________________
૪૬૮
શાસનપ્રભાવક વિજયલબ્ધિસૂરિજી મહારાજ આચાર્યપદે આરૂઢ થયા છે. પૂ. પંન્યાસ શ્રી અરુણવિજ્યજી દુર્ઘર્ષ વિદ્વાન અને અજોડ વક્તા છે. પૂ. પંન્યાસશ્રી શાંતિચંદ્રવિજયજી ગણિ મહાન તપસ્વી છે, મુનિશ્રી વિદ્યાચંદ્રવિજયજી ગુરુસેવા-વૈયાવચ્ચ વિનયમાં તત્પર છે. આમ, પ્રત્યેક મુનિવર્યને કેઈ ને કઈ વિશેષતા વરેલી છે અને એ બધા સદ્ગુણ-સિંચનનું મૂળસોત પૂ. આ. શ્રી વિજયસુબેધસૂરીશ્વરજી મહારાજ છે. સં. ૨૦૪૭ના માગશર સુદ ૧૧ના પૂજ્યશ્રીનું અમદાવાદ-ગિરધરનગરમાં આવેલ ચત્રભુજ હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બાદ નબળાઈ વધતી ચાલી, સ્વાથ્ય બગડતું જ ચાલ્યું. માગશર સુદ ૧૩ના રાત્રે ૯-૨૫ના કાળધર્મ પામ્યા. અંતિમ સમયે પૂજ્યશ્રીની આત્મપરિણતિ અને સમતા અનેખી હતી. પૂજ્યશ્રીના નશ્વર દેહને શંખેશ્વર લાવી, તેમના ચિરંજીવ એવા શ્રી ભક્તિનગરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. સ્વ-પર કલ્યાણમાં જીવનને ઉજજ્વળ અને પરમ ઉપકારી બનાવનાર એવા આ મહાસમર્થ આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદના! (સંકલન : પૂ. પંન્યાસશ્રી શાંતિચંદ્રવિજ્યજી ગણિ)
શાંત-સૌમ્ય-તપમૂર્તિ, શાસન પ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ધન્ય સૌરાષ્ટ્રની ધણી, જયાં યુગ યુગથી ધર્મધ્વજ ઊંચે ઊંચે આકાશમાં લહેરાતી રહી છે. આ દેશની દ્વારિકા નગરીની બાજુમાં આંભરડા નામનું ગામ છે. એ ગામમાં માંડ પંદરેક જેટલાં જૈનાનાં ઘર છે. નહિ દેરાસર, નહિ ઉપાશ્રય, નહિ સાધુ-સાધ્વીને સત્સંગ, પરંતુ કઈ પ્રબળ પુણ્યાઈને પ્રભાવે જેનેનું જૈનત્વ અખંડ ટકી રહેલું. આ ગામમાં ગાંધીકુટુંબમાં કાલીદાસભાઈ રહે. તેમનાં ધર્મપત્ની વસ્તુબાઈ એ સં. ૧૮૬૩ના ભાદરવા સુદ ૪ના પવિત્ર દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકનું નામ વિઠ્ઠલભાઈ રાખ્યું. પરભવના પુણ્ય અને જન્મના પવિત્ર ગે બાળકમાં પહેલેથી જ ધમના સંસ્કાર પ્રબળ થતા ચાલ્યા. આગળ જતાં, જામનગર મોસાળમાં ભણવા ગયા. ત્યાં પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે. દેશના–શ્રવણથી વૈરાગ્યનાં બીજ વવાયાં અને માતાપિતાની સંમતિ મેળવી સં. ૧૩ના વૈશાખ વદ ના શુભ દિવસે મહેસાણા મુકામે દીક્ષા ગ્રહણ કરી પૂ. ગુરુદેવના ચરણે જીવન સમર્પિત કર્યું, અને મુનિશ્રી વિનયવિજયજી નામે ઘેષિત થયા.
પૂ. ગુરુદેવશ્રીની છત્રછાયામાં અભ્યાસ અને આરાધના કરતાં આગળ વધ્યા. પૂ. ગુરુદેવને જપ-તપને વાર પ્રાપ્ત કરવામાં સારી સફળતાને વર્યા. વર્ષીતપ-માસક્ષમણ આદિ વિવિધ તપશ્ચર્યા સાથે વિચરતા મુનિશ્રી વિનયવિજયજી મહારાજને સં. ૨૦૧૦માં પૂ. ગુરુદેવે ગણિપંન્યાસપદથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રી આજે સરળતા અને નિખાલસતા, વાત્સલ્ય અને ભક્તિના ગુણે વડે અને કોના દિલ જીતી રહ્યા છે. તેઓશ્રીની શાસનપ્રભાવનાથી પ્રભાવિત થઈને સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિવસે ભેંયણીતીર્થમાં આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org