________________
શ્રમણભગવંતો-૨
૪૬૩
હતા. પન્નાલાલ નાનપણથી જ ધર્મક્રિયામાં સવિશેષ રસ લેતા. દીનદુઃખી પ્રત્યે વાત્સલ્ય રાખતા. માતા પણ આ સંસ્કારને વિકસાવવામાં હંમેશાં તત્પરતા દાખવતી. પન્નાલાલના બીજા બે ભાઈઓ-શેષમલ અને હરિલાલ પણ ધાર્મિક અભ્યાસમાં એટલે જ રસ લેતા હતા. ધાર્મિક અભ્યાસમાં અને મુનિરાજનાં વ્યાખ્યાને અને ધર્મક્રિયાઓમાં સતત રચ્યાપચ્યા રહેતા આ બંને ભાઈઓનાં હૈયે ધીમે ધીમે વૈરાગ્યભાવ ઊભરાવા લાગ્યો. સં. ૧૯૮૭માં પૂ. પં. શ્રી ભક્તિ વિજ્યજી મહારાજનું ચોમાસું મહેસાણા થયું. તેઓશ્રીની વૈરાગ્યઝરતી વાણી સાંભળવા માનવમહેરામણ ઊભરાતે. બાળ પન્નાલાલ હંમેશાં વ્યાખ્યાન સાંભળવા અને ગુરુમહારાજના આશિષ લેવા જાય. પૂ. પં. શ્રી ભક્તિવિજયજી મહારાજે આ રત્નને પારખ્યું અને એક દિવસ તેને પૂછયું, “પન્નાલાલ! તારે દીક્ષા લેવી છે?” દીક્ષાનું નામ પડતાં જ પન્નાલાલ રાજીના રેડ થઈ ગયા! દીક્ષા લેવાની પિતાની ભાવનાને વ્યક્ત કરી. આ ભાવના જાણીને પૂ. ગુરુદેવ પણ બોલ્યા કે, “તું આચાર્ય થાય તે જ છે'. માતાની રજા મળી. પણ એ જમાનામાં ગાયકવાડી રાજ્યમાં બાળદીક્ષાની મનાઈ હોવાથી અમદાવાદમાં પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજના શુભ હસ્તે . ૧૯૮૭ના પ્રથમ અષાઢ વદ ૬ને દિવસે દેશીવાડાની પળના જૈન ઉપાશ્રય ( વિદ્યાશાળા)માં ભાગવતી દીક્ષા થઈ અને ગુરુદેવની ભાવનાનુસાર નામ પાડ્યું “મુનિ પ્રેમવિજય.
બાળમુનિ શ્રી પ્રેમવિજયજીનાં બે લક્ષ્ય હતાં : ૧. અધ્યયન અને ૨. વૈયાવચ્ચ. આથી થોડા જ વખતમાં તેઓશ્રી વિદ્વાન અને ભક્તિવાન બની ગયા. ભક્તિને ગુણ એ સરસ ખીલ્ય કે પરસમુદાયના આચાર્યો પણ પિતાના સાધુઓને ભક્તિના ઉદાહરણ રૂપે શ્રી પ્રેમવિજયજી મહારાજને દાખલે આપતા. તેઓશ્રીના મોટાભાઈનું નામ શેષમલજી હતું. તેમને પણ દીક્ષા લેવાની ઉત્કટ ભાવના થઈ અને સં. ૧૯૮૮ના પોષ વદ ૧૦ના શુભ દિવસે વિરમગામમાં પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે તેમની દીક્ષા થઈ અને નામ રાખ્યું મુનિશ્રી સુબોધવિજયજી. આત્મસાધનામાં સદાયે મસ્ત રહેતા આ મુનિવર–શ્રી પ્રેમવિજયજી અને શ્રી સુવિજયજીને યોગ્ય જાણી ગુરુમહારાજે એમને ગોહન કરાવ્યાં અને પંન્યાસપદે આરૂઢ કર્યા. સં. ૨૦૧૦ના માગશર સુદ પાંચમે પંન્યાસપદવી થઈ. ત્યારથી પૂજ્ય ગુરુદેવની આજ્ઞાને અનુવતીને બંને ગણિવર્યોએ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. સં. ૨૦૨૧માં ગેડી દેવસુર શ્રીસંઘના અતિ આગ્રહથી ચાતુર્માસ માટે મુંબઈ પધાર્યા. ત્યાં શાન્તિનાથ ભગવાનની અઠ્ઠમની આરાધનામાં ૧૫૦૦ ભાવિકે જોડાયા. મુંબઈમાં પ્રથમવાર જ અહંદુ મહાપૂજન ભણાવાયું અને બીજી પણ ઘણી આરાધનાઓ થઈ
- તેઓશ્રીની શાસનપ્રભાવક શકિતને લાભ શાસનને પૂરેપૂરો મળે તે માટે પૂ. ગુરુદેવશ્રીએ આચાર્યપદવી આપવાને નિર્ણય કર્યો. પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજને પિતાની ભાવના જણાવી. સં. ૨૦૧૪માં પૂજ્યશ્રીને ગુરુદેવનો કાગળ મળ્યો કે, “હવે મારું શરીર કામ કરતું નથી. તમે આવી જાવ.” તરત જ પૂજ્યશ્રી ગુરુદેવની સેવામાં સમી પહોંચી ગયા. પૂ. ગુરુદેવની ભાવના અંતિમ આરાધના માટે શ્રી શંખેશ્વર તીર્થ જવાની હતી. તેથી ગુરુદેવશ્રીને ચોમાસા બાદ શંખેશ્વર મહાતીર્થે લઈ ગયા. ત્યાં તેઓશ્રીની અપૂર્વ ભક્તિ કરી. ગુરુદેવ ચાલી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org