________________
શ્રમણભગવંતે-૨
૭૩
હતો કે મારાથી એ પ્રકાશ સહન થતું નહતું. બેલી ઊઠડ્યો: “કોણ છે? આ પ્રકાશ બંધ કરે. મારાથી આ સહન થતું નથી. ધીમે ધીમે પ્રકાશ સંકેલાતે ગયે. આંખને આંજી દેતે એ પ્રકાશ અદશ્ય થતાં જ એક દિવ્ય અને ભવ્ય પુરુષનાં દર્શન થયાં. ઊંચી પડછંદ કાયા, તપ્ત સુવર્ણ જે વર્ણ, માથે મુકુટ, કાને કુંડળ અને ચહેરા પર ભુવનમેહન સ્મિત, નયનેમાં હેતના સમંદર હિલેાળા લે. હું આનંદાશ્ચર્ય એમને જોઈ રહ્યો. પછી મેં પૂછ્યું : “આપ કોણ છે? શા માટે અહીં આવ્યા છે?” એ દિવ્યપુરુષે કહ્યું કે, “હું આ સંસારમાંથી તને છોડાવવા માટે આવ્યો છું. તારા હાથે જિનશાસનનાં ઘણું મહાન કાર્યો થવાનાં છે, તે તું જલદી સંસાર છોડીને દીક્ષા લઈ લે.” મને દીક્ષાની ખબર હતી નહીં. દીક્ષાજીવન કેવું હોય તેની જાણ હતી નહીં. થોડી ક્ષણો બાદ મને લાગ્યું કે મેં દીક્ષા લીધી છે, સાધુનાં કપડાંમાં ગોચરી લેવા જઈ રહ્યો છું. ગોચરી લઈને ઉપાશ્રયે પાછો આવું છું ત્યાં મારાં માસી મહારાજ હેતશ્રીજી વંદન કરવા પધારે છે અને સુખશાતા પૂછે છે આ દશ્ય એક ક્ષણમાં ભજવાઈ ગયું. પછી એ દિવ્યપુરુષે કહ્યું કે, “આનું નામ દીક્ષા. હવે તમે વિનાવિલંબે નીકળી પડે. શ્રીસંઘને તમારી જરૂર છે.”
પણ મારાથી એ કઠેર જીવનનું પાલન નહિ થાય તે ?” થશે જ. હું તમારું રક્ષણ કરીશ.” “તો હું ક્યારે દિક્ષા લઉં તે કહે.”
આવતા મહા સુદ ત્રીજે તમે દીક્ષા લઈ લે છે. આ દિવસ તમારા માટે સર્વોત્તમ છે” “ભલે. તે દિવસે હું દીક્ષા લઈ લઈશ. પણ હવે મને કયારે મળશે? ”
ત્રીશ વર્ષ બાદ.' એમ કહીને એ દિવ્યપુરુષ અદશ્ય થઈ ગયા ! ”
આ દિવ્ય સ્વપ્ન પછી લહેરચંદભાઈના જીવનમાં આત્મસાધનાની પુનિત લહેર ફરી વળી. તે જ દિવસે પહેલી વાર શાંતિભાઈને કહ્યું કે મારે તમારી સાથે પૂજા કરવા આવવું છે. દેરાસરમાં જઈને જિનપૂજા કરી. અનહદ ભાવથી ચામરનૃત્ય કર્યું. ત્યાર બાદ ઉજમફઈની ધર્મશાળામાં શાંતિભાઈ સાથે સામાયિક કરવા ગયા. એવામાં પ્રશાંતમૂર્તિ મુનિશ્રી પ્રેમવિજ્યજી મહારાજ (હાલ આચાર્ય), સત્યવક્તા મુનિશ્રી સુબેદવિજયજી મહારાજ (પછીથી આચાર્ય) સાથે સત્સંગ થયે. જેનત્વના સંસ્કાર જીવન સાથે જડાયા હતા, તેમાં અંતરમાં વૈરાગ્યના અંકુરે નવપલ્લવિત થયા. સંસારત્યાગને નિર્ણય પ્રબળ બન્યું. ગુરુદેવશ્રીને દીક્ષાની ભાવના જણાવી. દીક્ષા ન લેવાય ત્યાં સુધી ઘીને ત્યાગ કર્યો. દીક્ષા લેવા માટે માતાપિતાની અનુજ્ઞા મેળવવા ભગીરથ પ્રયત્નો કર્યા. માતાપિતા સંસારની માયાજાળમાં લપેટવા તત્પર હતાં, પરંતુ તેઓ પિતાના નિર્ણયમાં અડગ રહ્યા. એક રાતે લહેરચંદ ભાઈ-ભાભીને સૂતાં મૂકીને અમદાવાદ પહોંચ્યા. ત્યાંથી ગુરુમહારાજ પાસે પહોંચીને બધી વાત કરી. ગુરુદેવશ્રી સુબોધવિજયજી મહારાજની કૃપાને પાત્ર બની નરેડા–અમદાવાદમાં સં. ૨૦૦૬ના મહા સુદ ત્રીજના દિવસે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org