________________
૪૮૦
શાસનપ્રભાવક
અબાલવૃદ્ધ સૌ કેઈને માટે મંત્રમુગ્ધ અને પ્રભાવિત કરી રહે છે. અનેકવિધ શાસનપ્રભાવનાથી જિનશાસનના શણગાર રૂ૫ આચાર્યદેવ સ્વસ્થ અને નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરે એવી શાસનદેવને પ્રાર્થના અને પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિશઃ વંદના !
સંયમજીવનના ઉત્કૃષ્ટ સાધવર પૂ. આચાર્યશ્રી વિજયરત્નશેખરસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનના માલવાડા નગરમાં થયે હતો. પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ નવલબેન તથા પિતાનું સંસારી નામ રતનચંદ હતું. તેમણે સાત ધોરણ સુધીનું વ્યાવહારિક શિક્ષણ લીધું. પહેલેથી જ ધાર્મિક અભ્યાસમાં વિશેષ રુચિ રાખતા. સ્તનચંદને મહેસાણામાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં મૂકવામાં આવ્યા. દોઢ વર્ષમાં જ સંસ્કૃત ગ્રંથે અને છ કર્મથેને અભ્યાસ પૂર્ણ કર્યો. પાઠશાળામાં રહીને જ રતનચંદનું હૃદય વૈરાગ્યવાસિત બની રહ્યું. પૂ. પંન્યાસપ્રવર શ્રી તિલકવિજ્યજી ગણિવર પાસે ચારિત્ર સ્વીકારી મુનિશ્રી રંજનવિજ્યજી તરીકે પ્રસિદ્ધ થયા.
દીક્ષા સ્વીકારીને પૂજ્યશ્રી રત્નત્રયીની આરાધનામાં અપ્રમત્તભાવે સદા નિમગ્ન રહેવા લાગ્યા અને શા, કાવ્ય, ન્યાય, વ્યાકરણ આદિને વિશાળ અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીની યોગ્યતા જઈને સં. ૨૦૧૫ના મહા સુદ ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજે
ગોહનપૂર્વક ગણિ અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ સં. ૨૦૨૯ના ફાગણ વદ ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદે આરૂઢ કર્યા અને પંન્યાસ શ્રી જનવિજ્યજીને આચાર્ય શ્રી વિજયરત્નશેખરસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર કર્યા. પૂજ્યશ્રીએ મારવાડથી મહારાષ્ટ્ર સુધી શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા છે. અને આજે પણ પૂજ્યશ્રી અપ્રમત્તભાવે શાસનપ્રભાવક કાર્યો કરી રહ્યા છે. શાસનદેવ તેઓશ્રીને સુદીર્ઘ અને સ્વાધ્યપૂર્ણ આયુષ્ય આપે એવી હાદિક અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણકમલમાં કેટિશઃ વંદના !
સંયમમાર્ગના પ્રખર પથદર્શક પૂ. આચાર્યશ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મહારાજ
થરાદ પાસે મિટીપાવડ નામે ગામડું જ્યાં નહિ દેરાસર કે નહિ ઉપાશ્રય. ત્યાં પિતા સગથાચંદ અને માતા પારૂબહેનને ત્યાં સં. ૧૯૭૩માં પુત્રજન્મ થાય છે. અને બાળકનું નામ હાલચંદ રાખવામાં આવે છે. બાળકને નાનપણથી જ ધાર્મિક અભ્યાસ કરવામાં વિશેષ રુચિ જાગે છે. થરાદથી પ્રતિકમણની બે ચોપડી લઈ આવે છે અને ગામને પાદર જંગલમાં બેઠાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org