________________
શ્રમણભગવંતો-ર
આ સાલડી ગામે બીજા શ્રમણુભગવંતની ભેટ આપી તે પૂ. મુનિશ્રી સુયશવિજયજી મહારાજ; અને ત્રીજા તે પૂ. આ. શ્રી વિજયરૂચકચંદ્રસૂરીશ્વરજી મહારાજ. આ બંનેના ગુરુ પૂ. પંન્યાસ શ્રી કનકવિજયજી મહારાજ. ધન્ય એવા આ સાલડી ગામે ધર્મનિષ્ઠ મણિભાઈ અને મતીબહેનને ત્યાં સં. ૧૯૮૪ના અષાઢ સુદ ૧૦ના દિવસે પૂજ્યશ્રીને જન્મ થયે. ધર્મિષ્ઠ માતાપિતા તરફથી સુસંસ્કાર પ્રાપ્ત થવાથી બાળપણથી જ જૈન ધર્મ અને શાસનના વિરાટ આદર્શો હંમેશાં નજર સમક્ષ રહેવા લાગ્યા. શાસન પ્રત્યે નાની ઉંમરે અવિહડ રાગ જમે. પૂર્વભવના પ્રબળ પુણ્ય અને આ ભવની વિશિષ્ટ આરાધનાને પ્રતાપે શાસનના સુકાની બનવાના બધા માર્ગો અનુકૂળ બનતા ચાલ્યા. દેવદર્શન, ગુરુવંદના, તપશ્ચર્યા, અભક્ષ્યત્યાગ અને સંતવાણીના શ્રવણમાં મન સતત રમમાણ રહેવા લાગ્યું. સમય જતાં ચારિત્રરત્નની સાધના માટે મનમાં ગાંઠ વાળી. અને અંતે સંયમમાગને સ્વીકાર કરતાં સં. ૨૦૦૩ના વૈશાખ સુદ ૧૦ના દિવસે દીક્ષા અંગીકાર કરી. ત્યાર બાદ જપ-તપ અને જ્ઞાનધ્યાનમાં ઉત્તરોત્તર આગળ વધતાં સં. ૨૦૧૮ના માગશર સુદ ૩ના દિવસે ગણિપદ, સં. ૨૦૨૮ના માગશર સુદ ૭ના દિવસે પંન્યાસપદ અને સં. ૨૦૨૯ના માગશર સુદ ના દિવસે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા.
જિનાજ્ઞા અને ગુર્વાસા મુજબનું તેઓશ્રીનું સાદું અને તપસ્વી જીવન જોતાં “સૌરાષ્ટ્ર દીપક” તરીકેની એક વિશિષ્ટ છાપ સમગ્ર જૈન સમાજમાં ઊપસી છે. પૂ. દાદાગુરુએ વર્ધમાનઆયંબિલ તપની ભાવનાને જે વ્યાપકરૂપે વિસ્તાર છે એ જ ભાવનાને તેઓશ્રીએ બલવત્તર બનાવી છે. એ હે અમદાવાદનું શાહપુર આયંબિલ ખાતું તેઓશ્રીની જીર્ણોદ્ધાર કરાવવાની પ્રવૃત્તિનું સાક્ષી છે. આવાં કાર્યોમાં પૂજ્યશ્રી ઘણું જ જહેમત લેતા હોય છે. એ રીતે, વિરમગામ પાસેના રામપુર-ભં કેડાના આયંબિલખાતામાં પણ ભારે પુરુષાર્થને અંતે જીર્ણોદ્ધાર કરાવ્યું. ત્રીશથી પાંત્રીસ જેટલાં ઉપાશ્રયો તૈયાર કરાવ્યાં અને અનેક જીર્ણ ઉપાશ્રયેના જીર્ણોદ્ધાર કરાવ્યા. શ્રી શંખેશ્વર, મહેસાણા, પાનસર, ચારૂપ, પાલીતાણું, ભરૂચ વગેરે તીર્થસ્થાને પર
વીસ જેટલા પદયાત્રા સંઘ લઈ જઈને જૈનધર્મની ધજાપતાકા ઊંચા ગગનમાં લહેરાવી. ત્રણ ચાતુર્માસ તળાજામાં અને ત્રણ ચાતુર્માસ ભાવનગરમાં કરીને તે વિસ્તારની પ્રજાને પિતાના પ્રખર વ્યક્તિત્વને લાભ આપે. સં. ૨૦૩૮માં ભાવનગરમાં સાધર્મિક સેવા સમાજની સ્થાપના કરી મહાન સેવાનું ઉદાહરણ પૂરું પાડયું. સં. ૨૦૩૯ના ચાતુર્માસ વખતે ચાલીસ જેટલાં મા ખમણ હતાં તે તેઓશ્રીના તપોબળની પ્રતીતિ કરાવે છે. શ્રી સિદ્ધગિરિજીના ૧૨ જેટલા વિશાળ સંઘે અને બે વખતના ઉપધાનતપનાં આયેાજન યશસ્વી રીતે પાર પાડવામાં તેમની દિવ્ય શક્તિનો પરિચય મળી રહે છે. પૂજ્યશ્રીની જવલંત ધર્મભાવનાનું ઉત્તમ ઉદાહરણ તે
અત્યારે ભાવનગર જિલ્લાના બોટાદ શહેરમાં સાયટીમાં તેઓશ્રીના પ્રેરક ઉપદેશથી સુવર્ણમય પિળા આરસનું ત્રણ શિખરબંધી ભવ્ય જિનાલય આકાર લઈ રહ્યું તે છે. આ વિશાળ કાર્યમાં પૂજ્યશ્રીની બુદ્ધિપ્રતિભા, ધર્મભાવના અને કાર્યશૈલીને પરિચય પ્રાપ્ત થાય છે. આ જિલ્લાના ગ્રામપ્રદેશમાં-નાના કસ્બાઓમાં તેઓશ્રીની પ્રશાંત પ્રતિભાને દિવ્ય ચેત સૌનાં દિલમાં અને પ્રકાશ પાથરી રહેલ છે. પૂજ્યશ્રીની તપ અને સંયમની અનુપમ સાધના વંદનીય છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org