________________
શાસનપ્રભાવક
આરાધનાઓ અને ઉજવણીઓ થઈ. બે વ્યક્તિએ એમની પાસે દીક્ષા લીધી. મુંબઈમાંના એ પ્રથમ દીક્ષામહત્સવ હતા.
સં. ૧૯૪૮માં સુરતના ધનાઢય શ્રેણી ધરમચંદ ઉદયચંદ ઝવેરીએ સુરતથી સિદ્ધાચલજીને પગપાળા સંઘ કાઢવાની અને એમાં પૂ. મહારાજશ્રીને સામેલ થવાની વિનંતી કરી. પૂજ્યશ્રીએ એને સ્વીકાર કર્યો, અને તેઓશ્રી સુરત પધાર્યા. ત્યાં આવી વડાચૌટાના શ્રી સીમંધરસ્વામીના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું અને કતારગામના દેરાસરને જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યું, જે સં. ૧૫૫માં પૂરો થયે. સં. ૧૯૪૯માં સુરતથી ચિદ્ધાચલને સંઘ નીકળે. લગભગ સવા મહિને
એ પાલીતાણા પહોંચ્યા. પાલીતાણાના ઠાકોર સાહેબ સંઘનું સામૈયું કરવા સામે આવ્યા. યાત્રાસંઘની ખૂબ યાદગાર રીતે સમાપ્તિ થઈ. તે પછી સિદ્ધાચલની તળેટીમાં બંધાયેલ ધનવસહી ટૂંક (બાબુના દેરાસર)ના મૂળનાયક આદિનાથના બિંબની અંજનશલાકા વિધિ અને પ્રતિષ્ઠાવિધિ પણ પૂજ્યશ્રીના હસ્તે થઈ પાલીતાણામાં એમના હસ્તે શ્રી ઋષિમુનિએ દીક્ષા ગ્રહણ કરી.
એ પછી તેઓશ્રી સુરત અને મુંબઈમાં ચોમાસાં કરતા રહ્યા. સુરતમાં કુલ છ ચેમાસાં કર્યા. એ દરમિયાન શેઠ નેમચંદ મેળાપચંદને ઉપાશ્રય, મેહનલાલજીને ઉપાશ્રય, ગ્રંથભંડાર, જૈન ભેજનશાળા, જયકુંવર જેન જ્ઞાનઉદ્યોગ શાળા વગેરે બંધાવ્યાં. સૂરજમંડન પાશ્વનાથ જિનાલયને સં. ૧૯૫૬ (ઈ.સ. ૧૯૦૦)માં જીર્ણોદ્ધાર કરાવ્યું. સુરત એમની પ્રિય કર્મભૂમિ બની. મુંબઈમાં એમણે કુલ આઠ માસાં કર્યા. એ દરમિયાન ત્યાં જૈનધર્મને જયજયકાર થઈ રહ્યો. લાલબાગનું સમગ્ર જૈન સંકુલ (દેરાસર, ઉપાશ્રય, પુસ્તકાલય, ધર્મશાળા, ભેજનશાળા વગેરે) એમની પ્રેરણું અને પ્રયાસેથી વિકાસ પામ્યું. વાલકેશ્વરનું આદિનાથનું જૈનમંદિર એમની પ્રેરણાથી બંધાયું અને એની પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીના હસ્તે થઈ.
અંતે, સં. ૧૯૯૩ (ઈ. સ. ૧૯૦૭)માં ચૈત્ર વદ ૧૦ને દિવસે સુરતમાં તેઓશ્રી કાળધર્મ પામ્યા. અશ્વિનીકુમારના સ્મશાનગૃહ પાસે તાપી નદીના કિનારે, જ્યાં એમના અગ્નિસંસ્કાર થયા ત્યાં એમનું સ્મારક રચવામાં આવ્યું છે. એમના જીવનની ઉત્તરાવસ્થામાં સુરત એમનું સ્થિરવાસ બની રહ્યું હતું. ત્યાં મેહનલાલજી ઉપાશ્રય” એ એમનું કાયમી જીવંત સ્મારક બની ગયું છે. વર્તમાનમાં એમના સમુદાયના ગચ્છાધિપતિ પૂ. શ્રી ચિદાનંદસૂરિજી તથા એમના શિષ્ય શ્રી કીતિ સેનમુનિજી અવારનવાર ત્યાં રહીને ધર્મ અને જ્ઞાનના પ્રસાર-પ્રચારનું સ્તુત્ય કાર્ય કરે છે.
પૂ. મોહનલાલજી મહારાજનું સૌથી વધારે મહત્ત્વનું કાર્ય એમને મુંબઈપ્રવેશ. એમણે સાહસ કરીને પ્રથમ વાર મુંબઈમાં પ્રવેશ કર્યો અને અન્ય જૈન મુનિઓ માટે મુંબઈનાં દ્વાર બિલી આપ્યાં. મુંબઈ જેવા આંતરરાષ્ટ્રીય મહાનગરમાં પ્રવેશ કરનાર સૌ પ્રથમ જૈન મુનિ તરીકે તેઓશ્રી જૈનધર્મના ઇતિહાસમાં ચિરંજીવ સ્થાન ધરાવે છે. મુંબઈ તથા દક્ષિણ ગુજરાતમાં જૈન ધર્મના પ્રચારક તરીકે પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. મુંબઈ, સુરત, પાલીતાણું વગેરે સ્થળેનાં દેરાસરમાં એમની આરસની મૂતિઓ સ્થાપી એમની સ્મૃતિ કાયમી બનાવવામાં આવી છે. પૂજ્યશ્રીના જીવન વિશે પ્રકાશ પાથરતે એક સ્મૃતિગ્રંથ “શ્રી મોહનલાલજી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org