________________
ક૭ર
શાસનપ્રભાવક
સં. ૨૦૪૦માં બોટાદ જૈનસંઘમાં મહાન આરાધના થઈબોટાદથી શત્રુંજયને છરી પાળતે સંઘ કાઢયો. સં. ૨૦૪૨માં અમદાવાદ–ખાનપુરમાં ૧૦૦ સિદ્ધિતપની આરાધના થઈ સં. ૨૦૪૩માં મુંબઈમાં સાંઘાણી એસ્ટેટમાં સિદ્ધચક્રપૂજન, સ્વામીવાત્સલ્ય આદિ સાથે ૨૩ મા ખમણ થયાં અને ત્યાં સેનાની વીંટી સામુદાયિક રીતે અપાયેલ. સં. ૨૦૪પમાં સુરત મધ્યે વડા ચૌટાના ચોમાસામાં ૭૫ મા ખમણ થયાં અને મફતબેન ઉત્તમલાલ ચેલાજીભાઈ પેથાણ તરફથી દરેકને વીટીની પ્રભાવના કરેલ, અને ત્યાંથી છરી પાળતે સંઘ પ્રથમવાર ભરૂચ ગયેલ. તેઓશ્રીને બે પ્રેમાળ શિવે-મુનિશ્રી ભદ્રવિજયજી અને મુનિશ્રી કુમુદચંદ્રવિજયજી મહારાજ ઉગ્ર વિહારમાં સાથે વિચરી રહ્યા છે. અને પૂ. ગુરુદેવશ્રીની જેમ જ શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો સ્વનામની સ્પૃહા વિના કરતા રહ્યા છે. ખરે જ, આવાં સંતરને જૈનશાસનનું ગૌરવ છે ! વંદન હજે એવા સમર્થ સૂરિવરને !
જ્યોતિષમાર્તડ, સમર્થ શાસ્ત્રવેત્તા, ધ્યાન-યોગના સાધક, પ્રતિભાસંપન્ન–સરળ-સૌમ્ય-શાંતમૂર્તિ, પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ
સમર્થ સંતના જીવનને શબ્દોથી શણગારવું, મહાન વિભૂતિના જીવનને વાણીથી વર્ણવવું, ગુરુના ગુણને ભાષામાં ગૂંથવા એ ગાગરમાં સાગર ભરવા જેવી અશક્ય પ્રવૃત્તિ છે; પૂ. આ. શ્રી વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું જીવન પણ એવું જ શબ્દાતીત અને અવર્ણનીય છે. આર્યદેશની ગૌરવવંતી ગુજરભૂમિમાં જિનમંદિરોથી શોભતા પવિત્ર પાટણ શહેરમાં અગણિત પુણ્યાત્મા થઈ ગયા. આ પવિત્ર ભૂમિ સમીપ એક નાનકડું લેવાણ ગામ છે. તેમાં વસતા મેરખિયા કુટુંબમાં ધર્મનિષ્ઠ રાયચંદભાઈને કુળમાં અને યથાર્થ ગુણસંપન્ન કંકુબહેનના સુખી સંસારમાં પંચરત્ન સમાં પાંચ સંતાન ત્રણ પુત્ર અને બે પુત્રીઓ. તેમાં એક પ્રભાવશાળી પુત્રની લહેરની લીલા એવી તે પ્રસરી કે આખું મેરખિયા કુટુંબ ધન્ય બની ગયું. તે હતા સંતાનરત્ન લહેરચંદ માતાપિતાના લાડીલા લહેરચંદ. જાણે સમજણના સાગર હતા. માતાપિતાની સનેહધારા એમના પર અનરાધાર વરસતી હતી લહેરચંદ નાનપણથી તેજસ્વી અને સાહસિક હતા. નાનપણમાં વ્યાવહારિક શિક્ષણ અને સુસંસ્કાર પ્રાપ્ત કરીને સૌના વિશેષ પ્રીતિપાત્ર બન્યા. ત્યાર પછી ધંધાથે કાકાશ્રી હાલચંદને ઘરે અમદાવાદ આવ્યા. ત્યાં પુણ્યદયથી સંસારી માસી–મહારાજશ્રી હેતશ્રીજીના સમાગમને પ્રભાવે સૂતી વખતે બાર નવકાર ગણવાને નિયમ લીધે. એના ફળસ્વરૂપ એક ચમત્કારિક ઘટના બની.
સં. ૨૦૦૬ના માગશર સુદ પૂનમની રાત હતી. પૂજ્યશ્રી રાતે બાર નવકાર ગણીને સૂતા. આજે પણ એ અદ્દભુત અનુભવને વર્ણવતાં તેઓશ્રી કહે છે કે, “એ રાતે મેં સ્વપ્નમાં ઊંચેથી, દુરથી આવતા પ્રકાશ જે. ધેઘની જેમ વહેતે એ પ્રકાશ એટલે બધો ઝળહળતે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org