________________
શ્રમણભગવંતે-૨
૪૬૯ આજે ૮૫ વર્ષની પરિપકવ વયે તેઓશ્રી કાયમી એકાસણને તપ અને મહામંત્રને સતત જપ સેવી રહ્યા છે. સં. ૨૦૪૫નું ચાતુર્માસ મલાડ મધ્યે કર્યું ત્યારે ભારે શાસનપ્રભાવના થવા પામી હતી. વંદન હો એ મુક્તિના મુસાફિર મહાપુરુષ પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજને !
સંયમજીવનના પ્રખર સાધક, મહાન તપસ્વી, ભદ્રપરિણામી, પૂ. આચાર્યશ્રી વિજયપ્રસન્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ
કચ્છના વાગડ પ્રદેશમાં ભચાઉ તાલુકો છે. આ તાલુકામાં વસા ઓસવાલનાં લગભગ ૬૦૦ ઘર વસેલાં છે. ત્યાંના રહેવાસી છેડા રાણાભાઈને ત્રણ પુત્રો અને બે પુત્રીઓને વિસ્તાર હતા. તેમાં ત્રીજા નંબરના પુત્ર પુનશીને જન્મ સં. ૧૯૭રના અષાઢ સુદ પાંચમે થયે હતે. સં. ૧૯૭૩માં પ્લેગ ફાટી નીકળવાથી કુટુંબ વેરવિખેર થઈ ગયું. ગરીબી, અસહાયતા, નિરક્ષરતામાં રહેતા આ કુટુંબના મોટાભાઈ એક વર્ષના પુનશીને લઈને મુંબઈ આવ્યા. મુંબઈ તેઓનું મોસાળ હતું. મોસાળમાં તેમનો ઉછેર થત રહ્યો. સાથે સાથે અભ્યાસ અને વેપારમાં પણ ધ્યાન આપતા ગયા. ધમેં ન હોવા છતાં ધર્મવિહીન જીવન જીવતા પુનશીને અચાનક
એક કલ્પસૂત્ર વાંચવામાં આવ્યું અને તેનામાં ધર્મરુચિ જાગૃત થઈ. પછી તે નિત્યદર્શનના સંસ્કાર પડશે. રાત્રિભેજનને ત્યાગ કર્યો અને સં. ૧૯૮૮થી પૂ. પં. શ્રી માણેકસાગરજી મહારાજના સાન્નિધ્યમાં નવકાર મહામંત્રની શરૂઆત કરી. ધીમે ધીમે પુનશી ધર્મના રંગે રંગાઈ ગયા. સં. ૧૯૯૦ના મહા વદ પાંચમને દિવસે દીક્ષા ગ્રહણ કરી, પુનશીમાંથી મુનિશ્રી પ્રભાવવિજયજી બની રહ્યા.
દીક્ષા ગ્રહણ પછી મુનિશ્રીનાં અભ્યાસ-તપ વધતાં ચાલ્યાં. સં. ૧૯૯૦માં અમદાવાદના આંગણે ભરાયેલા મુનિસંમેલનના દર્શન કરીને અપૂર્વ આનંદ અનુભવ્યું. એમાંથી પ્રેરણા મેળવી. તેમ જ ઉત્તરોત્તર ગદ્વહનની ક્રિયાઓ, ગિરિરાજની યાત્રાઓ, ઉત્કૃષ્ટ સાધના, વર્ધમાન તપ, આયંબિલની દર ઓળી, અરિહંતપદની આરાધના શરૂ થઈ. પૂ. ગુરુદેવશ્રીના સ્વર્ગગમન પછી પૂ. પં. શ્રી પ્રભાવવિજયજી મહારાજે ધર્મ પ્રભાવના કરી. સં. ૨૦૨૯ત્રા મહા વદ ને દિવસે પાલીતાણામાં તેઓશ્રીને આચાર્યપદવીથી વિભૂષિત કર્યા. પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજે આચાર્યપદ આપી આચાર્યશ્રી પ્રસન્નચંદ્રસૂરિ નામ આપ્યું. આચાર્યપદ પ્રાપ્ત કરીને તેઓશ્રીએ અનેક સ્થળોએ વિહાર કર્યો અને અનેક જીવને ધર્મ પમાડીને દીક્ષા પ્રદાન કરી. વવૃદ્ધ મુનિરાજશ્રી મેરુવિજ્યજી મહારાજ, જે પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજના સુશિષ્ય છે તેઓ પૂજ્યશ્રી સાથે વર્ષોથી રહેતા હતા અને અંત સમય સુધી તેઓશ્રીની સેવા કરતા રહ્યા. પૂજ્યશ્રી સં. ૨૦૪પના મહા સુદ પાંચમે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ મહાતીર્થના ભક્તિવિહાર મહાપ્રાસાદ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શિષ્યસમુદાય સમેત ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ ફાગણ સુદ ૧૩ની સવારે ૯-૧૫ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org