમણે પિતાના જીવનને અનેક તપશ્ચર્યાઓથી રંગી દીધું. છેવટે સં. ૧૯૬૮માં તેમને દીક્ષા લેવાની તક સાંપડી અને સુરત ખાતે પૂ. મૂલચંદજી મહારાજના શિષ્ય પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના હસ્તે ૪૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. નામ મુનિશ્રી કપૂરવિજયજી રાખ્યું. સં. ૧૯૯ત્ના કારતક વદ ૪ના દિવસે બારડોલીમાં તેમને વડદીક્ષા આપવામાં આવી. પૂ. બુટેરાયજી મહારાજના શિષ્ય પૂ. પં. શ્રી આણંદવિજયજી ગણિવરના શિષ્ય પૂ. મુનિરાજશ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી કરવિજયજી થયા અને પ્રાયઃ પૂ. મૂલચંદજી મહારાજ સાથે તેમની વિદ્યમાનતા સુધી રહ્યા હતા.
મુનિશ્રી કપૂરવિજયજી ઉગ્ર તપશ્ચર્યા સાથે જ્ઞાન ધ્યાનમાં આગળ વધતા રહ્યા. તેઓશ્રીની દરેક યોગ્યતા જોઈને પૂ. શ્રી હર્ષવિજયજી મહારાજે ગણિ-પંન્યાસપદ આપવાનું નક્કી કર્યું અને અમદાવાદ ખાતે સં. ૧૯૯૦ના કારતક વદ ૪ના ગણિપદ અને કારતક વદ 9ના પંન્યાસપદ પૂ. તપેનિધિ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રદાન થયાં. ત્યાર બાદ,
જ્યોતિષમાર્તડ કૃતજ્ઞશિરોમણિ પૂ. આ. શ્રી વિજયક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજે બેડા (મારવાડ)માં અંજનશલાકા–પ્રતિષ્ઠા મહત્સવ પ્રસંગે પૂ. પં. શ્રી કપૂરવિજયજી ગણિવરને સં. ૧૯૬ના વૈશાખ વદ ૧ના ઉપાધ્યાયપદ પર સ્થાપન કર્યા. સં. ૧૯૯૮માં પૂ. ઉપાધ્યાયશ્રીજી સપરિવાર સંઘસ્થવિર પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ તથા પ્રશમનિધિ પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ આદિને વંદનાર્થે અમદાવાદ-જૈન વિદ્યાશાળાએ પધાર્યા. ચોમાસું પણ ત્યાં જ કર્યું. આ વખતે પૂજ્યશ્રીને ૧૦૦ અડાઈ પૂર્ણ થતાં ભવ્ય મહોત્સવ ઊજવા. સં. ૧૯૯ના ફાગણ સુદ ૩ના દિવસે પૂ. દાદાશ્રી તથા પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂ. ઉપાધ્યાય શ્રી મનોહરવિજયજી તથા પૂ. તપસ્વીરત્ન ઉપા. શ્રી કપૂરવિજયજી મહારાજને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા.
તપસ્વી પૂ. આ. શ્રી વિજ્યકપૂરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અનેકવિધ શાસનપ્રભાવના થતી રહી. સં. ૨૦૦૦માં ડીસા પાસે પાંથાવાડામાં ચાતુર્માસ થયું ત્યાં તેઓશ્રીની તબિયત કથળી. સં. ૨૦૦૧ના મહા સુદ ૧૧ના એકાસણું કરતાં કરતાં કહ્યું કે, આજે મને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org